ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં દરેક કોર્પોરેટરને ₹2-2 લાખ મળ્યાની ચર્ચા વચ્ચે વોટ્સએપ ચેટ વાયરલ, કોને મળ્યા અને કોણ રહી ગયું?

ગુજરાત / સુરતમાં દરેક કોર્પોરેટરને ₹2-2 લાખ મળ્યાની ચર્ચા વચ્ચે વોટ્સએપ ચેટ વાયરલ, કોને મળ્યા અને કોણ રહી ગયું?

Published By: Nidhi Panchal

Last Updated: 01:06 PM, 18 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત ભાજપમાં ફરી એકવાર આંતરિક ઘમાસાણ સામે આવ્યું છે. ભાજપના વોટ્સએપ ગ્રુપમાં 19 લાખ રૂપિયાના કથિત તોડકાંડ અને દરેક કોર્પોરેટરને 2-2 લાખ રૂપિયા મળ્યાની ચર્ચા વચ્ચે ચેટના સ્ક્રીનશોટ વાયરલ થતાં રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચ્યો છે.

ADVERTISEMENT

સુરત ભાજપમાં ફરી એકવાર આંતરિક વિખવાદ સામે આવ્યો છે. આ વખતે મામલો કોઈ જાહેર નિવેદન કે રાજકીય વિરોધનો નહીં, પરંતુ ભાજપના જ નેતાઓ અને કાર્યકરોના વોટ્સએપ ગ્રુપમાં થયેલી ચર્ચાનો છે. વોર્ડ નંબર 27ના ભાજપના 'ચુનાવ' નામના વોટ્સએપ ગ્રુપની કેટલીક ચેટ્સના સ્ક્રીનશોટ વાયરલ થયા છે. આ ચેટમાં 19 લાખ રૂપિયાના કથિત તોડકાંડ અને સુરતના દરેક કોર્પોરેટરને 2-2 લાખ રૂપિયા મળ્યા હોવાની ચર્ચાએ રાજકીય વર્તુળોમાં અનેક સવાલો ઊભા કર્યા છે.

SRT-2

મળતી માહિતી પ્રમાણે, સુરત મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન ચૂંટણીલક્ષી કામગીરી માટે ભાજપના કાર્યકરો અને નેતાઓનું 'ચુનાવ' નામનું વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું. આ ગ્રુપમાં થયેલી ચર્ચાના સ્ક્રીનશોટ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ખાસ કરીને ભાજપના કોર્પોરેટર ભાઈદાસ પાટીલ અને ભાજપના કાર્યકર મનીષ નાયક વચ્ચે થયેલી ચેટ ચર્ચાનું કેન્દ્ર બની છે. ચેટમાં 19 લાખ રૂપિયાના સેટલમેન્ટ અને કોર્પોરેટરોને નાણાં મળ્યા હોવાની વાતો સામે આવી છે.

સેટલમેન્ટ પેટે 19 લાખ રૂપિયા લેવામાં આવ્યા હોવાની ચર્ચા

વાયરલ ચેટમાં કૈલાસ બંગ્લોઝ ખાતે સેટલમેન્ટ પેટે 19 લાખ રૂપિયા લેવામાં આવ્યા હોવાની ચર્ચા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત સુરતના દરેક કોર્પોરેટરને 2-2 લાખ રૂપિયા મળ્યા હોવાની વાત પણ ચેટમાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે, આ નાણાંની લેવડદેવડ ખરેખર થઈ હતી કે કેમ અને તેની પાછળનું સમગ્ર પ્રકરણ શું છે તે અંગે સત્તાવાર તપાસ અને સ્પષ્ટતા જરૂરી છે.

ભાજપ કાર્યકર મનીષ નાયકનું VTV NEWS પર નિવેદન પણ સામે આવ્યું

આ મામલે હવે ભાજપ કાર્યકર મનીષ નાયકનું VTV NEWS પર નિવેદન પણ સામે આવ્યું છે. મનીષ નાયકે કોર્પોરેટર ભાઈદાસ પાટીલ સાથે વોટ્સએપ પર ચેટ કરી હોવાની વાત સ્વીકારી છે. તેમણે જણાવ્યું હતું કે ઉષા બંગ્લોઝમાં 19 લાખ રૂપિયાનો તોડ થયો હતો. આ સમગ્ર મામલે કોર્પોરેટર અને ધારાસભ્યની બદનામી અટકાવવાની વાત હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે આ તોડકાંડની તપાસ થાય તે હેતુથી જ ગ્રુપમાં ચેટ કરવામાં આવી હતી.

આ નિવેદન બાદ સમગ્ર મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો

મનીષ નાયકના આ નિવેદન બાદ સમગ્ર મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. એક તરફ વાયરલ ચેટમાં કૈલાસ બંગ્લોઝ ખાતે 19 લાખ રૂપિયાના સેટલમેન્ટની ચર્ચા હોવાનું સામે આવ્યું છે, તો બીજી તરફ મનીષ નાયક પોતાના નિવેદનમાં ઉષા બંગ્લોઝમાં 19 લાખ રૂપિયાનો તોડ થયો હોવાનું જણાવી રહ્યા છે. આ બંને સ્થળો અંગેની વિગતો અને સમગ્ર ઘટનાક્રમની હકીકત સ્પષ્ટ થવી જરૂરી છે.

સૌથી મહત્ત્વનો સવાલ એ છે કે જો 19 લાખ રૂપિયાના કથિત તોડકાંડની જાણકારી હતી તો તેની તપાસ કયા સ્તરે કરવામાં આવી હતી? ખરેખર કોઈ સેટલમેન્ટ થયું હતું કે પછી આ મામલે માત્ર ચર્ચા કરવામાં આવી હતી? તેમજ દરેક કોર્પોરેટરને 2-2 લાખ રૂપિયા મળ્યાની ચર્ચા પાછળ કેટલું તથ્ય છે? હાલ આ તમામ સવાલોના જવાબ સામે આવ્યા નથી.

આ પણ વાંચો : પબુભા બાદ રાજુ વંશે પણ ઉઠાવી કોળી સમાજના CMની માગ, સમાજને રાજકીય હક-પ્રતિનિધિત્વ માટે જાગૃત થવા હાકલ!

એક તરફ ભાજપના કાર્યકર દ્વારા ચેટની વાત સ્વીકારવામાં આવી છે, તો બીજી તરફ વાયરલ સ્ક્રીનશોટને કારણે પક્ષની અંદર ચાલી રહેલી ચર્ચાઓ પણ જાહેરમાં આવી છે. હવે આ સમગ્ર પ્રકરણમાં ભાજપના સ્થાનિક નેતાઓ શું સ્પષ્ટતા કરે છે અને 19 લાખ રૂપિયાના કથિત તોડકાંડની હકીકત શું બહાર આવે છે તેના પર સૌની નજર છે. સુરત ભાજપમાં ફરી એકવાર આંતરિક ઘમાસાણ સર્જાતા રાજકીય વર્તુળોમાં આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat BJP WhatsApp Chat Viral 19 Lakh Scam

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ