ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-2027માં 35 વર્ષથી ઓછી વયના સફળ બિઝનેસમેનને મળશે વૈશ્વિક મંચ
Last Updated: 02:52 PM, 18 November 2026
ADVERTISEMENT
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027ની સાથે ગુજરાત સરકાર યુવા ઉદ્યોગસાહસિકો માટે વિશેષ સમિટ યોજશે. 10 થી 12 જાન્યુઆરી દરમિયાન મહાત્મા મંદિર ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં 35 વર્ષથી ઓછી વયના સફળ ઉદ્યોગસાહસિકો ભાગ લેશે. સ્ટાર્ટઅપ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, સ્પેસ ટેક્નોલોજી અને અન્ય ક્ષેત્રોના યુવા પ્રતિભાશાળી ઉદ્યોગસાહસિકોને પોતાની સફળતાની કહાણી રજૂ કરવાની તક મળશે.
ADVERTISEMENT
આ સમિટમાં દેશ-વિદેશના યુવા બિઝનેસમેનો એક મંચ પર આવી પોતાના અનુભવોનું આદાનપ્રદાન કરશે અને નવી પેઢીના ઉદ્યોગસાહસિકો સાથે જોડાશે. સરકારનો હેતુ યુવાનોને ઉદ્યોગસાહસિકતા તરફ પ્રેરિત કરવાની સાથે નવાં વ્યવસાયિક જોડાણો અને સહયોગની તકો ઊભી કરવાનો છે. મોટી સંખ્યામાં અનુયાયીઓ ધરાવતા પોડકાસ્ટર્સને પણ આમંત્રિત કરવાની વિચારણા છે. કન્ટેન્ટ ક્રિએશનને આવકના નવા સ્રોત તરીકે અપનાવતા યુવાનોને પણ આ સમિટના માધ્યમથી ઉદ્યોગસાહસિકતાના વ્યાપક ક્ષેત્ર સાથે જોડવાનો પ્રયાસ કરાશે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં ટ્રાફિક નિયમ તોડનારાઓની હવે ખેર નથી! બે મહિના બાદ ફરી શરૂ થશે સ્થળ પર જ દંડના મેમો
ADVERTISEMENT
આ સમિટનો એક મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવાનો પણ છે. ઈન્ફર્મેશન ટેક્નોલોજી, સ્પેસ ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) સહિતનાં વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સફળતા મેળવનારા યુવા ઉદ્યોગસાહસિકોને આ મંચ પર સ્થાન આપવાની વિચારણા છે. તેમના અનુભવો અને નવીન વ્યવસાયિક વિચારોના માધ્યમથી યુવા પેઢીને નવા સાહસો શરૂ કરવા માટે પ્રેરણા મળે અને ઉદ્યોગજગતમાં સહયોગની નવી તકો ઊભી થાય તેવો સરકારનો પ્રયાસ છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.