ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમદાવાદમાં ટ્રાફિક નિયમ તોડનારાઓની હવે ખેર નથી! બે મહિના બાદ ફરી શરૂ થશે સ્થળ પર જ દંડના મેમો

ગુજરાત / અમદાવાદમાં ટ્રાફિક નિયમ તોડનારાઓની હવે ખેર નથી! બે મહિના બાદ ફરી શરૂ થશે સ્થળ પર જ દંડના મેમો

Published By: Nidhi Panchal

Last Updated: 02:27 PM, 18 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં રોંગ સાઈડ વાહન ચલાવતા અને ટ્રાફિક સિગ્નલનો ભંગ કરતા વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસ ફરી કડક કાર્યવાહી કરશે. બે મહિનાના વિરામ બાદ સ્થળ પર જ દંડના મેમો આપવાની કાર્યવાહી શરૂ થશે અને સીસીટીવી કેમેરાથી પણ નજર રાખવામાં આવશે.

ADVERTISEMENT

અમદાવાદમાં રોંગ સાઈડ વાહન ચલાવતા અને ટ્રાફિક સિગ્નલનો ભંગ કરતા વાહનચાલકો સામે ફરી એકવાર ટ્રાફિક પોલીસ કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. લગભગ બે મહિનાના વિરામ બાદ શહેરમાં સ્થળ પર જ દંડના મેમો આપવાની કાર્યવાહી ફરી શરૂ કરવામાં આવશે. નવરાત્રી પહેલાં સ્થળ પર જ દંડની કાર્યવાહી અસ્થાયી ધોરણે બંધ કરવામાં આવી હતી. જોકે, માર્ગ અકસ્માતની સતત વધતી ઘટનાને પગલે ટ્રાફિક પોલીસ હવે ફરીથી કડક હાથે નિયમોનો અમલ કરાવવાની તૈયારીમાં છે.

traffic

વરિષ્ઠ પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઝુંબેશમાં મુખ્યત્વે રોંગ સાઈડ ડ્રાઈવિંગ અને ટ્રાફિક સિગ્નલ તોડનારા વાહનચાલકોને નિશાન બનાવવામાં આવશે. ટ્રાફિકના આ બંને નિયમનો ભંગ વારંવાર અકસ્માતનું કારણ બનતું હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા દ્વારા દેખરેખની વ્યવસ્થા પણ ફરી મજબૂત બનાવવામાં આવશે.

માર્ગના વિકાસકામને કારણે અગાઉ અનેક સીસીટીવી કેમેરા હટાવવામાં આવ્યા

શહેરના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે ફ્લાયઓવર અને માર્ગના વિકાસકામને કારણે અગાઉ અનેક સીસીટીવી કેમેરા હટાવવામાં આવ્યા હતા. હવે ટ્રાફિક પર દેખરેખ વધુ અસરકારક બનાવવા માટે આ કેમેરા ફરીથી લગાવવામાં આવશે. સાથે જ સ્થળ પર જ દંડના મેમો આપવાની કાર્યવાહી પણ પુનઃ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને રોંગ સાઈડ વાહન ચલાવતા અને લાલ સિગ્નલનો ભંગ કરતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરાશે.

ટ્રાફિક જંક્શનો પર વિશેષ ટ્રાફિક ટીમ તહેનાત કરવામાં આવશે

અકસ્માતની સંભાવના ધરાવતા માર્ગો અને ટ્રાફિક જંક્શનો પર વિશેષ ટ્રાફિક ટીમ તહેનાત કરવામાં આવશે. આવાં સ્થળોએ રોંગ સાઈડ વાહન ચલાવતા પકડાનારા લોકો પાસેથી સ્થળ પર જ દંડ વસૂલવાની સાથે મોટર વાહન અધિનિયમ હેઠળ કાયદેસર કાર્યવાહી પણ કરવામાં આવશે.

જિલ્લામાં દર આશરે ૧૫ મિનિટે એક એમ્બ્યુલન્સ માર્ગ અકસ્માતની ઈમર્જન્સી

દરમિયાન, અમદાવાદ શહેર અને જિલ્લામાં દર આશરે ૧૫ મિનિટે એક એમ્બ્યુલન્સ માર્ગ અકસ્માતની ઈમર્જન્સી માટે રવાના કરવામાં આવતી હતી. ૧ જાન્યુઆરીથી ૧૨ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન ૧૦૮ ઈમર્જન્સી સેવાને માર્ગ અકસ્માત સંબંધિત કુલ ૨૯,૯૭૧ ઈમર્જન્સી કોલ મળ્યા હતા. આ મુજબ દરરોજ સરેરાશ લગભગ ૯૫ કોલ નોંધાયા હતા.

આ પણ વાંચો : અમદાવાદના SG હાઈવે પર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા મોટો નિર્ણય! 3 જંક્શન પર કેપ્સ્યૂલ કટ શરૂ

માર્ગકામ પૂર્ણ થતાં CCTV કેમેરા ફરી લગાવાશે

ટ્રાફિક પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે શહેરમાં સીસીટીવી કેમેરાનું નેટવર્ક ફરી કાર્યરત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે. ખાસ કરીને જ્યાં વારંવાર ટ્રાફિક નિયમનો ભંગ થાય છે તેવા વિસ્તારની ઓળખ કરીને ત્યાં દેખરેખની વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવશે. આ વ્યવસ્થાથી નિયમોનો ભંગ કરનારા વાહનચાલક સામે કાર્યવાહી સુનિશ્ચિત કરી શકાશે. રસ્તા પર ટ્રાફિક નિયમનો અમલ અસરકારક રીતે થાય અને વાહનચાલક નિયમનું પાલન કરવા પ્રેરાય તે આ સમગ્ર ઝુંબેશનો મુખ્ય હેતુ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Traffic Fine Wrong Side Driving Ahmedabad Traffic Police

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ