ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / એકલવાયા વાઘને મળશે સાથી! ડાંગ અને નર્મદામાં વાઘણ માટે બનશે વિશેષ વાડા
Last Updated: 12:50 PM, 19 November 2026
ADVERTISEMENT
ગુજરાતના લાંબા સમયથી એકલવાયા વાઘને હવે સંભવિત સાથી મળી શકે છે, જોકે રતનમહાલના જંગલમાં વાઘણને સીધી છોડતાં પહેલાં વન વિભાગ તેમના માટે વિશેષ અનુકૂલન વિસ્તાર તૈયાર કરી રહ્યો છે. આ વિસ્તારોમાં વાઘણને નવા વાતાવરણ સાથે ટેવ પાડવાની તક મળશે. ત્યાર બાદ તેઓને જંગલમાં છોડવામાં આવશે, જેથી ત્યાં વસવાટ કરતા વાઘ સાથે તેમનો મેળ બેસી શકે.
ADVERTISEMENT

વન વિભાગે વાઘણ માટે બે વિશેષ વાડા બનાવવાનું આયોજન કર્યું છે, એક ડાંગમાં અને બીજો નર્મદા જિલ્લામાં બનાવવામાં આવશે. આ બંને વાડા આશરે ૪૫ દિવસમાં તૈયાર થવાની અપેક્ષા છે. શરૂઆતમાં બેથી પાંચ હેક્ટર સુધીના વિસ્તારના વિકલ્પો વિચારવામાં આવ્યા હતા, પરંતુ વન વિભાગના અધિકારીઓ મોટા વિસ્તારની તરફેણ કરી રહ્યા છે. આ અંગે ત્રણ દરખાસ્તો રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળ (એનટીસીએ)ને મોકલવામાં આવી છે, જ્યાંથી અંતિમ અભિગમ નક્કી કરવામાં આવશે.
ADVERTISEMENT
દરેક વાઘણને નવા વાતાવરણમાં અનુકૂળ થવા માટે પૂરતો સમય આપવામાં આવશે. આ દરમિયાન તેના અવાજ, હાવભાવ અને વર્તનનું નિરીક્ષણ કરવામાં આવશે. વન વિભાગના અધિકારીઓ માને છે કે આ પ્રકારની વ્યવસ્થા વાઘણને આસપાસના વાતાવરણ સાથે પરિચિત થવામાં મદદરૂપ થઈ શકે છે, સાથે જ વાઘ વાઘણના અવાજ અને હાજરી સામે કેવી પ્રતિક્રિયા આપે છે તે પણ જાણવા મળશે. વાઘણને જંગલમાં છોડ્યા બાદ તરત જ કોઈ જોખમ ઊભું ન થાય અને તે નવા વાતાવરણમાં ધીમે ધીમે ભળી શકે તે માટે આ પ્રક્રિયા મહત્ત્વની છે.
ADVERTISEMENT
વન વિભાગના અધિકારીઓએ સાબરકાંઠાના ઝૂમાંથી એક ઉદાહરણ આપ્યું હતું, જ્યાં સિંહ વાઘણનાે અવાજ સાંભળીને તેના વાડા તરફ આવતો હોવાનું જોવા મળ્યું હતું. અધિકારીઓને આશા છે કે વાઘણના અવાજથી વાઘ પણ તેના તરફ આકર્ષાઈ શકે છે, જોકે વાઘણના અવાજથી વાઘમાં આકર્ષણ કે પ્રતિક્રિયા કેવી રીતે થાય છે તેનો અભ્યાસ પણ કરવામાં આવશે.
ADVERTISEMENT
ગુજરાતના મુખ્ય વન સંરક્ષક જયપાલ સિંહે જણાવ્યું હતું કે વાઘણ માટે પાંચ હેક્ટરના વિશેષ વાડા બનાવવાનું આયોજન વિચારવામાં આવી રહ્યું છે. આ વાડાનો ઉપયોગ વાઘણને જંગલમાં છોડતાં પહેલાં તેમના અનુકૂલન માટે કરવામાં આવશે. વાઘણને જંગલમાં છોડાયા બાદ આ વાડાનો ઉપયોગ અન્ય વન્ય પ્રાણીઓ માટે પણ થઈ શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ગાંધીનગરના એક વન અધિકારીએ જણાવ્યું છે કે જંગલમાં હરણ સહિતનાં શાકાહારી પ્રાણીઓની સંખ્યા મજબૂત કરવાથી વાઘ માટે લાંબા ગાળે ટકાઉ શિકાર આધાર ઊભો થઈ શકે છે. જો જંગલનું વાતાવરણ વાઘના પ્રજનન અને વસવાટને અનુકૂળ હોય તો જ વાઘની વસ્તી લાંબા ગાળે ટકી શકે. આ અભિયાન માત્ર વાઘને જંગલમાં વસાવવાની પ્રક્રિયા નથી, પરંતુ ગુજરાતના વન કર્મચારીઓને પણ એક એવા પ્રાણીના વર્તનને સમજવા અને તેની સાથે કામ કરવા તૈયાર કરવાનો પ્રયાસ છે, જેનું વર્તન સિંહ કરતાં ઘણું અલગ છે. અત્યાર સુધી વન કર્મચારીઓનો અનુભવ મુખ્યત્વે સિંહના સંચાલન અને દેખરેખ સાથે જોડાયેલો રહ્યો છે. હવે તેઓ વાઘની હિલચાલ, આક્રમકતા, નવા વાતાવરણમાં તેની પ્રતિક્રિયા અને વર્તનની રીતો સમજવા માગે છે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
વધુ વાંચો