ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ફરજ પર નીકળેલા એએસઆઈની સળગેલી કારમાંથી લાશ મળીઃ સાથી પોલીસ કર્મચારી સહિત ત્રણની ધરપકડ
Last Updated: 12:56 PM, 19 November 2026
ADVERTISEMENT
દિવાળીની રાતે ફરજ પર જવા નીકળેલા ગુજરાત પોલીસના સહાયક સબ ઈન્સ્પેક્ટર (એએસઆઈ) અશ્વિન બાબુ તબિયાડની બે દિવસ બાદ સળગેલી કારમાંથી લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. શરૂઆતમાં મૃતદેહની ઓળખ કરવી મુશ્કેલ બની હતી, પરંતુ પોલીસને મળેલા ખાખી કપડાના તંતુઓ, ગુજરાત પોલીસનો મોનોગ્રામ, સિલ્વર સ્ટાર અને બાદમાં મળેલી વીંટીના આધારે મૃતકની ઓળખ તબિયાડ તરીકે થઈ હતી. તપાસ દરમિયાન હત્યાનો ભેદ ઉકેલાયો હોવાનો દાવો પોલીસે કર્યો છે. આ કેસમાં સાથી મહિલા હેડ કોન્સ્ટેબલ આલ્ફા અશોક કલાસવા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
ADVERTISEMENT
ફરજ પર જવા નીકળ્યા, બે દિવસ સુધી સંપર્ક ન થયો
૮ નવેમ્બરે રાત્રે આશરે ૧૦.૩૦ વાગ્યે ચિથોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ અશ્વિન બાબુ તબિયાડ સાબરકાંઠા જિલ્લામાં રાત્રિ પેટ્રોલિંગ માટે નીકળ્યા હતા. બે દિવસ બાદ અરવલ્લી જિલ્લાના પાદરા ગામ નજીક જંગલ વિસ્તારમાં એક કાર સળગેલી હાલતમાં મળી આવી હતી. કારની અંદર માનવદેહ પણ બળેલી હાલતમાં હતો. કાર હાથમતી નદીના કાંઠા પાસે મળી આવી હતી, જે ચિથોડા પોલીસ સ્ટેશનથી આશરે આઠ કિલોમીટર દૂર હોવાનું જણાવાયું હતું.
ADVERTISEMENT
ભિલોડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. શરૂઆતમાં મૃતદેહની ઓળખ થઈ શકી નહોતી. પોલીસને ખાખી કપડાના તંતુઓ, ગુજરાત પોલીસનો મોનોગ્રામ અને સિલ્વર સ્ટાર મળ્યાં હતાં. જોકે, આ પુરાવા મૃતકની ઓળખ સ્થાપિત કરવા પૂરતા નહોતા. બાદમાં કારમાંથી મળેલી વીંટીના આધારે મૃતક તબિયાડ હોવાનું ઓળખાયું હતું.
સાથીના હાથ પર દાઝવાના નિશાનથી શંકા ઘેરી
ADVERTISEMENT
તપાસ દરમિયાન પોલીસને તબિયાડના સાથી હેડ કોન્સ્ટેબલ આલ્ફા અશોક કલાસવાના બંને હાથ પર દાઝવાનાં નિશાન જોવા મળ્યાં હતાં. આ બાબતે શંકા ઊભી થતાં પોલીસે તેની પૂછપરછ કરી હતી. તપાસમાં હત્યા, ગુનાઈત કાવતરું અને પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કરવાના આરોપસર આલ્ફા કલાસવા, તેના ભાઈ અને અન્ય બે વ્યક્તિઓ સામે તપાસ આગળ ધપાવવામાં આવી હતી. ૧૭ નવેમ્બરે પોલીસે આલ્ફા કલાસવા, તેના ભાઈ અને અન્ય બે આરોપીઓની ધરપકડ કરી હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
મૃતદેહને કારમાં મૂકી આગ લગાડ્યાનો આરોપ
ADVERTISEMENT
પોલીસના જણાવ્યા અનુસાર, ૯ નવેમ્બરે કલાસવાએ તેના ભાઈ કલ્પેશ અશોક કલાસવાને પિતરાઈ સાથે ઘરે આવવા કહ્યું હતું. તેઓ તબિયાડની કાર લઈને કાનાદર ગામ નજીક એક એકાંત સ્થળે પહોંચ્યા હતા. કલાસવાનો ભાડાનું મકાન ચિથોડા પોલીસ સ્ટેશનની નજીક જ હોવાથી વાહન ઓળખાઈ જવાની આશંકા હતી. આરોપીઓએ પોલીસને તબિયાડના મૃત્યુ અંગે જાણ કરવાની ચર્ચા પણ કરી હતી, પરંતુ બાદમાં તે વિચાર પડતો મૂક્યો હતો.
પોલીસના દાવા મુજબ, કલાસવાના પિતરાઈ પંકજકુમાર મગન કલાસવા અને મિત્ર મનોજકુમાર ભુરાજી વજાજી નિનામા વિજયનગરના પેટ્રોલ પંપ પરથી પાંચ લિટર પેટ્રોલ ખરીદી લાવ્યા હતા. ૯ નવેમ્બરની મોડી રાત્રે તેઓ પરત આવ્યા બાદ તબિયાડના મૃતદેહને પ્લાસ્ટિકની થેલીમાં મૂક્યો, ત્યાર બાદ ચાદરમાં લપેટીને પ્રથમ માળેથી નીચે ખેંચી સુઝુકી ઈકો વાનમાં મૂક્યો હતો. રસ્તામાં કાનાદર ગામમાંથી તબિયાડની કાર લઈને તેઓ પાદરા ગામના બહારના વિસ્તારમાં પહોંચ્યા હતા અને કારમાં મૃતદેહ મૂકીને આગ લગાડી દીધી હોવાનો આરોપ છે.
ADVERTISEMENT
આત્મહત્યાનો દાવો, પરંતુ તપાસમાં શંકાસ્પદ વિગતો
પૂછપરછ દરમિયાન કલાસવાએ તબિયાડે ભાડાના મકાનમાં આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું હતું. તેણે દાવો કર્યો હતો કે તબિયાડે પોતાનો જીવ લીધો હતો અને બાદમાં મૃતદેહને કારમાં મૂકીને આગ લગાડવામાં આવી હતી. કલાસવાના બંને હાથ દાઝ્યા હોવાથી તેણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લીધી હતી અને ડૉક્ટરને ફટાકડાના અકસ્માતમાં ઈજા થઈ હોવાનું જણાવ્યું હતું.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ હવે યુવા વર્ગમાં પક્કડ મજબૂત કરવા ભાજપે ખોલ્યું 'Gen Z' કાર્ડ, કાઉન્ટર પ્લાન તૈયાર
અરવલ્લી જિલ્લાના પોલીસ અધિક્ષક એમ. એન. જાડેજાએ જણાવ્યું હતું કે તપાસ પ્રાથમિક તબક્કામાં છે. ટેક્નિકલ વિશ્લેષણ દ્વારા પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે, પરંતુ મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક તપાસના અહેવાલની રાહ જોવાઈ રહી છે. આરોપીઓના વર્તન, પુરાવા નષ્ટ કરવાના પ્રયાસ અને મૃતદેહને સળગાવવાની ઘટનાને ધ્યાનમાં રાખીને તપાસ ચોક્કસ દિશામાં આગળ વધી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો