ન્યૂઝ અપડેટ્સ
5 ફોટો ગેલેરી
Last Updated: 11:33 PM, 18 November 2026
1/5
આ વર્ષે દેવઉઠની એકાદશીનો તહેવાર ખૂબ જ ખાસ રહેવા જઈ રહ્યો છે. દેવઉઠની એકાદશીના દિવસે પૂર્વાભાદ્રપદ અને ઉત્તરાભાદ્રપદ નક્ષત્રની સાથે સિદ્ધિ યોગનું અદ્ભુત સંયોજન બની રહ્યું છે. આ દુર્લભ સંયોગ ત્રણ રાશિઓ માટે અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવી રહ્યો છે.
2/5
હિન્દુ પંચાંગ અનુસાર દર વર્ષે કારતક સુદ એકાદશીના દિવસે દેવઉઠની એકાદશી ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે આ દિવસે જગતના પાલનહાર ભગવાન વિષ્ણુ પૂરા 4 મહિનાની યોગ નિન્દ્રામાંથી જાગીને પોતાના ભક્તોનો ઉદ્ધાર કરે છે. આ વર્ષે દેવઉઠની એકાદશી ખૂબ જ વિશેષ રહેવાની છે. જ્યોતિષવિદોના જણાવ્યા અનુસાર 20 નવેમ્બરે આવતી દેવઉઠની એકાદશી એક ખૂબ જ મોટા અને દુર્લભ સંયોગમાં આવી રહી છે. આ દિવસે પૂર્વાભાદ્રપદ અને ઉત્તરાભાદ્રપદ નક્ષત્રની સાથે સિદ્ધિ યોગ રચાઈ રહ્યો છે, જેને ત્રણ રાશિઓ માટે અત્યંત શુભ માનવામાં આવ્યો છે.
ADVERTISEMENT
3/5
કર્ક રાશિના જાતકો માટે દેવઉઠની એકાદશીનો સમય ખૂબ જ અનુકૂળ રહી શકે છે. આ સમયગાળા દરમિયાન મનની કોઈ મહત્વપૂર્ણ ઈચ્છા પૂરી થવાના પ્રબળ સંકેતો છે. આર્થિક બાબતોમાં મોટો ફાયદો મળી શકે છે અને ધન સંબંધિત તમામ મુશ્કેલીઓથી રાહત મળવાની પૂરી સંભાવના છે. નોકરી કરતા લોકો માટે પણ ઉત્તમ અવસરો સર્જાઈ શકે છે. નોકરીને લઈને કોઈ મોટી ડીલ કે સોદો થવાના યોગ છે. આવકના નવા સ્ત્રોત સામે આવી શકે છે, જેનાથી આર્થિક સ્થિતિને મજબૂતી મળવાની પૂરી આશા છે. પરિવારમાં સુખદ વાતાવરણ જળવાઈ રહેશે. ઘરના સભ્યો સાથે સારો સમય વિતાવવાની તક મળી શકે છે. કુલ મળીને આ સમય કર્ક રાશિના જાતકો માટે આર્થિક અને પારિવારિક દ્રષ્ટિએ અત્યંત સકારાત્મક સાબિત થઈ શકે છે.
4/5
સિંહ રાશિના જાતકો માટે દેવઉઠની એકાદશીનો સમય અત્યંત ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન ધન લાભના યોગ બની રહ્યા છે. તમારી તમામ આયોજિત યોજનાઓ સફળ થઈ શકે છે અને કાર્યક્ષેત્રમાં આગળ વધવાના નવા અવસરો પ્રાપ્ત થઈ શકે છે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂરા થવાની સંભાવના છે, જેનાથી મનમાં ઉત્સાહ અને સંતોષની ભાવના જળવાઈ રહેશે. વિવાહ યોગ્ય જાતકો માટે પણ સારા સમાચાર મળી શકે છે. લગ્નમાં આવી રહેલી તમામ અડચણો દૂર થવાના યોગ છે અને ઘરમાં લગ્ન માટે મંજૂરી મળી શકે છે. જો તમે કોઈ કાર્યને લઈને લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યા છો, તો તેમાં પણ ઝડપ આવવાની પૂરી સંભાવના છે. આ સમય સિંહ રાશિના જાતકો માટે કરિયર અને અંગત જીવન બંનેમાં સકારાત્મક બદલાવ લાવી શકે છે.
ADVERTISEMENT
5/5
ધનુ રાશિના જાતકો માટે દેવઉઠની એકાદશીનો સમય અનેક બાબતોમાં શુભ સંકેતો આપી રહ્યો છે. આ સમય દરમિયાન ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી શકે છે અને તમારા સખત પ્રયાસોના સારા પરિણામો મળવાની સંભાવના છે. પરિવારમાં ખુશીઓનું વાતાવરણ બની રહેશે. ઘરના લોકો સાથેના સંબંધો વધુ સારા થશે અને આપસી સહકારમાં વધારો થશે. મિત્રો સાથેના સંબંધો વધુ મજબૂત બનશે અને જરૂરિયાતના સમયે તેમનો સાથ તથા સહકાર પ્રાપ્ત થઈ શકે છે. જીવનમાં સફળતા મળવાથી સકારાત્મક બદલાવ અનુભવશો. તમારો આત્મવિશ્વાસ વધશે અને સામાજિક જીવનમાં પણ સક્રિયતા વધશે. આ સમય ધનુ રાશિના જાતકોને પોતાના જીવનના લક્ષ્યો તરફ આગળ વધવા માટે પ્રેરિત કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ