ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 04:29 PM, 18 November 2026
ADVERTISEMENT
બુધવારનો દિવસ શેરબજારના રોકાણકારો માટે ભારે ઉતાર-ચઢાવભર્યો રહ્યો હતો. ટ્રેડિંગની શરૂઆતમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ દિવસ આગળ વધતાં બજારમાં સેલિંગનું જોર વધ્યું અને સેન્સેક્સ-નિફ્ટી બંનેમાં મોટો કડાકો બોલી ગયો. જેમાં એક સમયે સેન્સેક્સ 600 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો જ્યારે નિફ્ટી પણ 200 પોઈન્ટથી વધારે ગગડી ગયો હતો.
ADVERTISEMENT
આ તીવ્ર ગિરાવટને કારણે રોકાણકારોને મોટો ઝટકો લાગ્યો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન ઘટીને આશરે 5.05 લાખ કરોડ રૂપિયા રહી ગયું. આ હિસાબે રોકાણકારોના લગભગ 6 લાખ કરોડ રૂપિયા એક જ ઝટકામાં ડૂબી ગયા.
સેન્સેક્સે પાછલા બંધ 82,532ની સરખામણીએ 82,376 પર ઓપનિંગ કરી હતી પણ પછી તે 81,780ની આસપાસ આવી ગયો હતો. નિફ્ટીએ 25,387થી 25,323 પર શરૂઆત કરી અને પછી 25,141 સુધી જતું રહ્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT
સૌથી વધુ ઘટાડો જોવા મળેલા અમુક શેરોમાં ટાઇટન 4.10%, બજાજ ફાઇનાન્સ 2.30%, TCS 2.20% જેવા લાર્જકેપ શેરો સામેલ છે. જેમાં મિડકેપમાં નેશનલ એલ્યુમિનિયમ, ડિક્સન, KEI જેવા શેરો પણ ઘણા નીચે આવ્યા હતા. આ અચાનક ક્રેશથી બજારમાં રોકાણ કરનારાઓને મોટું નુકસાન થયું છે.
ADVERTISEMENT
(DISCLAIMER : બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ