ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બર્ડ ફ્લૂ સામે ભારતની મોટી સફળતા, દેશની પ્રથમ સ્વદેશી વેક્સિન તૈયાર, આ તારીખે રાષ્ટ્રને કરાશે સમર્પિત!

National / બર્ડ ફ્લૂ સામે ભારતની મોટી સફળતા, દેશની પ્રથમ સ્વદેશી વેક્સિન તૈયાર, આ તારીખે રાષ્ટ્રને કરાશે સમર્પિત!

Published By: Nidhi Panchal

Last Updated: 02:44 PM, 18 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતે બર્ડ ફ્લૂ સામે લડવા માટે પ્રથમ સ્વદેશી H5N1 રસી વિકસાવીને મોટી સફળતા મેળવી છે. આ રસી મરઘાંને જીવલેણ વાયરસથી બચાવવામાં મદદરૂપ બનશે અને ખેડૂતોને થતા આર્થિક નુકસાનને ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

ADVERTISEMENT

બર્ડ ફ્લૂનો એક પ્રકોપ મરઘાં ઉદ્યોગને કેટલું મોટું નુકસાન પહોંચાડી શકે છે તેનો અંદાજ ભૂતકાળમાં સામે આવેલી ઘટનાઓ પરથી લગાવી શકાય છે. હજારો પક્ષીઓનાં મોત, મોટા પાયે મરઘાંની કતલ અને વેપાર પર પ્રતિબંધોને કારણે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવું પડે છે. એટલું જ નહીં, આ વાયરસ મનુષ્યો માટે પણ જોખમ ઊભું કરી શકે છે. ત્યારે હવે આ જીવલેણ બીમારી સામે ભારતે એક મોટી સફળતા મેળવી છે. ભારતે પોતાની પ્રથમ સ્વદેશી બર્ડ ફ્લૂની રસી વિકસાવી છે, જે મરઘાં ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

vaccien'

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આગામી 20 નવેમ્બરના રોજ આ સ્વદેશી રસી રાષ્ટ્રને સમર્પિત કરશે. ભોપાલ સ્થિત ICAR-નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઇ-સિક્યોરિટી એનિમલ ડિસીઝ (NIHSAD) દ્વારા આ રસી વિકસાવવામાં આવી છે. ખાસ કરીને ચિકનને બર્ડ ફ્લૂથી બચાવવા માટે તૈયાર કરવામાં આવેલી આ રસી H5N1 વાયરસ સામે રક્ષણ પૂરું પાડશે.

આ અંગે સત્તાવાર નિવેદન પણ જાહેર કરવામાં આવ્યું

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા આ અંગે સત્તાવાર નિવેદન પણ જાહેર કરવામાં આવ્યું છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, 20 નવેમ્બરે ભોપાલ સ્થિત ICAR-નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઇ-સિક્યોરિટી એનિમલ ડિસીઝ ખાતે ચિકન માટે નિષ્ક્રિય H5N1 (ક્લેડ 2.3.2.1a) અત્યંત રોગકારક એવિયન ઇન્ફ્લુએન્ઝા (HPAI) વાયરસની રસી દેશને સમર્પિત કરવામાં આવશે. આ રસી સંપૂર્ણપણે સ્વદેશી રીતે વિકસાવવામાં આવી છે. H5N1 HPAI વાયરસના ક્લેડ 2.3.2.1a સામે ભારતમાં વિકસાવવામાં આવેલી આ પ્રકારની પ્રથમ રસી છે.

બર્ડ ફ્લૂથી મરઘાં ખેડૂતોને થાય છે મોટું નુકસાન

HPAI એટલે કે હાઇલી પેથોજેનિક એવિયન ઇન્ફ્લુએન્ઝાને સામાન્ય ભાષામાં બર્ડ ફ્લૂ કહેવામાં આવે છે. આ એક ગંભીર બીમારી છે, જે મરઘાં સહિત અન્ય પક્ષીઓને અસર કરે છે. બર્ડ ફ્લૂનો પ્રકોપ ફાટી નીકળે ત્યારે ચેપગ્રસ્ત પક્ષીઓમાંથી 100 ટકા સુધીના મૃત્યુ થવાની શક્યતા રહે છે. તેના કારણે મોટી સંખ્યામાં પક્ષીઓની કતલ કરવી પડે છે અને વેપાર પર પ્રતિબંધો પણ મૂકવામાં આવે છે. પરિણામે મરઘાં ઉછેરતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થાય છે. આ રોગની અસર માત્ર મરઘાં ફાર્મ પૂરતી મર્યાદિત રહેતી નથી, પરંતુ વૈશ્વિક વેપાર, મરઘાં ઉત્પાદનોના ભાવ અને ખેડૂતોની આજીવિકા પર પણ પડે છે. વર્ષ 2006માં ભારતમાં બર્ડ ફ્લૂનો પ્રથમ પ્રકોપ નોંધાયો હતો. ત્યારથી દેશમાં H5N1 અને H5N8 પેટાપ્રકારોના મળીને 500થી વધુ પ્રકોપ નોંધાઈ ચૂક્યા છે.

બર્ડ ફ્લૂના કારણે GDPમાં 1.5 ટકાનો ઘટાડો થવાની શક્યતા

કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, જો દેશમાં બર્ડ ફ્લૂનો મોટો પ્રકોપ ફાટી નીકળે તો ભારતના GDP વૃદ્ધિ દરમાં 1.5 ટકાનો ઘટાડો થઈ શકે છે. જો આ રોગને સમયસર નિયંત્રણમાં લેવામાં ન આવે તો દેશની 20 ટકાથી વધુ મરઘાંની વસ્તી પ્રભાવિત થઈ શકે છે અને તેનો નાશ થવાનું જોખમ પણ ઊભું થઈ શકે છે. વર્ષ 2006માં બર્ડ ફ્લૂના પ્રકોપને કારણે અંદાજે 2,200થી 3,000 કરોડ રૂપિયાનું પ્રત્યક્ષ અને પરોક્ષ નુકસાન થયું હતું. મણિપુરમાં પણ બર્ડ ફ્લૂના પ્રકોપને કારણે રાજ્યના GDPના આશરે 0.5 ટકા જેટલું નુકસાન થયું હતું. આ આંકડા દર્શાવે છે કે બર્ડ ફ્લૂ માત્ર પશુઓના સ્વાસ્થ્યનો પ્રશ્ન નથી, પરંતુ દેશની અર્થવ્યવસ્થા અને ખેડૂતોની આવક સાથે પણ જોડાયેલો ગંભીર મુદ્દો છે.

મનુષ્યોમાં પણ જોવા મળ્યા છે H5N1ના ચેપના કેસ

બર્ડ ફ્લૂ માત્ર પક્ષીઓ માટે જ નહીં, પરંતુ મનુષ્યોના સ્વાસ્થ્ય માટે પણ ચિંતાનો વિષય છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના જણાવ્યા અનુસાર, વર્ષ 2003થી અત્યાર સુધી ભારત સહિત 25 દેશોમાં H5N1 એવિયન ઇન્ફ્લુએન્ઝાના કુલ 1,003 માનવ કેસ નોંધાયા છે. આ ચેપને કારણે 479 લોકોનાં મૃત્યુ પણ થયાં છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, વાયરસના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે H5N1નો ક્લેડ 2.3.2.1a પ્રકાર ચિકનમાં બર્ડ ફ્લૂના મોટાભાગના પ્રકોપ માટે જવાબદાર છે. તાજેતરના સમયમાં સસ્તન પ્રાણીઓ સહિત અનેક પ્રાણીઓની પ્રજાતિઓમાં પણ આ વાયરસના ચેપ નોંધાયા છે. આ ઉપરાંત મનુષ્યોમાં ચેપના ત્રણ કેસ પણ નોંધાયા છે. આવી સ્થિતિમાં મરઘાં ખેડૂતોને થતા આર્થિક નુકસાનને ઘટાડવા ઉપરાંત ચિકનમાંથી અન્ય પ્રાણીઓ અને મનુષ્યોમાં વાયરસનો ફેલાવો અટકાવવો પણ જરૂરી બન્યો છે.

ભારત માટે સ્વદેશી રસી કેમ મહત્વપૂર્ણ છે?

કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, હાલમાં H5N1 વાયરસના ક્લેડ 2.3.2.1a સામે રક્ષણ આપવા માટે કોઈ ચોક્કસ વ્યાપારી રસી ઉપલબ્ધ નથી. આ જ કારણથી ભારત માટે પોતાની સ્વદેશી રસી વિકસાવવી ખૂબ જ મહત્વપૂર્ણ હતી. ભોપાલની ICAR-નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઇ-સિક્યોરિટી એનિમલ ડિસીઝ દ્વારા વિકસાવવામાં આવેલી આ રસી આ જરૂરિયાતને પૂર્ણ કરવા માટે તૈયાર કરવામાં આવી છે.

આ પણ વાંચો : અમદાવાદમાં ટ્રાફિક નિયમ તોડનારાઓની હવે ખેર નથી! બે મહિના બાદ ફરી શરૂ થશે સ્થળ પર જ દંડના મેમો

આ રસીનો મુખ્ય હેતુ હાલમાં ભારતમાં ફેલાઈ રહેલા H5N1 વાયરસના ક્લેડ 2.3.2.1a સામે ચિકનને રક્ષણ આપવાનો છે. 20 નવેમ્બરે કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા આ રસી રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યા બાદ બર્ડ ફ્લૂ સામેની લડાઈમાં ભારતને સ્વદેશી સ્તરે વિકસાવેલું એક મહત્વપૂર્ણ સાધન મળશે. આ પગલું મરઘાં ઉદ્યોગની સુરક્ષા, ખેડૂતોની આજીવિકા અને જાહેર આરોગ્યની દૃષ્ટિએ પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Swadeshi Bird Flu Vaccine H5N1 Vaccine Bird Flu Vaccine India

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ