ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / નશાની વાત કરતાં કેબિનેટ બેઠકમાં ભાવુક થયા PM મોદી, બોલ્યા- નક્સલવાદ ખતમ કર્યો તો નશાનું દુષણ પણ ખતમ કરીશું
Last Updated: 08:27 PM, 18 November 2026
ADVERTISEMENT
દેશના યુવાનોને નશાના વધતા જતા દુષણથી બચાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. બુધવારે નવી દિલ્હીના ભારત મંડપમમાં યોજાયેલી કેન્દ્રીય મંત્રિપરીષદની બેઠક દરમિયાન નશાની સમસ્યાનો ઉલ્લેખ કરતાં PM મોદી ભાવુક થઈ ગયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મુદ્દે વાત કરતી વખતે તેમનુ ગળું પણ ભરાઈ ગયું હતુ.
ADVERTISEMENT
તેમને કહ્યું કે યુવાનોને નશાથી બચાવવું દેશની મોટી જવાબદારી છે અને આ સમસ્યાને મૂળથી જ ખતમ કરવી પડશે. પ્રધાનમંત્રીએ કહ્યું, “જ્યારે નક્સલવાદ ખતમ થઈ શકે છે તો નશાની સમસ્યા પણ ખતમ થઈ શકે છે.” તેમને સુરક્ષા એજન્સીઓ અને સરકારને એ વાતની ખાતરી કરવાનું પણ કહ્યું કે નક્સલવાદ ફરી પાછો ન આવે.
બેઠકમાં પ્રધાનમંત્રીએ દેશમાં ગરીબી ઘટવા અંગે પણ વાત કરી. તેમને યાદ કરાવ્યું કે 2014માં સરકાર બન્યા બાદ તેમને કહ્યું હતું કે આ સરકાર ગરીબો માટે છે. આજે 50 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવી ચૂક્યા છે. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે આ સિદ્ધિ કાયમ રહેવી જોઈએ અને જે લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે તેઓ ફરી ગરીબીમાં ન જાય.
ADVERTISEMENT
તેમને બચતની સંસ્કૃતિ પર પણ ભાર મૂક્યો. તેમને કહ્યું કે ભારતીય સમાજની ઓળખ બચતની આદત છે. “ઈટ ડ્રિંક એન્ડ મેરી પર વિશ્વાસ નથી રાખતા ભારતીયો.” તેમને આર્થિક સુરક્ષા અને નાણાકીય સશક્તિકરણને ભવિષ્યની મોટી જરૂરિયાત ગણાવી.
લગભગ સાડા ત્રણ કલાક ચાલેલી મંત્રીપરિષદની બેઠકમાં ત્રણ મહત્વના પ્રેજેન્ટેશન આપવામાં આવ્યા. એક પ્રેજેન્ટેશન 50 કરોડ લોકોને ગરીબી રેખાથી બહાર કાઢવાની સિદ્ધિ પર કેન્દ્રિત હતી. તેમાં વિશ્વ બેંકના અહેવાલનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. નાણાં મંત્રાલય, આર્થિક બાબતોના વિભાગ, ગ્રામીણ વિકાસ, પંચાયતી રાજ, મત્સ્યપાલન સહિત 11 મંત્રાલયો અને વિભાગોના સચિવોએ જણાવ્યું કે કેન્દ્ર સરકારની યોજનાઓએ કેવી રીતે ગરીબ પરિવારોનું જીવન બદલી નાખ્યું છે.
ADVERTISEMENT
પ્રેજેન્ટેશનમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, હર ઘર જલ યોજના, ઉજ્જ્વલા યોજના, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, ડિજિટલ પહોંચ અને બેંકિંગ સુવિધાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો. આ બેઠકમાં દેશને નક્સલમુક્ત બનાવવાના પ્રયાસો અને જનધન યોજના દ્વારા નાણાકીય સશક્તિકરણ પર પણ પ્રેજેન્ટેશન અપાયું હતું. સપ્ટેમ્બરમાં થયેલી ચિંતન બેઠકમાં નક્કી કરાયેલા ટાર્ગેટ અને સુધારાઓની પ્રગતિની સમીક્ષા પણ કરવામાં આવી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો