ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 2027ની વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસનું અત્યારથી જ મંથન, ભાજપના પેજ પ્રમુખ સામે ઉતારશે 'વોટ રક્ષક'

અમદાવાદ / 2027ની વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસનું અત્યારથી જ મંથન, ભાજપના પેજ પ્રમુખ સામે ઉતારશે 'વોટ રક્ષક'

Published By: Vishal Khamar
Reported By: Dipak Solanki

Last Updated: 05:48 PM, 18 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા અમદાવાદમાં કોંગ્રેસની PAC બેઠક મળી. અમિત ચાવડા અને પ્રભારી સુરજેવાલાની હાજરીમાં ચૂંટણીનો રોડમેપ તૈયાર કરાયો. મતદાર યાદીના દરેક પેજ દીઠ એક વોટ રક્ષક બનાવી વોટ ચોરી અટકાવવા અને બુથ મેનેજમેન્ટ મજબૂત કરવા કોંગ્રેસની તૈયારી.

ADVERTISEMENT

અમદાવાદ: આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત કોંગ્રેસે અત્યારથી જ તૈયારીઓ તેજ કરી દીધી છે. અમદાવાદ સ્થિત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, ગુજરાત કોંગ્રેસના પ્રભારી સુરજેવાલા સહિતના વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતિમાં પોલિટિકલ અફેર્સ કમિટી (PAC)ની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી વિધાનસભા ચૂંટણી માટેનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો.

બુથ મેનેજમેન્ટ પર વિશેષ ભાર મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો

ચૂંટણીમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા અને મતદારો સુધી સીધી પહોંચ ઊભી કરવા કોંગ્રેસ દ્વારા બુથ મેનેજમેન્ટ પર વિશેષ ભાર મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે પક્ષ દ્વારા ‘વોટ રક્ષક’ તૈયાર કરવાની યોજના બનાવવામાં આવી છે.

પેજ દીઠ એક વોટ રક્ષકની નિમણૂક કરવામાં આવશે

કોંગ્રેસની યોજના મુજબ મતદાર યાદીના દરેક પેજ દીઠ એક વોટ રક્ષકની નિમણૂક કરવામાં આવશે. ભાજપના પેજ પ્રમુખની સામે કોંગ્રેસ પોતાના વોટ રક્ષકને મેદાનમાં ઉતારશે. મતદાર યાદીના દરેક પેજ સુધી પહોંચીને મતદારો સાથે સંપર્ક વધારવો, બુથ સ્તરે સંગઠન મજબૂત કરવું અને મતદાન પ્રક્રિયા પર નજર રાખવી એ આ વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય રહેશે. સાથે જ કથિત વોટ ચોરી અટકાવવા માટે પણ વોટ રક્ષકોની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે.

પદયાત્રા, ટ્રેક્ટર યાત્રા સહિતના કાર્યક્રમો જાહેર કરવામાં આવશે

આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા માત્ર શહેરી વિસ્તારો જ નહીં, પરંતુ જિલ્લા અને તાલુકા કક્ષા સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જનતાને સ્પર્શતા પ્રશ્નો અને સ્થાનિક મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને પદયાત્રા, ટ્રેક્ટર યાત્રા સહિતના કાર્યક્રમો જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચોઃ ભાજપના શાસનમાં કોળી સમાજને દેશમાં સર્વોચ્ચ સ્થાન મળ્યું, રાષ્ટ્રપતિ કોળી સમાજમાંથી બન્યા હતાઃ હીરા સોલંકી

કોંગ્રેસે સંગઠનને બુથ સ્તર સુધી સક્રિય કરવાની દિશામાં કવાયત

આમ, વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે સંગઠનને બુથ સ્તર સુધી સક્રિય કરવાની દિશામાં કવાયત શરૂ કરી છે. હવે જોવાનું એ રહેશે કે ‘વોટ રક્ષક’ની આ રણનીતિ આગામી ચૂંટણીમાં કોંગ્રેસ માટે કેટલી અસરકારક સાબિત થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Congress News Gujarat Politics Ahmedabad News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ