ન્યૂઝ અપડેટ્સ
6 ફોટો ગેલેરી
Last Updated: 04:44 PM, 18 November 2026
1/6
કાર્તિક શુક્લ પક્ષની એકાદશીને દેવઉઠી એકાદશી કે પ્રબોધિની એકાદશી કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાંથી જાગે છે અને ચાતુર્માસ પૂરો થાય છે. ચાતુર્માસ સમાપ્ત થતાં જ શુભ અને માંગલિક કાર્યો પરના પ્રતિબંધ હટી જાય છે અને લગ્ન-વિવાહના શુભ મુહૂર્ત પણ ખુલી જાય છે. આ કારણે આ એકાદશીને ખૂબ મહત્વન માનવામાં આવે છે. આ વર્ષે તે ભીષ્મ પંચકમાં પણ પડી રહી છે.
2/6
હિન્દુ પંચાંગ અનુસાર કાર્તિક શુક્લ એકાદશી તિથિ 20 નવેમ્બર 2026ના સવારે 7:15 વાગ્યે શરૂ થશે અને 21 નવેમ્બરના સવારે 6:31 વાગ્યે પૂરી થશે. જેમાં ઉદય તિથિના આધારે વ્રત શુક્રવાર, 20 નવેમ્બરે રાખવામાં આવશે. તો વ્રતનું પારણ શનિવાર 21 નવેમ્બરે સવારે 6:49થી 8:56 વાગ્યા વચ્ચે કરવું જોઈએ.
ADVERTISEMENT
3/6
આ વર્ષે બ્રહ્મ મુહૂર્ત સવારે 5:01થી 5:54 વાગ્યે છે. અભિજિત મુહૂર્ત સવારે 11:45થી બપોરે 12:28 વાગ્યે છે.વિજય મુહૂર્ત બપોરે 1:53થી 2:35 વાગ્યે છે. ગોધૂલિ મુહૂર્ત સાંજે 5:26થી 5:52 વાગ્યે છે. અમૃત કાળ 21 નવેમ્બર રાત્રે 2:03થી 3:39 વાગ્યે છે. નિશિતા મુહૂર્ત 21 નવેમ્બર રાત્રે 11:40થી 12:34 વાગ્યે છે. તો રવિ યોગ આખો દિવસ રહેશે.
4/6
ADVERTISEMENT
5/6
ઘીનો દીવો પ્રગટાવીને ફળ, ફૂલ, ધૂપ, દીપ અને નૈવેદ્ય અર્પણ કરો. પ્રસાદમાં તુલસીના પાંદડા જરૂરી સામેલ કરો, કારણ કે તુલસી વગર ભગવાન વિષ્ણુનો ભોગ અધૂરો માનવામાં આવે છે. વ્રત કથા સાંભળો કે વાંચો, આરતી કરો અને અંતે જરૂરિયાતમંદો તથા બ્રાહ્મણોને અન્ન, વસ્ત્ર કે દાન આપો. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે તેવી માન્યતા છે.
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ