ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભાજપના શાસનમાં કોળી સમાજને દેશમાં સર્વોચ્ચ સ્થાન મળ્યું, રાષ્ટ્રપતિ કોળી સમાજમાંથી બન્યા હતાઃ હીરા સોલંકી
Last Updated: 04:51 PM, 18 November 2026
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને હજુ એક વર્ષથી વધુ સમય બાકી છે, પરંતુ રાજ્યના રાજકારણમાં અત્યારથી જ મુખ્યમંત્રી પદ અને સમાજના રાજકીય પ્રતિનિધિત્વને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. દ્વારકાના ભાજપના ધારાસભ્ય પબુભા માણેકે કોળી સમાજમાંથી મુખ્યમંત્રી હોવા જોઈએ તેવું નિવેદન આપ્યા બાદ રાજકીય માહોલ ગરમાયો છે. રાજ્ય સરકારના મંત્રી પરસોત્તમ સોલંકીએ આ નિવેદનને સમર્થન આપ્યું હતું. હવે રાજુલાના ધારાસભ્ય હિરા સોલંકીએ પણ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી છે.
ADVERTISEMENT
હિરા સોલંકીએ પબુભા માણેકના નિવેદનને યોગ્ય ગણાવતાં કહ્યું હતું કે, સમાજને હજુ વધુ મોટું સ્થાન મળવું જોઈએ. જોકે, મુખ્યમંત્રી કોને બનાવવા તે નિર્ણય ભાજપનું મોવડીમંડળ જ લેતું હોય છે.
ADVERTISEMENT
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવાની માગ વચ્ચે ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીએ સમગ્ર મુદ્દે પોતાની સ્પષ્ટતા રજૂ કરી છે. તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી કોને બનાવવા તે નિર્ણય પક્ષ દ્વારા લેવામાં આવે છે. ભાજપના શાસનમાં કોળી સમાજને દેશના ઉચ્ચ પદ પર સ્થાન આપવામાં આવ્યું હોવાનું જણાવતાં તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું ઉદાહરણ આપ્યું હતું. હીરા સોલંકીએ કહ્યું કે કોળી સમાજમાંથી આવતા રામનાથ કોવિંદને દેશના રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હતા. બીજી તરફ, પરષોત્તમ સોલંકીના નિવેદન અંગે પ્રતિક્રિયા આપતાં તેમણે કહ્યું કે દરેક વ્યક્તિના વિચારો અલગ-અલગ હોય છે. ભાઈએ જે વાત કરી છે તે મુજબ સમાજને હજુ પણ વધુ મળવું જોઈએ. આમ, કોળી સમાજને વધુ રાજકીય પ્રતિનિધિત્વ આપવાની માગને લઈને હીરા સોલંકીએ પક્ષની ભૂમિકા અને સમાજની અપેક્ષાઓ બંને અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.
ADVERTISEMENT
પબુભા માણેક અને પરસોત્તમ સોલંકીના નિવેદન અંગે હિરા સોલંકીએ કહ્યું હતું કે, "ભાઈએ જે વાત કરી છે તે બરાબર છે. દરેકના વિચારો અલગ-અલગ હોય છે. સમાજને હજુ મોટું સ્થાન મળવું જોઈએ. દરેક સમાજની આવી લાગણી હોય છે અને તે થવું પણ જોઈએ. જોકે, મુખ્યમંત્રી અંગેનો અંતિમ નિર્ણય તો પાર્ટીનું મોવડીમંડળ જ લેતું હોય છે."
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, દ્વારકામાં કોળી સમાજની વાડી ખાતે 12 નવેમ્બરે યોજાયેલા માતાજીના માંડવાના પ્રસંગમાં પબુભા માણેકે કોળી સમાજના રાજકીય સ્થાન અંગે નિવેદન આપ્યું હતું. આ પ્રસંગે રાજુલાના ધારાસભ્ય હિરા સોલંકી પણ ઉપસ્થિત હતા.
પબુભા માણેકે કહ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી પણ કોળી સમાજના હોવા જોઈએ. તેમણે કોળી સમાજને ગુજરાતમાં બીજા નંબરનો મોટો સમાજ ગણાવી યુવાનોને જાગૃત થવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, અગાઉના વડીલોએ પણ સમાજ માટે સારાં કામ કર્યાં છે, પરંતુ હવે યુવાનોએ આગળ આવીને પોતાની તાકાત અને એકતા બતાવવાની જરૂર છે.
ADVERTISEMENT
દ્વારકામાં કોળી સમાજના સંમેલનમાં પબુભા માણેકનું મોટું નિવેદન દ્વારકામાં કોળી સમાજની વાડી ખાતે યોજાયેલા સમાજના સંમેલનમાં ધારાસભ્ય પબુભા માણેકે મુખ્યમંત્રી પદને લઈને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, અત્યારે ગુજરાતમાં કોળી સમાજ બીજા નંબરે છે અને સમાજમાંથી મુખ્યમંત્રી બનવા જોઈએ. આ માટે સમાજે જાગૃત થવાની જરૂર હોવાનું પણ પબુભા માણેકે જણાવ્યું હતું. તેમના આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. #Dwarka #PabubhaManek #KoliSamaj #GujaratPolitics #VTVDigital
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) November 16, 2026
ADVERTISEMENT
પબુભા માણેકના નિવેદન બાદ રાજ્ય સરકારના મંત્રી અને કોળી સમાજના અગ્રણી નેતા પરસોત્તમ સોલંકીએ પણ ખુલ્લેઆમ સમર્થન આપ્યું હતું. ગાંધીનગરમાં આ મુદ્દે પ્રતિક્રિયા આપતાં તેમણે કહ્યું હતું કે, પબુભા માણેકે જે વાત કરી છે તેને તેમનું સંપૂર્ણ સમર્થન છે. પરસોત્તમ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, સમાજના પ્રમાણમાં કોળી સમાજને પણ સત્તા અને રાજકારણમાં મોટું સ્થાન મળવું જોઈએ. આ સાથે તેમણે આશા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, "આનું પરિણામ મળશે, મળશેને મળશે."
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવાની માંગ પર પરસોત્તમ સોલંકીનું મોટું નિવેદન #ParshottamSolanki #KoliSamaj #CM #GujaratPolitics #PoliticalStatement #VTVDigital https://t.co/n4Mrn4sRgc
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) November 17, 2026
આ પણ વાંચોઃ ગુજરાતમાં પ્રદૂષણ સંબંધિત આરોગ્ય વીમા દાવા 3 વર્ષમાં 3.7 ગણા વધ્યા, ₹7.26 કરોડનું વળતર ચૂકવાયું
પબુભા માણેકના નિવેદનથી શરૂ થયેલી ચર્ચાને પરસોત્તમ સોલંકી અને હિરા સોલંકીનું સમર્થન મળતાં ગુજરાતના રાજકારણમાં કોળી સમાજના રાજકીય પ્રતિનિધિત્વનો મુદ્દો ફરી કેન્દ્રસ્થાને આવ્યો છે. જોકે, ભાજપના નેતૃત્વ દ્વારા મુખ્યમંત્રી પદ અંગે કોઈ નિર્ણય કે સંકેત આપવામાં આવ્યો નથી. તેમ છતાં, આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં કોળી સમાજને સત્તામાં વધુ મહત્વ અને ઉચ્ચ રાજકીય સ્થાન આપવાની માંગ ભાજપ માટે રાજકીય ચર્ચાનો મહત્વનો વિષય બની શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો
વાઈબ્રન્ટ સમિટ 2027 / વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-2027માં 35 વર્ષથી ઓછી વયના સફળ બિઝનેસમેનને મળશે વૈશ્વિક મંચ