ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વિશ્વામિત્રી રિવાઇવલ કે ભ્રષ્ટાચારનો ખેલ? અઢી વર્ષ બાદ પણ અનેક કામ અધૂરાં
Last Updated: 08:01 PM, 18 November 2026
ADVERTISEMENT
વડોદરામાં વર્ષ 2024 ના ઓગસ્ટ મહિનામાં ભયંકર પૂર આવ્યું હતું જેમાં હજારો લોકોને મુશ્કેલી વેઠવી પડી હતી, ત્યારબાદ સરકારે 1200 કરોડ રૂપિયા જાહેર કરી નવલવાલાની કમિટી બનાવી હતી, જેમાં નવલવાલા કમિટીના અહેવાલ મુજબ ટૂંકા ગાળાના 11 સૂચનો 6 મહિનાથી એક વર્ષમાં પૂરા કરવાના હતા, પરંતુ અઢી વર્ષ વીતવા છતાં મહત્વના 3 સૂચનોના કામો હજી શરૂ જ નથી થયા.
ADVERTISEMENT

કોર્પોરેશન અને સરકારે માત્ર લોકોને મૂર્ખ બનાવ્યાનો આક્ષેપ
ADVERTISEMENT
તો બીજી તરફ, લાંબા ગાળાના 4 સૂચનોના કામો પણ અઢી વર્ષ બાદ હજી પ્રારંભિક તબક્કામાં પણ નથી પહોંચ્યા. ત્યારે જનતાનો આક્ષેપ છે કે કોર્પોરેશન અને સરકારે માત્ર લોકોને મૂર્ખ બનાવ્યા છે અને નદીને ઊંડી-પહોળી કરવાના નામે માટી વેચીને મોટો ભ્રષ્ટાચાર કર્યો છે. કોંગ્રેસના કોર્પોરેટરે પણ સવાલ ઉઠાવ્યો છે કે તંત્ર ક્યારેય સમયમર્યાદામાં કામ નથી કરતું અને લોકોને માત્ર ખોટા સ્વપ્ન બતાવાય છે. વર્ષોથી માત્ર વાતો થાય છે, જમીન પર કામ દેખાતું નથી.
સર્વે બાદ કામગીરી શરૂ કરવામાં આવશે
ADVERTISEMENT
વિશ્વામિત્રી રિવાઈવલ પ્રોજેક્ટ વિવાદને લઈ કાર્યપાલક ઈજનેર લક્ષ્યાંક નેદરિયાએ જણાવ્યું હતું કે, ઓગસ્ટ 2024 માં વિશ્વામિત્રી નદીમાં જે ભારે પુરની સ્થિતિ સર્જાઈ હતી. જે બાદ સરકાર દ્વારા ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરવામાં આવી હતી. જે બાદ સમિતિની રચના કરવામાં આવેલ હતી. સમિતિ દ્વારા ફાઈનલ રિપોર્ટ તૈયાર કર્યો હતો. જેમાં 11 કામગીરી 8 કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. વિશ્વામિત્રી નદીમાં આવતા પુરના પાણીના કાયમી નિકાલ માટે મિનિ નદીમાં પાણી ડાયવર્જન કરવાનો એક પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટમાં જે વધારાનું પાણી શહેરમાં પ્રવેશે છે. જેને શહેર બહારથી જ સેફલી ડાયવર્ટ કરી શકીએ. તે માટે અંદાજે 17 કિલોમીટર લંબાઈમાં જમીન સંપાદન કરીને સિંચાઈ વિભાગનું આયોજન હાલ સર્વે હેઠળ છે. સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ તે લોકો દ્વારા કામગીરી શરૂ કરવામાં આવશે.

ADVERTISEMENT
લક્ષ્યાંક નેદરિયા ( કાર્યપાલક ઈજનેર - વિશ્વામિત્રી પ્રોજેક્ટ- વીએમસી)
વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટમાં કેટલું કામ થયું, કેટલું બાકી તેની વાત કરીએ તો…
ADVERTISEMENT
એક પણ કામ સમય મર્યાદામાં પૂરુ થયું નથીઃ ચંદ્રકાંત શ્રીવાસ્તવ
ADVERTISEMENT
કોંગ્રેસના સિનિયર કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, એક પણ કામ સમય મર્યાદામાં પૂરુ થયું નથી. એક કામ આઠ થી ચાર વર્ષ સુધી લંબાવ્યા કર્યા છે. એમના રૂપિયા વધારી દીધા છે. એક જ કોન્ટ્રાક્ટ જે એમના મળતીયા છે. એમને સમય લંબાવી દે છે કામ વધારી દે છે. મે કેટલા પુર જોયા અને કેટલા પુરની અંદર મે વાયદા જોયા. આ વિશ્વામિત્રી નદીની અંદર શુદ્ધ પાણી વહે છે, સાઈડમાં લોકો ચાલી રહ્યા છે બધા ખૂબ સપના દેખાડ્યા. હાલની જે વિશ્વામિત્રી નદી છે તેને તમે શુદ્ધ કરી શક્યા, શું એને સાફ કરી શક્યા, મગરોનો ત્રાસ દૂર કરી શક્યા. અને જે વાયદા કરો છો એને પુરા કરો ખોટા વાયદા કરીને લોકોને મૂર્ખ બનાવો છો.

ચંદ્રકાંત શ્રીવાસ્તવ ( સિનિયર કોંગ્રેસ કોર્પોરેટર)
કામ બાકી

જોકે આ મામલે પાલિકાના વિશ્વામિત્રી પ્રોજેક્ટના અધિકારીનો દાવો છે કે ટૂંકા ગાળાના 11 માંથી 8 સૂચનો પર કામ પૂર્ણ થઈ ગયું છે અને લાંબા ગાળાના પ્રોજેક્ટ્સ માટે પ્રક્રિયા ચાલુ છે.
આ પણ વાંચોઃ 2027ની વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસનું અત્યારથી જ મંથન, ભાજપના પેજ પ્રમુખ સામે ઉતારશે 'વોટ રક્ષક'
ચોમાસામાં પાણી ભરાવાની અને પૂરની દહેશત
વડોદરાવાસીઓને દર ચોમાસે પાણી ભરાવાની અને પૂરની દહેશત સતાવે છે. ત્યારે કરોડો રૂપિયાના ખર્ચ છતાં જો સમયસર આયોજનબદ્ધ કામો પૂરા નહીં થાય, તો સરકાર અને તંત્રના દાવાઓ માત્ર કાગળ પર જ રહી જશે. હવે જોવું એ રહ્યું કે વહીવટી તંત્ર આ મંથર ગતિની કામગીરીને વેગ આપીને વડોદરાને કાયમી સુરક્ષા ક્યારે પૂરી પાડે છે?
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.