ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતના સચિન હોજીવાલામાં કાલિકા સાડી કંપનીમાં ભીષણ આગ, પાંચ ફાયર ફાઈટર ઘટનાસ્થળે

VIDEO / સુરતના સચિન હોજીવાલામાં કાલિકા સાડી કંપનીમાં ભીષણ આગ, પાંચ ફાયર ફાઈટર ઘટનાસ્થળે

Published By: Vishal Khamar
Reported By: Dhruv Sompura

Last Updated: 11:19 PM, 18 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના સચિન હોજીવાલામાં આવેલી કાલિકા સાડી કંપનીમાં ભીષણ આગ લાગી હતી. ત્રણ માળ સુધી આગ પ્રસરતા અફરાતફરી મચી હતી. ફાયર વિભાગની પાંચ ગાડીઓએ આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી. સદનસીબે જાનહાનિ નહીં.

ADVERTISEMENT

સુરત: શહેરના સચિન GIDC વિસ્તારમાં આવેલા હોજીવાલા રોડ પર કાપડની એક ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગે ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ફેક્ટરીના ચારેય માળ આગની લપેટમાં આવી ગયા હતા. ઘટનાને પગલે સમગ્ર ઔદ્યોગિક વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું

મળતી માહિતી મુજબ, હોજીવાલા રોડ પર આવેલી કાપડની ફેક્ટરીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ફેક્ટરીમાં મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી. ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને બિલ્ડિંગના ચારેય માળને પોતાની લપેટમાં લઈ લીધા હતા. આ ભયાનક દ્રશ્ય જોઈને આસપાસના લોકો અને ફેક્ટરીમાં કામ કરતા કામદારોમાં ગભરાટ ફેલાયો હતો. મોટી સંખ્યામાં લોકો રસ્તા પર દોડી આવતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ભેસ્તાન, ઉન અને ઉધના ફાયર સ્ટેશનની 5 ગાડીઓ દોડી આવી

ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. ભેસ્તાન, ઉન અને ઉધના ફાયર સ્ટેશનની કુલ પાંચ ફાયર ફાઇટર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર જવાનોએ આગને વધુ ફેલાતી અટકાવવા માટે સતત પાણીનો મારો ચલાવી રાતદિવસની પરવા કર્યા વિના યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી.જોકે, ફેક્ટરીમાં કાપડનો મોટો જથ્થો હોવાને કારણે આગ પર કાબૂ મેળવવામાં ફાયર વિભાગને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

પોલીસ દ્વારા આસપાસનો વિસ્તાર ખાલી કરાવાયો

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રની ટીમો પણ સ્થળ પર પહોંચી હતી. સુરક્ષાના ભાગરૂપે આસપાસના વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો હતો અને વાહનવ્યવહારને નિયંત્રિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ અમદાવાદ પોલીસ એક્શન મોડમાં, નશાનો કારોબાર કરતા 6 આરોપીની ધરપકડ

જાનહાનિ અંગે હજુ સત્તાવાર સ્પષ્ટતા નહીં

આગને કારણે ફેક્ટરીમાં રહેલો કાપડનો જથ્થો, મશીનરી અને અન્ય સામગ્રીને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાની આશંકા છે. જોકે, અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ જ નુકસાનનો સાચો અંદાજ સામે આવશે. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવશે. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે, પરંતુ સત્તાવાર તપાસ બાદ જ આગનું સાચું કારણ સ્પષ્ટ થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kalika Saree Company Fire Sachin Hojiwala Fire Surat Fire News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ