ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટમાં દારૂબંધીના લીરેલીરા, ખાનગી થિયેટરમાં દારૂની મહેફિલનો વીડિયો થયો વાયરલ

કાર્યવાહી ક્યારે / રાજકોટમાં દારૂબંધીના લીરેલીરા, ખાનગી થિયેટરમાં દારૂની મહેફિલનો વીડિયો થયો વાયરલ

Published By: Vishal Khamar
Reported By: Sunny Maiyad

Last Updated: 08:57 PM, 18 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના નાણાવટી ચોક પાસે આવેલા Event Flix ખાનગી થિયેટરમાં દારૂની મહેફિલ યોજાઈ હોવાનો વીડિયો વાયરલ થયો છે. મેનેજમેન્ટે મંજૂરી ન આપ્યાનો ખુલાસો કરતાં જવાબદાર કર્મચારીઓને છૂટા કર્યાનું જણાવ્યું.

ADVERTISEMENT

રાજકોટમાં દારૂબંધીના કાયદાના અમલ સામે ફરી સવાલો ઊભા થયા છે. નાણાવટી ચોક પાસે આવેલા વિઝન 20-20 કોમ્પ્લેક્સમાં EVENT FLIX નામના ખાનગી થિયેટરમાં દારૂની મહેફિલ યોજાઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

બર્થડે અને એનિવર્સરી સેલિબ્રેશનના પેકેજની આડમાં દારૂ સાથે પાર્ટી

બર્થડે અને એનિવર્સરી સેલિબ્રેશનના પેકેજની આડમાં દારૂ સાથે પાર્ટી યોજાતી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર સેલિબ્રેશનની જાહેરાત અને દારૂની બોટલો દેખાતો વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે. સવાલ એ છે કે, આ પાર્ટીમાં દારૂ પીરસવા માટે કોઈ કાયદેસર પરમિટ લેવામાં આવી હતી કે પછી દારૂબંધીના કાયદાનો ભંગ કરીને ગેરકાયદે દારૂની મહેફિલ યોજાઈ હતી?

ખાનગી થિયેટરમાં યોજાયેલ દારૂ પાર્ટીનો વીડિયો વાયરલ

રાજકોટમાં અગાઉ સારાજા હોટેલનો દારૂ પાર્ટી મામલો ચર્ચામાં આવ્યો હતો. ત્યારે હવે ખાનગી થિયેટરમાં વાયરલ થયેલા આ વીડિયો બાદ ફરી પોલીસ અને તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. વીડિયો વાયરલ થયા બાદ VTV ન્યૂઝની ટીમ EVENT FLIX થિયેટર ખાતે પહોંચતા સંચાલકો સ્થળ બંધ કરી જતા રહ્યા હોવાનો દાવો છે. બીજી તરફ સમગ્ર મામલે EVENT FLIX મેનેજમેન્ટ દ્વારા સોશિયલ મીડિયા પર સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ વિશ્વામિત્રી રિવાઇવલ કે ભ્રષ્ટાચારનો ખેલ? અઢી વર્ષ બાદ પણ અનેક કામ અધૂરાં

મેનેજમેન્ટે જણાવ્યું છે કે, આ પ્રકારની પાર્ટીને કંપની દ્વારા કોઈ મંજૂરી આપવામાં આવી નહોતી અને આ પ્રવૃત્તિ મેનેજમેન્ટની મંજૂરી વગર કરવામાં આવી હતી... સાથે જ સંબંધિત વ્યક્તિઓને નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા હોવાનો પણ ખુલાસો કરાયો છે...પરંતુ હવે સવાલ એ છે કે, જો મેનેજમેન્ટની મંજૂરી વગર દારૂની પાર્ટી યોજાઈ હતી તો જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી થશે ખરી?વીડિયો વાયરલ થયા બાદ પોલીસ તપાસ કરશે?રાજકોટમાં દારૂબંધીના કાયદાનો અમલ માત્ર કાગળ પર જ છે કે ખરેખર કડક કાર્યવાહી થશે? તે જોવું રહ્યું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot private theatre liquor party Event Flix Rajkot Rajkot liquor party viral video

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ