ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વાપીમાં જ્વેલર્સ પર હુમલાના કેસમાં મોટી અપડેટ, પાંચ કરોડની ખંડણી માગી હતી, દુબઈ સુધી જોડાયેલા છે ષડયંત્રના તાર
Last Updated: 10:31 PM, 18 November 2026
ADVERTISEMENT
ઔદ્યોગિક નગરી વાપીમાં ધમધમતા મેઇન બજારમાં ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. વાપીના ગાંધી માર્કેટ વિસ્તારમાં આવેલી અભિષેક જ્વેલર્સના માલિકના ભાઈ પર ધોળે દિવસે અજાણ્યા શખ્સોએ ચાકુ વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.
ADVERTISEMENT
ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ
ઘટનાને પગલે વેપારીઓ અને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગાંધી માર્કેટમાં આવેલી અભિષેક જ્વેલર્સના માલિક પ્રદીપ શાહ ના ભાઈ લલિત શાહ પર કેટલાક શખ્સોએ અચાનક ચાકુ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં જ્વેલર્સના માલિકના ભાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા. હુમલા પાછળનું કારણ શરૂઆતમાં સ્પષ્ટ થયું ન હતું.ઘટનાની જાણ થતાં જ વાપી ટાઉન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
ADVERTISEMENT

પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસો
ADVERTISEMENT
વાપીમાં બનેલ આ સનસની ઘટનાને લઈને વલસાડ જિલ્લા એસપી, ડીએસપી સહિત જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. જોકે ઘટના બાદ વલસાડ જિલ્લા પોલીસ તાત્કાલિક દોડતી થઈ હતી અને ગણતરીના સમયમાં જ પોલીસને સફળતા મળી હતી .અત્યાર સુધી પોલીસે આ મામલામાં ત્રણ આરોપીઓની અટકાયત કરી છે. અને તેમની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે.

ADVERTISEMENT
આરોપીઓએ હુમલા પહેલા રેકી પણ કરી
પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓ પર એક નજર કરીએ તો મૂળ પંજાબના લવપ્રીતસિંગ નિર્મલ સિંગ... જુગરાજ ઉર્ફે યુવરાજ સુખદેવસિંગ અને અમોલકસિંગ બક્ષિસ સિંગ નો સમાવેશ થાય છે .વાપી પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપીઓએ ફરિયાદી પાસેથી ખંડણી માટે આ જીવલેણ હુમલો કર્યો હતો .અને આરોપીઓએ ફરિયાદી પાસેથી રૂપિયા પાંચ કરોડની ખંડણીની માંગ કરી હોવાનું બહાર આવી રહ્યું છે. આરોપીઓએ હુમલા પહેલા રેકી પણ કરી હતી અને મોકો જોઈ આ હુમલાને અંજામ આપ્યો હતો. અત્યારે ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. ઘટનાની ગંભીરતા જોતા રેન્જ આઈજી પણ સ્થળ પર પહોંચ્યા હતા અને આ મામલે ઊંડાણપૂર્વક તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જો કે પોલીસની આગામી તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા જોવાઈ રહી છે.
ADVERTISEMENT

કામ બદલ તમામ ત્રણે આરોપીઓને પૈસા આપવાની વાત હતી
ADVERTISEMENT
પોલીસની તપાસમાં બહાર આવી છે કે આરોપી જુગરાજ ઉર્ફે યુવરાજ પહેલા દુબઈમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો તો આ દરમિયાન અકસ્માતના એક ગુનામાં તે દુબઈની જેલમાં ગયો હતો .આ દરમિયાન જેલમાં તેની મુલાકાત હરજીંદર સિંગ ઉર્ફે હેરી ઢીલોન જે મૂળ પંજાબનો હતો તેની સાથે થઈ હતી. આ દરમિયાન હેરી પોતાને ગેંગસ્ટર તરીકે ઓળખ આપતો હતો. અને તેણે આરોપી જુગરાજ ને મુંબઈમાં ઇન્ટિરિયર ડેકોરેટેડ સર્વિસની એક ઓફિસમાં તોડફોડ કરવાનું કામ આપ્યું હતું .ત્યાર બાદ થોડા દિવસ અગાઉ જ હેરીએ જુગરાજ નો સંપર્ક કરી આ જ્વેલર્સ માલિકો પાસે 5 કરોડની ખંડણીની માંગ કરી હતી. જે નહીં આપતા ..વાપીના આ જ્વેલર્સ ના માલિકો પર હુમલો કરવા નું કામ આપ્યું હતું.. કામ બદલ તમામ ત્રણે આરોપીઓને 50 ...50 હજાર રૂપિયા આપવાની વાત કરી હતી.
આ પણ વાંચોઃ રાજકોટમાં દારૂબંધીના લીરેલીરા, ખાનગી થિયેટરમાં દારૂની મહેફિલનો વીડિયો થયો વાયરલ
આરોપીઓ ટ્રેન દ્વારા અમૃતસર થી વાપી આવ્યા
આથી આરોપીઓ 12 તારીખે ટ્રેન દ્વારા અમૃતસર થી વાપી આવ્યા હતા અને અહીં હોટલમાં રોકાઈ તેઓ આ જ્વેલર્સ સંચાલકોની રેકી કરી રહ્યા હતા. અને મોકો જોઈ ભોગ બનનાર જ્યારે બાથરૂમ કરવા ગયા એ દરમિયાન પાછળ જઈ અને આરોપીઓએ તેના પર કોઇતા ચપ્પુ છરી જેવા તીક્ષણ હથિયાર વડે જીવલેણ હુમલો કરી અને તેનું મોબાઈલ રેકોર્ડિંગ પણ કરી અને દુબઈમાં બેઠેલા હેરી ને તે વિડિયો પણ મોકલ્યો હતો. જો કે ગણતરીના સમયમાં જ આરોપીઓ પોલીસના હાથે લાગી જતા હવે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. જોકે માસ્ટર માઈન્ડ હજુ દુબઈમાં બેઠેલો છે. અત્યારે આરોપીઓ આઠ દિવસના પોલીસ ડિમાન્ડ હેઠળ છે. આથી આગામી સમયમાં આરોપીઓની પૂછપરછ માં હજુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતાઓ જોવાઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.