ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:46 PM, 18 November 2026
ADVERTISEMENT
આગામી 5 દાયકામાં ભારત સહિત સમગ્ર વિશ્વમાં ધાર્મિક વસ્તીનું ગણિત બદલાઈ શકે છે. અમેરિકાની જાણીતી સંશોધન સંસ્થા Pew Research Centerના નવા અભ્યાસમાં હિંદુ, મુસ્લિમ અને ખ્રિસ્તી સમુદાયોની વસ્તીને લઈને મહત્વનો અંદાજ રજૂ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ પ્રમાણે હિંદુઓની કુલ સંખ્યા વધશે પરંતુ વિશ્વની કુલ વસ્તીમાં તેમનો હિસ્સો થોડો ઘટી શકે છે.
ADVERTISEMENT
2020થી 2070 સુધીમાં ભારતની હિન્દુ વસ્તીમાં 17.6 કરોડનો વધારો થશે. જોકે મુસ્લિમોની પ્રજનન દર વધુ રહેવાને કારણે દેશની કુલ વસ્તીમાં હિન્દુઓનો હિસ્સો થોડો ઘટી શકે છે. આ ફેરફાર છતાં 2070 સુધી ભારતની કુલ વસ્તીમાં હિન્દુઓની હિસ્સેદારી ત્રણ-ચતુર્થાંશથી વધુ જળવાઈ રહેવાની શક્યતા છે.
જેમાં વૈશ્વિક સ્તરે હિન્દુ વસ્તીમાં 19.9 કરોડનો વધારો થઈને તે આશરે 1.4 અબજ સુધી પહોંચશે. પરંતુ વિશ્વની બાકીની વસ્તી વધુ ઝડપથી વધશે તેથી વૈશ્વિક વસ્તીમાં હિન્દુઓની હિસ્સેદારી 2020ના 15% થી ઘટીને 2070માં 14% રહેવાનો અંદાજ છે.
ADVERTISEMENT
પ્યૂ રિસર્ચની આ રિપોર્ટ મોટા પાયે કરવામાં આવેલા અભ્યાસનો ભાગ છે. તેમાં 2020 અને 2070 વચ્ચે મુખ્ય ધર્મોને માનનારાઓની સંખ્યા અને બંધારણમાં થનારા ફેરફારોની તપાસ કરવામાં આવી છે. આ અંદાજોમાં પ્રજનન દર, વય માળખું, ધર્મ પરિવર્તન અને ઇન્ટરનેશનલ સ્થળાંતરના તફાવતોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે.
ભારતમાં છેલ્લા અમુક દાયકાઓમાં કુલ પ્રજનન દરમાં ઝડપી ઘટાડો થયો છે છતાં હિન્દુ મહિલાઓની સરખામણીએ મુસ્લિમ મહિલાઓના સરેરાશ વધુ બાળકો છે. આથીદેશની કુલ વસ્તીમાં મુસ્લિમોની હિસ્સેદારી વધશે અને હિન્દુઓની ઘટશે તેવું માનવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
2020માં ભારતમાં 1.1 અબજ હિન્દુ હતા જે વિશ્વની કુલ હિન્દુ વસ્તીનો આશરે 95% હિસ્સો છે. રિપોર્ટમાં દેશવાર હિંદુ વસ્તીના આંકડાઓ પણ રજૂ કરવામાં આવ્યા છે. 2020ના આંકડા પ્રમાણે ભારત વિશ્વમાં સૌથી વધુ હિંદુ વસ્તી ધરાવતો દેશ છે. ત્યારબાદ નેપાળ, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ઇન્ડોનેશિયાનો ક્રમ આવે છે.
ADVERTISEMENT
આ રીપોર્ટ પ્રમાણે 2070 સુધી અમેરિકા વિશ્વની પાંચમી સૌથી મોટી હિન્દુ વસ્તીવાળો દેશ બની જશે. ઓસ્ટ્રેલિયા પણ ટોપ 10માં સામેલ થવાની અપેક્ષા છે. પાકિસ્તાનમાં હિન્દુ વસ્તી બમણી થઈને 1 કરોડ સુધી પહોંચી શકે છે. તો સંયુક્ત આરબ અમીરાત ટોપ-10ની યાદીમાંથી બહાર થઈ શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ