ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / GTA 6 ભારતમાં લોન્ચ થયાની ચર્ચા, 13 વર્ષ બાદ ગેમિંગ જગતમાં ધમાકો, શું PUBGને આપશે ટક્કર?
Last Updated: 08:01 AM, 19 November 2026
ADVERTISEMENT
ભારત અને સમગ્ર વિશ્વના ગેમર્સ જે ગેમની છેલ્લા 13 વર્ષથી રાહ જોઈ રહ્યા હતા, તે આખરે લોન્ચ થઈ ગઈ છે. રોકસ્ટાર ગેમ્સ દ્વારા Grand Theft Auto 6 - GTA 6 રજૂ કરવામાં આવી છે. 13 વર્ષના લાંબા સમયની રાહ જોયા બાદ આ નવી ગેમ આવી છે. યુકે (UK) માં તો ઘણા લોકોએ આ ગેમ રમવા માટે કામ પરથી રજા પણ લીધી છે, કેટલાકે તો તેમની રજાની અરજીઓમાં સ્પષ્ટપણે GTA 6 નો ઉલ્લેખ પણ કર્યો છે.
ADVERTISEMENT
19 નવેમ્બરની શરૂઆતથી તે ભારતમાં લોન્ચ થઈ ગઈ છે. ગેમ કંપનીએ જણાવ્યું હતું કે તે સ્થાનિક સમય મુજબ મધ્યરાત્રિએ દરેક દેશમાં લોન્ચ થશે. હવે તે ભારતમાં લોન્ચ થઈ ગઈ છે. નોંધનીય છે કે, ન્યુઝીલેન્ડ એવા પ્રથમ દેશોમાંનો એક હતો જ્યાં ગેમર્સને GTA 6 રમવાની તક મળી હતી.
GTA 6 ના ચાહકોને 'વાઈસ સિટી'ની દુનિયામાં પાછા ફરવાની તક મળશે. આ વખતે, ગેમમાં બે નવા પાત્રો રજૂ કરવામાં આવ્યા છે: જેસન ડુઇવાલ અને લુસિયા કેમિનોસ. તેમની કહાની ક્રાઇમ વર્લ્ડની આસપાસ ફરશે.
ADVERTISEMENT
કેવી રીતે રમાશે GTA 6?
GTA 6 હવે PlayStation 5 અને Xbox Series X/S માટે રિલીઝ થઈ ગયું છે. જોકે, તેનું PC વર્ઝન હજુ સુધી લોન્ચ કરવામાં આવ્યું નથી, તેથી તે માટે થોડી વધુ રાહ જોવી પડશે.
ADVERTISEMENT
GTA 6 ફાઇલ સ્ટોરેજ કેપેસિટી
ગેમર્સને GTA 6 ડાઉનલોડ કરવા માટે ઘણી મોટી સ્ટોરેજ ક્ષમતાની જરૂર પડશે. ગેમ ફાઇલનું કદ આશરે 212GB હોવાનું જણાવવામાં આવ્યું છે.
ADVERTISEMENT
ક્યા દેશની જેમ દેખાશે Vice City
GTA 6 ની વાર્તા 'લિઓનિડા' નામના રાજ્યમાં આકાર લે છે, જે અમેરિકાના ફ્લોરિડા રાજ્યથી પ્રેરિત હોય તેવું લાગે છે. ગેમમાં જોવા મળતું પ્રખ્યાત 'વાઇસ સિટી'એ મિયામી શહેરનું એક કાલ્પનિક સ્વરૂપ છે. આ નવા ભાગ માટે, ડેવલપર્સે બે નવા પાત્રો રજૂ કર્યા છે: જેસન ડુઇવાલ અને લુસિયા કેમિનોસ.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ હિંદુ, મુસ્લિમ અને ખ્રિસ્તીઓની વસ્તીમાં કેવો આવશે બદલાવ? 2070ના આંકડા જાણીને ચોંકી જશો
GTA 6ના ટ્રેલર મચાવ્યો ધમાલ
ADVERTISEMENT
થોડા કલાકો પહેલા જ GTA 6 રજૂ કરવામાં આવ્યું છે અને તેના ટ્રેલરે ભારે ચર્ચા જગાવી દીધી છે. આ ટ્રેલરને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે; તે રિલીઝ થયાના પ્રથમ 24 કલાકમાં જ YouTube પર 9.3 કરોડ વખત જોવામાં આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ