ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જૂનાગઢમાં કચરો ભર્યા બાદ ટ્રક આગળ વધારતાં પિતાને ખબર ન પડી કે દીકરી આગળ રમતી હતી, 3 વર્ષની માસૂમનું મો*ત
Last Updated: 07:43 AM, 19 November 2026
ADVERTISEMENT
જૂનાગઢમાં એક એવી દુર્ઘટના બની છે, જેણે સૌના હૃદયને હચમચાવી દીધા છે. જે પિતા પોતાની દીકરીને લાડકોડથી ઉછેરી રહ્યા હતા, તેમને જ અજાણતાં પોતાના હાથે ત્રણ વર્ષની માસૂમ પુત્રીનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જૂનાગઢના GIDC-02 વિસ્તારમાં આવેલા એક પ્લાસ્ટિકના કારખાનામાં પિતાની મીની બોલેરો ટ્રક નીચે આવી જતાં ત્રણ વર્ષની બાળકીનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
ADVERTISEMENT

મળતી માહિતી મુજબ, જૂનાગઢ GIDCના GIDC-02 વિસ્તારમાં આવેલા પ્લાસ્ટિકના કારખાનામાં આ દુર્ઘટના બની હતી. બાળકીના પિતા રણજીતકુમાર શાહ મીની બોલેરો ટ્રક ચલાવતા હતા. તેઓ કારખાનામાં કચરો ભરવા માટે આવ્યા હતા. કારખાનામાં કચરો ભરવાની કામગીરી પૂર્ણ થયા બાદ તેમણે પોતાની ટ્રક આગળ વધારી હતી. જોકે, તે સમયે તેમને અંદાજ પણ નહોતો કે તેમની ત્રણ વર્ષની દીકરી નંદિની વાહનની આગળ રમી રહી છે.
ADVERTISEMENT
પિતાએ ટ્રક આગળ વધારતાં જ માસૂમ નંદિની તેની અડફેટે આવી ગઈ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બાળકીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. પોતાની જ દીકરી સાથે આવી દુર્ઘટના બની હોવાની જાણ થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. જે પિતા પોતાની દીકરીને ખુશીથી રમતી જોવા માગતા હતા, તેમની જ નજર સામે આવી દુર્ઘટના સર્જાતાં પરિવારની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ હતી.
ADVERTISEMENT
આ સમગ્ર દુર્ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. કારખાનામાં બનેલી આ ઘટનાના દૃશ્યો હૃદયદ્રાવક છે. અકસ્માત બાદ માતા-પિતાએ પોતાની માસૂમ દીકરીને ગુમાવવાનું દુઃખ વ્યક્ત કર્યું છે. ત્રણ વર્ષની નંદિનીના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. આ ઘટનાએ ફરી એકવાર વાહન ચલાવતી વખતે આસપાસની સ્થિતિ પર ધ્યાન રાખવું કેટલું જરૂરી છે તે દર્શાવ્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : કોંગ્રેસના હોબાળા વચ્ચે VMCની બેઠકમાં યુસુફ પઠાણના પ્લોટની દરખાસ્ત મંજૂર
બીજી તરફ, ઘટનાની જાણ થતાં પોલીસ પણ તપાસમાં લાગી ગઈ છે. પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. કારખાનામાં કયા સંજોગોમાં અકસ્માત સર્જાયો અને સમગ્ર ઘટનાની અન્ય વિગતો અંગે પોલીસ તપાસ કરી રહી છે. આ મામલે મૃતક બાળકીના પિતા રણજીતકુમાર શાહની બાઈટ પણ સામે આવી છે. ત્રણ વર્ષની માસૂમ નંદિનીના અચાનક મોતથી પરિવારની દુનિયા ઉજડી ગઈ છે અને સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
વધુ વાંચો