ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમરેલીમાં પાણીની રજૂઆત કરવા આવેલા ગ્રામજનો સામે ઉપસરપંચની રિવોલ્વર અને ધોકો બતાવી દાદાગીરી! 5 સામે ગુનો નોંધાયો!
Last Updated: 12:31 PM, 19 November 2026
ADVERTISEMENT
જનતાની સમસ્યાઓ સાંભળીને તેનું નિરાકરણ લાવવાની જવાબદારી જનપ્રતિનિધિઓની હોય છે, પરંતુ જ્યારે જનતાની રજૂઆતનો જવાબ હથિયારથી આપવામાં આવે ત્યારે સમગ્ર ઘટનાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ગ્રામજનો પાણીની સમસ્યાને લઈને રજૂઆત કરવા પહોંચ્યા હતા, પરંતુ વાતચીત દરમિયાન બોલાચાલી થતાં મામલો બબાલ સુધી પહોંચી ગયો હતો. આ દરમિયાન ગ્રામ પંચાયતના ઉપસરપંચ જીતુ વાળાએ જાહેરમાં રિવોલ્વર બતાવી દાદાગીરી કરી હોવાનો આક્ષેપ છે. એટલું જ નહીં, રિવોલ્વર અને ધોકો લઈને ગ્રામજનો પર હુમલો કર્યાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ચર્ચા શરૂ થઈ છે.
ADVERTISEMENT

મળતી માહિતી મુજબ, અમરેલીના લાઠી તાલુકામાં ગ્રામજનો લાંબા સમયથી પાણીની સમસ્યાને લઈને મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. આ સમસ્યાના નિરાકરણ માટે ગ્રામજનો ગ્રામ પંચાયતના ઉપસરપંચ જીતુ વાળા પાસે રજૂઆત કરવા પહોંચ્યા હતા. ઉપસરપંચ તરીકે તેમની જવાબદારી હોવાથી ગ્રામજનોએ પાણીની સમસ્યા અંગે પોતાની વાત રજૂ કરી હતી. જોકે, રજૂઆત દરમિયાન કોઈ કારણોસર ઉપસરપંચ અને ગ્રામજનો વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. શરૂઆતમાં થયેલી સામાન્ય બોલાચાલીએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
ADVERTISEMENT
આક્ષેપ પ્રમાણે, બોલાચાલી દરમિયાન ઉપસરપંચ જીતુ વાળા ગુસ્સે ભરાયા હતા અને પોતાનું ભાન ભૂલી ગયા હતા. તેમણે જાહેરમાં રિવોલ્વર કાઢીને ગ્રામજનો સામે તાણી હતી. એટલું જ નહીં, ધોકો લઈને પણ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જે વ્યક્તિને ગ્રામજનોની સમસ્યાઓ સાંભળીને તેનું નિરાકરણ લાવવાની જવાબદારી સોંપવામાં આવી છે, તે જ વ્યક્તિ સામે હથિયાર બતાવીને દાદાગીરી કરવાનો આક્ષેપ થતાં સમગ્ર મામલો ગરમાયો છે.
ADVERTISEMENT
ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈને લાઠી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અહીં ગ્રામજનોએ ઉપસરપંચ જીતુ વાળા સામે ઉગ્ર રજૂઆત કરી હતી અને સમગ્ર ઘટનામાં યોગ્ય પોલીસ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પાણી જેવી પાયાની જરૂરિયાત માટે રજૂઆત કરવા ગયેલા લોકો સાથે થયેલા આ વર્તનને લઈને ગ્રામજનોમાં નારાજગી ફેલાઈ હતી.
ADVERTISEMENT
આ સમગ્ર મામલે લાઠી પોલીસ સ્ટેશનમાં ઉપસરપંચ જીતુ વાળા સહિત કુલ 5 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પાણીની સમસ્યાની રજૂઆતથી શરૂ થયેલો વિવાદ હવે પોલીસ ફરિયાદ સુધી પહોંચ્યો છે. જાહેરમાં રિવોલ્વર બતાવવી અને ધોકા વડે હુમલો કરવાના આક્ષેપોને કારણે આ ઘટના ચર્ચાનો વિષય બની છે. હાલ આ મામલે કાયદેસરની કાર્યવાહીનો મુદ્દો મહત્વનો બન્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.