ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગોધરા સબજેલમાં પત્નીની હ*ત્યાના ગુનામાં એક વર્ષથી બંધ કેદીએ બાથરૂમમાં ગળે*ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ગુજરાત / ગોધરા સબજેલમાં પત્નીની હ*ત્યાના ગુનામાં એક વર્ષથી બંધ કેદીએ બાથરૂમમાં ગળે*ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

Published By: Nidhi Panchal

Last Updated: 10:40 AM, 19 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંચમહાલની ગોધરા સબજેલમાં એક કેદીના મોતથી ચકચાર મચી ગઈ છે. પત્નીની હત્યાના ગુનામાં છેલ્લા એક વર્ષથી સજા ભોગવી રહેલા કાચા કામના કેદી સુનિલ ચંદવાનીએ જેલના બાથરૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.

ADVERTISEMENT

પંચમહાલ જિલ્લામાં આવેલી ગોધરા સબજેલમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેલની ચાર દીવાલો વચ્ચે કેદીઓની સુરક્ષા અને દેખરેખની જવાબદારી જેલ તંત્રની હોય છે, ત્યારે સબજેલમાં જ એક કેદીએ આત્મહત્યા કરી લેતાં અનેક સવાલો ઊભા થયા છે. પત્નીની હત્યાના ગુનામાં છેલ્લા એક વર્ષથી જેલમાં સજા ભોગવી રહેલા કાચા કામના કેદી સુનિલ ચંદવાનીએ બાથરૂમમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટનાને પગલે જેલ તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

Godhra

મળતી માહિતી મુજબ, પંચમહાલ જિલ્લાના ગોધરામાં આવેલી સબજેલમાં સુનિલ ચંદવાની નામનો કેદી છેલ્લા એક વર્ષથી બંધ હતો. તે પોતાની પત્નીની હત્યાના ગુનામાં જેલમાં સજા ભોગવી રહ્યો હતો. સુનિલ ચંદવાની કાચા કામના કેદી તરીકે જેલમાં હતો. દરમિયાન તેણે જેલમાં આવેલા બાથરૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાની જાણ થતાં જ જેલમાં હાજર કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી.

તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ DySP, FSL અને મામલતદાર સહિતની ટીમ ગોધરા સબજેલ ખાતે દોડી આવી હતી. અધિકારીઓની ટીમે ઘટનાસ્થળે પહોંચી જરૂરી તપાસ હાથ ધરી હતી. કેદીએ કયા સંજોગોમાં આત્મહત્યા કરી અને આ ઘટના પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે સહિતની બાબતોની તપાસ કરવામાં આવી રહી છે.

સુનિલ ચંદવાનીના પિતાએ જેલ સત્તાધીશો સામે ગંભીર આક્ષેપો કર્યા

બીજી તરફ, આ ઘટનાને લઈને મૃતક સુનિલ ચંદવાનીના પિતાએ જેલ સત્તાધીશો સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા અનુસાર, પુત્રના મોતની જાણ પરિવારજનોને સમયસર કરવામાં આવી નહોતી. પરિવારને ઘટનાની જાણ મોડી કરવામાં આવી હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. જેલમાં આવી ગંભીર ઘટના બની હોવા છતાં પરિવારને તાત્કાલિક જાણ કેમ કરવામાં ન આવી તે અંગે પણ સવાલો ઊભા કર્યા છે.

પિતાના આક્ષેપોને પગલે સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો

મૃતકના પિતાના આક્ષેપોને પગલે સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે. પરિવારજનોએ સુનિલના મોત પાછળના સંજોગોની યોગ્ય અને નિષ્પક્ષ તપાસ કરવાની માગ કરી છે. જેલમાં કેદીઓની સુરક્ષા માટે કરવામાં આવતી વ્યવસ્થા, ઘટનાના સમયે જેલમાં હાજર કર્મચારીઓની કામગીરી અને પરિવારને જાણ કરવામાં થયેલા વિલંબ સહિતના મુદ્દાઓ તપાસનો વિષય બન્યા છે.

આ પણ વાંચો : ઘોડાસર બ્રિજ પાસે નશામાં ધૂત કારચાલકે BRTS કોરિડોરમાં બે ટુ-વ્હીલરને મારી ટક્કર, રેલિંગમાં ઘૂસી કાર, 4 લોકો ઈજાગ્રસ્ત!

હાલ DySP, FSL અને મામલતદારની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં કેદીના મોત પાછળના ચોક્કસ કારણો અને ઘટનાની પરિસ્થિતિ અંગે વધુ વિગતો સામે આવી શકે છે. ગોધરા સબજેલમાં બનેલી આ ઘટનાએ જેલની સુરક્ષા વ્યવસ્થા અને કેદીઓની દેખરેખ સામે અનેક સવાલો ઊભા કર્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Prisoner Suicide Panchmahal News Godhra Jail

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ