ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:25 AM, 19 November 2026
ADVERTISEMENT
મીડિયા રિપોર્ટ મુજબ, સરકાર આ નિયમના અમલીકરણમાં ઉતાવળ કરવા માંગતી નથી અને તેને 2027ની વિધાનસભા ચૂંટણીઓ પછી સુધી મુલતવી રાખવામાં આવી શકે છે. તેનું એક મુખ્ય કારણ વેપારીઓ અને તેમના સંગઠનો દ્વારા કરવામાં આવી રહેલો વિરોધ છે. આવતા વર્ષે ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે. હાલમાં, UPI વ્યવહારો પરના શુલ્ક ક્યારથી લાગુ થશે તે અંગે કોઈ વિગતવાર માહિતી ઉપલબ્ધ નથી.
ADVERTISEMENT
શું છે UPI પર MDR લગાવવાનુ પ્રપોઝલ?
મીડિયા રિપોર્ટ મુજબ, દેશમાં હાલમાં UPI દ્વારા નાણાં મોકલવાની અને મેળવવાની સુવિધા સામાન્ય રીતે મફત છે. જોકે, સપ્ટેમ્બર મહિનામાં એક પ્રસ્તાવ સામે આવ્યો હતો, જેમાં અમુક મોટા UPI વ્યવહારો પર MDR લાગુ કરવાની યોજનાનો સમાવેશ થાય છે. આ પ્રસ્તાવ હેઠળ, 2,000 રુપિયા થી વધુના અમુક ચોક્કસ વેપારી ટ્રાન્જેક્સન પર 0.4 ટકાનો MDR લાગુ કરવામાં આવશે. જોકે, 75,000 રુપિયા કે તેથી વધુ રકમના ટ્રાન્જેક્શન માટે, આ શુલ્ક વધુમાં વધુ 300 રુપિયા સુધી મર્યાદિત રહેશે. આનો અર્થ એ છે કે, જો કોઈ ગ્રાહક દુકાન પર 5,000 રુપિયાનું UPI પેમેન્ટ કરે, તો વેપારીએ તે વ્યવહાર માટે નિર્ધારિત દરના આધારે શુલ્ક ચૂકવવું પડી શકે છે.
ADVERTISEMENT
આ નિયમમાં સામાન્ય જનતા માટે પણ કેટલીક રાહત આપવામાં આવી છે. વ્યક્તિથી વ્યક્તિ વચ્ચેના નાણાં ટ્રાન્સફર પર કોઈ શુલ્ક લાગશે નહીં. તેવી જ રીતે, 2,000 રુપિયા સુધીના વેપારી પેમેન્ટ પણ ફ્રી રહેશે. નાના દુકાનદારોને પણ છૂટછાટ આપવાનો પ્રસ્તાવ છે; જે નાના વેપારીઓને UPI QR કોડ દ્વારા દર મહિને 1 લાખ રુપિયા સુધીની ચૂકવણી મળે છે, તેમને MDR લાગુ પડશે નહીં.
કેમ લાગુ નથી થઇ રહયો નવો નિયમ?
ADVERTISEMENT
MDR લાગુ કરવાની તૈયારીઓ પહેલેથી જ ચાલી રહી હતી. શરૂઆતમાં તેને 15 ઓક્ટોબરે અમલમાં મૂકવાનું આયોજન હતું, પરંતુ દિવાળી અને તે સમયગાળાની વ્યાપારી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને તેને મુલતવી રાખવામાં આવ્યું હતું. તે સમયે, UPI અને સર્વિસીસ સ્ટીયરિંગ કમિટીએ નિર્ણય લીધો હતો કે નવી તારીખની જાહેરાત પછીથી કરવામાં આવશે.
ADVERTISEMENT
સરકાર, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) હજુ સુધી આના અમલીકરણની તારીખ અંગે કોઈ સહમતી પર પહોંચી શક્યા નથી. વાસ્તવમાં, વેપારી સંગઠનોએ આ પ્રસ્તાવ અંગે અગાઉ જ નારાજગી વ્યક્ત કરી હતી. સપ્ટેમ્બર મહિનામાં, આવા અનેક સંગઠનોએ 2જી ઓક્ટોબરે 'નો યુપીઆઈ ડે' પાળવાની જાહેરાત કરી હતી; જોકે, નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથેની વાતચીત બાદ આ વિરોધ પ્રદર્શન પાછું ખેંચી લેવામાં આવ્યું હતું. હવે એવી ચિંતા છે કે જો ટૂંક સમયમાં કોઈ સમજૂતી નહીં સધાય, તો આ નિર્ણય ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પછી સુધી મુલતવી રાખવામાં આવી શકે છે.
ADVERTISEMENT
નાના દુકાનદારો માટે NPCIની નવી યોજના
MDR લાગુ કરવાની તૈયારીઓ વચ્ચે, NPCI એ નાના વેપારીઓને ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમમાં લાવવા માટે 'UPI ફોર બિઝનેસ' યોજના શરૂ કરી છે. 11 નવેમ્બરના રોજ બહાર પાડવામાં આવેલા એક પરિપત્ર મુજબ, MDR દ્વારા એકત્ર થયેલ ફંડનો ઉપયોગ નાના દુકાનદારોને ડિજિટલ પેમેન્ટની સુવિધાઓ પૂરી પાડવા માટે કરવામાં આવશે.આ પહેલ હેઠળ, દુકાનદારોને UPI QR કોડ અને સાઉન્ડબોક્સ મેળવવામાં મદદ કરવામાં આવશે. સાઉન્ડબોક્સ એ એક એવું ડિવાઇસ છે જે જ્યારે પણ કોઈ પેમેન્ટ પ્રાપ્ત થાય, ત્યારે દુકાનદારને ઓડિયો સૂચના આપે છે. આ યોજના MDR લાગુ થયાની તારીખથી ત્રણ વર્ષ સુધી અમલમાં રહેશે. તેનો ઉદ્દેશ્ય નાના વેપારીઓ માટે ડિજિટલ પેમેન્ટ સ્વીકારવાનું સરળ બનાવવાનો છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ GTA 6 ભારતમાં લોન્ચ થયાની ચર્ચા, 13 વર્ષ બાદ ગેમિંગ જગતમાં ધમાકો, શું PUBGને આપશે ટક્કર?
શું સામાન્ય ગ્રાહકોએ પણ આપવો પડશે ચાર્જ?
હાલ પૂરતું, UPIના નિયમિત યૂઝર્સએ આ પ્રસ્તાવ અંગે ચિંતા કરવાની જરૂર નથી. યોજના અનુસાર, ગ્રાહકો માટે 2,000 રુપિયા સુધીના વ્યક્તિગત ટ્રાન્સફર અને વેપારીઓને કરવામાં આવતી પેમેન્ટ્સ ફ્રી રહેશે. પ્રસ્તાવિત MDRનો બોજ ગ્રાહક પર નહીં, પરંતુ વેપારી પર આવશે. જો કે, જો વેપારીઓએ ડિજિટલ પેમેન્ટ માટે વધારાનો ખર્ચ ભોગવવો પડે, તો તેની અસર તેમના વ્યવસાય પર પડી શકે છે. કેટલાક દુકાનદારો માલ સામાનના ભાવ વધારીને આની ભરપાઈ કરવાનો પ્રયાસ કરી શકે છે. સરકારનું વલણ એવું છે કે MDRનો બોજ ગ્રાહકો પર નાખવો જોઈએ નહીં. હવે સૌની નજર એ વાત પર છે કે સરકાર, RBI અને NPCI મળીને આ નિયમ લાગુ કરવા માટે કઈ તારીખ નક્કી કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ