ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / ગુજરાત સરકારમાં સરકારી નોકરીની સુવર્ણ તક, લાયકાત શું હોવી જોઈએ અને કેટલો મળશે પગાર? જાણો ભરતીની સંપૂર્ણ વિગતો!
8 ફોટો ગેલેરી
Last Updated: 09:29 AM, 20 November 2026
1/8
આ ભરતી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ કરવામાં આવશે. પસંદગી પામેલા ઉમેદવારોને શરૂઆતના પાંચ વર્ષ સુધી દર મહિને ₹40,800 ફિક્સ પગાર મળશે. ત્યારબાદ નિયમો મુજબ પગાર ધોરણમાં નિમણૂક મળી શકે છે. આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર પાસે નક્કી કરેલી શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી છે. અરજી કરવાની છેલ્લી તારીખ પણ લંબાવવામાં આવી છે, જેથી લાયક ઉમેદવારોને અરજી કરવાની વધુ તક મળી છે.
2/8
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 466/2026-27 હેઠળ ફૂડ સેફ્ટી ઓફિસર, વર્ગ-3ની કુલ 6 જગ્યાઓ ભરવામાં આવશે. આ ખાસ ભરતી ઝુંબેશ માત્ર દિવ્યાંગ ઉમેદવારો માટે છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરીમાં આ નિમણૂક કરવામાં આવશે.જાહેરાતમાં દિવ્યાંગતાના અલગ-અલગ પ્રકાર પ્રમાણે જગ્યાઓની વહેંચણી કરવામાં આવી છે. અંધત્વ અથવા ઓછી દ્રષ્ટિ ધરાવતા ઉમેદવારો માટે 2, બહેરાશ અથવા ઓછું સાંભળવાની તકલીફ ધરાવતા ઉમેદવારો માટે 2, હલનચલન સંબંધિત દિવ્યાંગતા માટે 1 અને અન્ય નિર્ધારિત દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો માટે 1 જગ્યા રાખવામાં આવી છે.
ADVERTISEMENT
3/8
આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી રસાયણશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી હોવી જરૂરી છે. આ ઉપરાંત ફૂડ ટેકનોલોજી, ડેરી ટેકનોલોજી, બાયોટેકનોલોજી, ઓઇલ ટેકનોલોજી, કૃષિ વિજ્ઞાન, પશુચિકિત્સા વિજ્ઞાન, બાયોકેમિસ્ટ્રી, માઇક્રોબાયોલોજી અથવા મેડિસિનમાં ડિગ્રી ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકે છે.આ સાથે ઉમેદવારને કમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન હોવું જોઈએ. ગુજરાતી અથવા હિન્દી ભાષા અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું પણ જરૂરી છે. ઉમેદવાર પાસે ભરતીના નિયમો પ્રમાણે માન્ય દિવ્યાંગતા પ્રમાણપત્ર હોવું જોઈએ.
4/8
ફૂડ સેફ્ટી ઓફિસરની આ ભરતી માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 37 વર્ષ હોવી જોઈએ. દિવ્યાંગ ઉમેદવારોને સરકારના નિયમો પ્રમાણે ઉપલી વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. કેટેગરી અને મહિલા-પુરુષના આધારે આ છૂટછાટ અલગ હોઈ શકે છે. જોકે લાગુ પડતી છૂટછાટ અને મહત્તમ વયમર્યાદા માટે ઉમેદવારોએ જાહેરાતમાં આપેલી શરતો તપાસવી જરૂરી છે.
ADVERTISEMENT
5/8
આ ભરતીમાં પસંદગી પામનારા ઉમેદવારોને શરૂઆતના પાંચ વર્ષ માટે દર મહિને ₹40,800 ફિક્સ પગાર આપવામાં આવશે. પાંચ વર્ષનો સમયગાળો પૂર્ણ થયા બાદ ઉમેદવારની કામગીરી સંતોષકારક જણાશે તો સાતમા પગાર પંચના લેવલ-5 પ્રમાણે નિયમિત નિમણૂક મળી શકે છે.આ નિયમિત પગાર ધોરણ ₹29,200થી ₹92,300 સુધીનું રહેશે. જોકે નિયમિત નિમણૂક માટે સરકારના લાગુ નિયમો અને શરતોનું પાલન કરવું પડશે.
6/8
ફૂડ સેફ્ટી ઓફિસરની પસંદગી સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે. પરીક્ષા CBRT અથવા OMR પદ્ધતિથી લેવામાં આવી શકે છે. પરીક્ષામાં સામાન્ય જ્ઞાન, તાર્કિક ક્ષમતા, ગણિત, ભાષા અને સંબંધિત વિષયના પ્રશ્નોનો સમાવેશ થશે. પરીક્ષાની તારીખ, સમય અને અન્ય સૂચનાઓ ભરતી પ્રક્રિયા દરમિયાન જાહેર કરવામાં આવશે. પરીક્ષા બાદ લાયક ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે અને મેરિટના આધારે પસંદગી થશે.
ADVERTISEMENT
7/8
આ ભરતી માટે શરૂઆતમાં અરજી કરવાની છેલ્લી તારીખ 10 નવેમ્બર 2026 નક્કી કરવામાં આવી હતી. જોકે ઉમેદવારોને વધુ સમય આપવા માટે અરજીની તારીખ લંબાવવામાં આવી છે. હવે ઉમેદવારો 10 ડિસેમ્બર 2026ના રાત્રે 11:59 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકશે. પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ 13 ડિસેમ્બર 2026 છે.દિવ્યાંગ ઉમેદવારો માટે પરીક્ષા ફી ₹400 રાખવામાં આવી છે. પરીક્ષામાં હાજર રહેનારા ઉમેદવારોને નિયમ મુજબ આ ફી પરત મળવાપાત્ર રહેશે.
8/8
આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોએ OJASની વેબસાઇટ https://ojas.gujarat.gov.in પર જવાનું રહેશે. ત્યાં કરન્ટ એડવર્ટાઈઝમેન્ટ વિભાગમાં જઈને જાહેરાત ક્રમાંક 466/2026-27 પસંદ કરવાની રહેશે. ત્યારબાદ ઓનલાઈન અરજીના વિકલ્પ પર ક્લિક કરીને જરૂરી વિગતો ભરવાની રહેશે.અરજી કરતી વખતે શૈક્ષણિક લાયકાત, જન્મતારીખ, દિવ્યાંગતા અને અન્ય જરૂરી પ્રમાણપત્રોની વિગતો કાળજીપૂર્વક ભરવી. ફોર્મમાં તમામ વિગતો તપાસ્યા બાદ તેને કન્ફર્મ કરવું અને લાગુ પડતી પરીક્ષા ફી ભરવી. અંતે અરજીની પ્રિન્ટ અને ફીની રસીદ સાચવી રાખવી. ભરતી અને પરીક્ષાને લગતી નવી સૂચનાઓ માટે GSSSBની સત્તાવાર વેબસાઇટ પણ જોતા રહેવું.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ