ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'લેખિત નોટિસ થકી જ સમન્સ મોકલી શકાય', ગુજરાત હાઈકોર્ટે પોલીસને કરી ટકોર

ન્યાયિક / 'લેખિત નોટિસ થકી જ સમન્સ મોકલી શકાય', ગુજરાત હાઈકોર્ટે પોલીસને કરી ટકોર

Published By: Hiralal Parmar
Reported By: Parth Jani

Last Updated: 09:38 AM, 20 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત હાઈકોર્ટે પોલીસને એવી ટકોર કરી છે કે ફક્ત લેખિત નોટિસ દ્વારા જ સમન્સ મોકલી શકાય છે.

ADVERTISEMENT

સમન્સ આપવા બાબતે ગુજરાત હાઇકોર્ટે પોલીસને ટકોર કરી છે. હાઈકોર્ટે કહ્યું કે ફક્ત લેખિત નોટિસ થકી જ પોલીસ સમન્સ મોકલી શકાશે. ઇસનપુર પોલીસની કામગીરીની લઈને ગુજરાત હાઇકોર્ટે પોલીસને ટકોર કરી હતી. પોલીસે અરજદારને મૌખિક રીતે સમન્સ બજવણી કરી હતી. પોલીસ દ્વારા મોટાભાગે વોટ્સએપ કે અન્ય માધ્યમ થી સમન્સ પાઠવવામાં આવે છે. અમદાવાદના મોટાભાગના પોલીસ સ્ટેશનમાં સમન્સ ફોન પર જ પાઠવવામાં આવી રહ્યા છે.

પૂરતી તક આપ્યા વિના સાક્ષીની ઊલટ તપાસ બંધ ના કરી શકાય

હાઈકોર્ટે એવું પણ અવલોકન કર્યું છે કે પૂરતી તક આપ્યા વિના સાક્ષીની ઊલટ તપાસ બંધ ના કરી શકાય. હાઇકોર્ટમાં અરજી બાદ અરજદારને પોતાના બચાવ માટે ડૉક્ટરોની ઊલટ તપાસ માટે મંજૂરી આપી હતી.

3 દિવસ પહેલા હાઈકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઈકોર્ટે 3 દિવસ પહેલા એવો ચુકાદો આપ્યો હતો કે જો કોઈ યુવતી કે યુવક કાયદાકીય રીતે પુખ્ત હોય અને તેઓએ પોતાની મરજીથી લગ્ન કર્યા હોય તો તેમના વૈવાહિક કે અંગત જીવનમાં પરિવાર કે પોલીસ કોઈ પણ પ્રકારની દખલગીરી કરી શકે નહી.

વધુ વાંચો : યુવાનો માટે ખુશખબર, પોલીસમાં 2900 જગ્યાઓની ભરતી જાહેર, જાણો ક્યારથી ફોર્મ ભરવાનું શરુ થશે?

શું હતો આખો બનાવ?

યુવક અને યુવતીએ ગત 26 ઓક્ટોબરના રોજ પોતાની મરજીથી લગ્ન કર્યા હતા અને ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ-2026 હેઠળ કાયદેસર રીતે લગ્નને રજિસ્ટર્ડ પણ કરાવ્યા હતા. તેમ છતાં એક ફરિયાદને આધારે પોલીસે જાણવાજોગ નોંધીને નવદંપતીને હેરાન કરવાનું શરુ કર્યું હોવાનો આક્ષેપ છે. પોલીસ દ્વારા બંનેના લગ્નમાં સાક્ષી બનેલ વ્યક્તિને પકડીને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. પોલીસની હેરાનગતિથી બચવા દંપતિએ હાઈકોર્ટમાં પોલીસ રક્ષણની માંગ કરતી અરજી કરી હતી. જેને જસ્ટિસ મૂલચંદ ત્યાગીની ખંડપીઠે મંજૂરી આપીને દંપતિને મોટી રાહત આપી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

gujarat HC news gujarat HC

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ