ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં મધરાતે કોન્સ્ટેબલના પેટમાં ચપ્પુ હુલાવી ભાગતા રીઢા આરોપી પર PIનું ફાયરિંગ, પગમાં ગોળી મારી ઝડપ્યો

ક્રાઈમ / સુરતમાં મધરાતે કોન્સ્ટેબલના પેટમાં ચપ્પુ હુલાવી ભાગતા રીઢા આરોપી પર PIનું ફાયરિંગ, પગમાં ગોળી મારી ઝડપ્યો

Published By: Hiralal Parmar

Last Updated: 08:02 AM, 20 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં મધરાતે પોલીસે એક આરોપીનું એન્કાઉન્ટર કર્યું હતું. રીઢા ગુનેગારે કોન્સ્ટેબલના પેટમાં ચપ્પુ હુલાવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો જે પછી પીઆઈએ પગમાં ગોળી મારીને તેને ઝડપી લીધો હતો.

ADVERTISEMENT

સુરતના લિંબાયતે પોલીસે રીઢા લૂંટારુ પરવેઝ મુશરફ અન્સારીનું એન્કાઉન્ટર કર્યું હતું. મુશરફ અન્સારીએ કોન્સ્ટેબલના પેટમાં ચપ્પુ હુલાવી ભાગવાનો પ્રયાસ કરતાં પીઆઈ ડી.ડી. ચૌહાણે સ્વબચાવમાં તેના ડાબા પગમાં ગોળી મારી તેની ઝડપી લીધો હતો.

શું હતો આખો બનાવ?

લિંબાયતમાં મધરાતે નાઈટ પેટ્રોલિંગ વખતે પીઆઈ ડી.ડી. ચૌહાણની ટીમે એક શંકાસ્પદ લાગતાં શખ્સની ઘેરાબંધી કરી હતી. પોલીસની પકડમાંથી છટકવા માટે આરોપીએ પોતાની કમરમાં છુપાવેલું ચપ્પુ કાઢીને કોન્સ્ટેબલ અનિલકુમાર અમરસિંહના પેટના ભાગે હુલાવી દીધું હતું, જેના કારણે કોન્સ્ટેબલ લોહીલુહાણ થઈ ગયા હતા. આ પછી પીઆઈએ તેના ડાબા પગમાં ગોળી મારીને તેને ઝડપી લીધો હતો.

કોન્સ્ટેબલ અને આરોપી હોસ્પિટલમાં દાખલ

પીઆઈ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં આરોપીના ડાબા પગમાં ગોળી વાગતા તે સ્થળ પર જ ફસડાઈ પડ્યો હતો, જે બાદ પોલીસે તેને કાબૂમાં લઈ લીધો હતો. ચપ્પુના હુમલામાં ઘાયલ થયેલા કોન્સ્ટેબલ અનિલકુમાર અમરસિંહને તાત્કાલિક સારવાર અર્થે લિંબાયતની ગેલેક્સી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ, ડાબા પગમાં ગોળી વાગવાથી ઘાયલ થયેલા આરોપીને કડક પોલીસ જાપ્તા હેઠળ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે.

વધુ વાંચો : અમદાવાદમાં દારૂ-બિયરની ખુલ્લેઆમ મહેફીલ, બિયર લઈ મહિલાએ કર્યો ડાન્સ, ધારાસભ્ય પણ હાજર

11 મેના રોજ પણ લિંબાયત પોલીસે કર્યું હતું ફાયરિંગ

ઉલ્લેખનીય છે કે 11 મેના લિંબાયત પોલીસે ફરાર આરોપી રાહુલ જોગીને પગમાં ગોળી મારીને ઝડપી પાડ્યો હતો. અનુરાગ જોગીએ સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં 17 વર્ષીય અનુરાગ પવાર નામના યુવકની જાહેરમાં ચપ્પુના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

surat crime surat crime news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ