ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / રામકિશન ઓઝા અને શુભાસિની યાદવ સહિત 4 નેતાને મળી ગુજરાતની જવાબદારી, AICCના સેક્રેટરીની થઈ નિમણૂક

Politics / રામકિશન ઓઝા અને શુભાસિની યાદવ સહિત 4 નેતાને મળી ગુજરાતની જવાબદારી, AICCના સેક્રેટરીની થઈ નિમણૂક

Published By: Kalpesh Kandoriya

Last Updated: 11:32 PM, 19 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ હાઈકમાન્ડે સંગઠનમાં મોટો ફેરફાર કર્યો છે. ચાર નેતાઓને AICC સચિવ બનાવી ગુજરાત ચૂંટણીને અનુસંધાને નવી જવાબદારી સોંપવામાં આવી છે.

ADVERTISEMENT

નવી દિલ્હીથી ગુજરાત કોંગ્રેસ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC) દ્વારા સંગઠનમાં ફેરફાર કરતાં નવા સચિવોની નિમણૂક કરવામાં આવી છે. 19 નવેમ્બર, 2026ના રોજ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની મંજૂરીથી જાહેર કરાયેલા આદેશમાં ગુજરાતના ચાર નેતાઓને AICC સચિવ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.

AICC દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી પ્રમાણે રામકિશન ઓઝા, સુભાષિની યાદવ, હેમ સિંહ શેખાવત અને નરેશ ઠાકુરને ગુજરાતના સંગઠનાત્મક પ્રભારી તરીકે સચિવની જવાબદારી સોંપવામાં આવી છે. આ નિમણૂકો તાત્કાલિક અસરથી અમલમાં આવશે.

ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવવાની દિશામાં આ ફેરફારને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. ખાસ કરીને રાજ્યમાં બુથ મેનેજમેન્ટ, કાર્યકરો સાથે સંકલન અને પક્ષના સંગઠનને સક્રિય બનાવવાની જવાબદારી હવે આ નવા સચિવોની રહેશે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ દ્વારા ગુજરાત ઉપરાંત આસામ, કેરળ, તમિલનાડુ, ઉત્તરાખંડ સહિત વિવિધ રાજ્યોમાં પણ AICC સચિવોની નિમણૂક અને જવાબદારીઓની પુનઃફાળવણી કરવામાં આવી છે.

અગાઉ પણ જવાબદારી સંભાળી ચૂક્યા છે રામકિશન ઓઝા

રામકિશન ઓઝા મહારાષ્ટ્રના નાગપુર સાથે સંકળાયેલા કોંગ્રેસના સંગઠનાત્મક નેતા છે. તેઓ અગાઉ પણ ગુજરાત કોંગ્રેસના પ્રભારી AICC સચિવ તરીકે કામ કરી ચૂક્યા છે. માર્ચ 2022માં તેમને પ્રથમ વખત ગુજરાતની જવાબદારી સોંપવામાં આવી હતી. 2023ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ દરમિયાન અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, ખેડા, આણંદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા સહિત નવ બેઠકોની જવાબદારી પણ તેમને સોંપવામાં આવી હતી.

આ પણ વાંચો- ડ્રગ્સ વિરૂધ્ધ કાર્યવાહી : હર્ષ સંઘવીએ પોલીસ વડા સાથે બેઠક કરી, ગૃહ વિભાગના અધિકારીઓ પણ હાજર

શરદ યાદવની પુત્રી છે શુભાસિની યાદવ

શુભાસિની યાદવ (Subhashini Sharad Yadav) કોંગ્રેસનાં રાષ્ટ્રીય સ્તરનાં મહિલા નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વર્ગસ્થ શરદ યાદવની પુત્રી છે. તેઓ MBA થયેલાં છે. 2020ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં તેમણે મધેપુરા જિલ્લાની બિહારીગંજ બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી પણ લડી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Politics AICC Secretaries Gujarat Congress

Published by

Kalpesh Kandoriya

Kalpesh Kandoriya is a journalist with experience at EENADU Digital, Times Internet, and Oneindia News Portal. He specializes in political and crime reporting, delivering credible, insightful coverage

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ