ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / 'ડાકોરમાં મંદિર બનાવવું છે', રાજકોટમાં વડતાલના સ્વામિનારાયણ સંતો સામે 1.25 કરોડની ઠગાઈની ફરીયાદ
Last Updated: 04:01 PM, 19 November 2026
ADVERTISEMENT
રાજકોટમાં વડતાલના સ્વામિનારાયણ સંતો માધવપ્રિય ઉર્ફ એમ. પી સ્વામી અને દર્શન પ્રકાશ ઉર્ફ ડી સ્વામી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. બંને સ્વામીએ ડાકોરમાં સ્વામિનારાયણ મંદિર બનાવવું છે તેમ કહીને રૂ.1.25 કરોડ પડાવ્યાં હતા જે પછી પાછા આપ્યાં નહોતા. ચોટીલાના નિવૃત અધિકારી નરસિંહ વાઢેર સંતો સામે ફરિયાદ દાખલ કરી હતી.
ADVERTISEMENT
ફરિયાદીએ શું આરોપ કર્યાં?
નિવૃત અધિકારી નરસિંહ વાઢેરે ફરિયાદમાં એવા આરોપ લગાવ્યાં છે કે ચિંતનભાઈ મિત્ર એ સલાહ આપી કે મંદિર માટે જમીન લેવા માંગે છે, ડાકોરમાં જમીન છે જે જોવા માટે મોકલ્યા, ખેડૂત સાથે નક્કી કર્યું હતું. માધવ પ્રિય સ્વામી, દર્શન સ્વામી સહિતના લોકો સાથે મિટિંગ કરી હતી ત્યાર બાદ ખેડૂતોએ ટ્રાન્સફર દ્વારા ડોક્યુમેન્ટ મોકલી આપ્યા હતા. સાધુઓને ભગવાન માનતા હતા, જેઓને અત્યાર સુધી દંવંત પ્રણામ કરતા હતા. તેમણે કહ્યું કે સ્વામી બહાર જાય ત્યારે સાધુ વેશ કાઢી નાખે છે આ સાધુ નથી ડાકુ છે. અત્યાર સુધીમાં આઠ દસ ફરિયાદ નોંધાઈ પરંતુ કહી થયું નથી.
ADVERTISEMENT
મંદિરમાં રોકાણ માટે સારા વળતરની લાલચ આપી
નરસિંહ વાઢેરે ફરિયાદમાં વધુમાં જણાવ્યું કે 2004-05માં રી સાથે મોરબી નાની બજારમાં કાપડની દુકાન ચલાવતા ભાવેશ પરમાર અપડાઉન કરતા હતા. તેઓ મિત્ર હોવાથી દુકાને બેસવા જતો અને ત્યાં જમીન દલાલીનું કામ કરતા ચિંતન અશ્વિનભાઈ પરમાર પણ બેસવા આવતા, તેની સાથે ભાવેશે મારો પરિચય કરાવ્યો હતો.ચિંતને ફોનમાં કહ્યું કે, ડાકોરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો 400 વીઘા જમીનમાં સ્વામિનારાયણનું ભવ્ય મંદિર બનાવવા માગે છે, જો તમારે આ પ્રોજેક્ટમાં રોકાણ કરવું હોય તો તમને સારૂ વળતર મળશે. તમને આમાં રસ હોય તો હું તમને સંતોની સાથે મુલાકાત કરાવું. જેથી મેં તેઓની પાસે થોડો સમય માંગ્યો હતો અને ત્યારબાદ બે ત્રણ દિવસ પછી ચિંતનનો ફરીવાર ફોન આવ્યો, જેથી ડાકોરવાળા મંદિરના પ્રોજેક્ટમાં રૂપિયા રોકાણ કરવાની વાત કરી હતી. પરંતુ પછી મારા પૈસા પાછા આપ્યાં નહોતા.
ADVERTISEMENT
વધુ વાંચો : જિનપિંગ, ટ્રમ્પ અને પુતિન વચ્ચે ઐતિહાસિક બેઠક, કયા મુદ્દે થઈ વાત?
જમીનનો દસ્તાવેજ કે મારા રુપિયા પાછા ન આપ્યાં
ADVERTISEMENT
ફરિયાદી વાઢેરે કહ્યું કે ડાકોર પોલીસ સ્ટેશનમાં જેકી સાથેની બેઠકમાં એવું નક્કી થયું હતું કે રૂ.1.25 કરોડ રૂપિયાની જેટલી જમીન થતી હોય તે જમીન ટાઇટલ ક્લિયર કરી તેનો રજિસ્ટર્ડ દસ્તાવેજ કરી આપવાની લાલચ આપી હતી, પરંતુ આજદીન સુધી જમીનનો દસ્તાવેજ કે મારા રુપિયા પાછા આપ્યાં નથી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.