ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ડ્રગ્સ વિરૂધ્ધ કાર્યવાહી : હર્ષ સંઘવીએ પોલીસ વડા સાથે બેઠક કરી, ગૃહ વિભાગના અધિકારીઓ પણ હાજર
Last Updated: 08:06 PM, 19 November 2026
ADVERTISEMENT
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્ય પોલીસ વડા તથા સિનિયર અધિકારીઓ સાથે બેઠક કરી હતી. રાજ્યમાં ડ્રગ્સના દુરૂપયોગ સામેની લડાઈ વધુ તેજ બનાવવા ખાસ ભાર મુકાયો હતો. રાજ્યમાં પોલીસ દ્વારા ચલાવાઈ રહેલી ડ્રગ્સ વિરૂધ્ધ કાર્યવાહી સહિતના મુદ્દા પર સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં ગૃહ વિભાગના અગ્ર સચિવ, સચિવ તથા રાજ્ય પોલીસ વડા સહિતના અધિકારીઓ હાજર રહ્યાં હતા.
ADVERTISEMENT
અમદાવાદ પોલીસે ગુજરાતમાં ડ્રગ્સના દૂષણને ડામવા માટે એક વ્યાપક કાર્યવાહી હાથ ધરી છે. આ અભિયાન અંતર્ગત NDPS કાયદા હેઠળ સંકળાયેલા 951 ગુનેગારો અને શંકાસ્પદ આરોપીઓને અમદાવાદના શાહીબાગ પોલીસ મુખ્યાલય ખાતે રાઉન્ડ અપ કરાયા હતા. ક્રાઇમ બ્રાન્ચ, SOG, સ્થાનિક પોલીસ અને અન્ય ટીમો દ્વારા તેમની વિસ્તૃત પૂછપરછ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો : સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સુમુલ ડેરીએ વધાર્યા દૂધના ભાવ, આજે બપોરથી નવા ભાવ લાગુ!
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ DGP જી.એસ. મલિકે અગાઉ ડ્રગ્સ મુદ્દે બેઠક યોજી હતી, અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત ગુજરાતને બે વર્ષમાં નશામુક્ત કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ બેઠક દરમિયાન આરોપીઓને કડક ચેતવણી આપવામાં આવી હતી કે તેઓ ડ્રગ્સના કારોબારમાંથી બહાર આવે, અન્યથા કાયદેસરની સખત કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહે. પોલીસ દ્વારા આરોપીઓની મિલકતો જપ્ત કરવા અને તોડી પાડવા સુધીના પગલાં લેવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.