ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં દારૂ-બિયરની ખુલ્લેઆમ મહેફીલ, બિયર લઈ મહિલાએ કર્યો ડાન્સ, ધારાસભ્ય પણ હાજર

ક્રાઈમ / અમદાવાદમાં દારૂ-બિયરની ખુલ્લેઆમ મહેફીલ, બિયર લઈ મહિલાએ કર્યો ડાન્સ, ધારાસભ્ય પણ હાજર

Published By: Hiralal Parmar
Reported By: Anita Patani

Last Updated: 07:26 AM, 20 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં દારૂબંધીના ધજાગરા ઉડાડતો એક બનાવ સામે આવ્યો છે જેમાં ખુલ્લેઆમ દારુની મહેફિલ યોજવામાં આવી હતી અને લોકોને પીવડાવવા માટે મોટો જગ ભરીને દારુ તૈયાર કરાયો હતો.

ADVERTISEMENT

રાજકોટ બાદ અમદાવાદમાં દારૂની મહેફિલ જામી હતી. અમદાવાદના સરદારનગરમાં જાહેરમાં દારૂ પાર્ટી યોજવામાં આવી હતી જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.જેમાં કેટલાક લોકો ભેગા મળીને મોટી પવાલી ભરીને દારૂ તૈયાર કરી રહ્યા છે. એક મહિલા તો હાથમાં બિયરનું ટિન લઇને ડાન્સ કરતી પણ જોવા મળી રહી છે. આ વીડિયો સરદારનગર પોલીસ સ્ટેશનની હદમાં આવતા નંદીગ્રામ સોસાયટી નજીકના શિવ બંગ્લોઝનો હોવાનું જણાવાઈ છે.

શું છે વાયરલ વીડિયોમાં?

વીડિયોમાં મોટી પવાલીમાં બરફ, લીબું, ફ્રૂટ કાપીને નાખવામાં આવે છે, ત્યારબાદ દારૂની બોટલો અને અન્ય કોલ્ડ્રિંક્સ તેમાં ઠાલવવામાં આવે છે. જ્યારે દારૂ બનીને તૈયાર થઈ જાય છે, ત્યારે યુવક અને યુવતીઓ ભેગા મળીને તેને ચિયર્સ કરી પી રહેલા દેખાય છે.

હાથમાં બિયરનું ટીન લઈને મહિલાનો ખુલ્લેઆમ ડાન્સ

વીડિયોમાં એક મહિલાએ હાથમાં બીયરનુ ટીન લઈને તેરે પ્યાર મેં, દિલ ચાહતા હૈ બસ ભીગે ગીત પર ડાન્સ કરતી પણ જોવા મળી રહી છે.

વધુ વાંચો : ગુજરાતમાં 21 નવેમ્બરથી વધશે ઠંડીનું પ્રમાણ, જાન્યુઆરીમાં પડશે ગાત્રો થીજાવી દેતી ઠંડી

ઘરના વાસ્તુ પૂજન વખતે દારૂની પાર્ટી

સરદારનગરની નંદીગ્રામ સોસાયટી નજીકના શિવ બંગ્લોઝના એક ઘરમાં વાસ્તુ પૂજન વખતે આ મહેફિલ જામી હતી. ચોંકાવનારી વાત એ છે કે વાસ્તુ પૂજનમાં નરોડાના ધારાસભ્ય પાયલ કૂકરાણી પણ હાજર રહ્યાં હતા. વીડિયો વાયરલ થતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

AHMEDABAD SAMACHAR ahmedabad news ahmedabad

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ