ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સવારે ફાફડા-જલેબી, સાંજે ગુજરાતી રોકસ્ટાર સાથે ચાની ચુસ્કી, ગુજરાતના રંગે રંગાયા દિલજીત દોસાંઝ

VIDEO / સવારે ફાફડા-જલેબી, સાંજે ગુજરાતી રોકસ્ટાર સાથે ચાની ચુસ્કી, ગુજરાતના રંગે રંગાયા દિલજીત દોસાંઝ

Published By: Vishal Khamar

Last Updated: 11:11 PM, 20 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબી સિંગર દિલજીત દોસાંઝ ગુજરાતની મુલાકાતે છે. તે દરમ્યાન તેઓએ જુનાગઢ અને સૌરાષ્ટ્રની મુલાકાત દરમિયાન કાઠિયાવાડી થાળીની મોજ માણી, ગીર જંગલ સફારીનો રોમાંચક અનુભવ કર્યો. તેમજ અમદાવાદ ITC નર્મદા હોટલ ખાતે ફાફડા-જલેબીથી લઈને ખમણ, ઢોકળાં અને પાત્રા જેવી વાનગીઓનો સ્વાદ માણ્યો હતો.

ADVERTISEMENT

પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝ ગુજરાતની મુલાકાતે છે. તેઓ અહીંની સંસ્કૃતિ, પ્રકૃતિ તથા મહેમાનગતિનો ભરપૂર આનંદ માણી રહ્યા છે. અમદાવાદમાં યોજાનારા પોતાના આગામી કોન્સર્ટ પહેલાં દિલજીતે જુનાગઢ, ગિરનાર અને સાસણગીરની મુલાકાત લીધી હતી. આ પ્રવાસની અનેક યાદગાર પળો તેમણે સોશિયલ મીડિયા પર શેર કરી છે, જે ચાહકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

દિલજીત દોસાંઝે સૌરાષ્ટ્રની મુલાકાત દરમિયાન કાઠિયાવાડી ભોજનનો પણ સ્વાદ માણ્યો હતો. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક વીડિયોમાં તેઓ પરંપરાગત કાઠિયાવાડી થાળીની મજા લેતા જોવા મળે છે. થાળીમાં પીરસાયેલી વિવિધ વાનગીઓનો સ્વાદ માણ્યા બાદ તેમણે કાઠિયાવાડી ભોજનનાં વખાણ પણ કર્યા હતા. આ ઉપરાંત સૌરાષ્ટ્રના લોકસંગીતનો આનંદ માણતા પણ તેઓ જોવા મળ્યા હતા.

દિલજીતે ગિરનારની મુલાકાત લીધી હતી

સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન દિલજીતે પવિત્ર ગિરનાર પર્વતની પણ મુલાકાત લીધી હતી. રોપ-વેની મદદથી તેઓ ગિરનાર પર પહોંચ્યા અને મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લીધા હતા. આ દરમિયાન તેમણે 'જય માતાજી, જય ગિરનારી'ના જયઘોષ સાથે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી. ગિરનાર પર્વત પરથી દેખાતો તળેટીનો મનમોહક નજારો પણ તેમણે કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. ખાસ વાત એ છે કે દિલજીતે પગથિયાં ચડીને ગિરનાર સર કરવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. જોકે, તેમ કરી ન શકવાનો અફસોસ પણ વીડિયોમાં જોવા મળ્યો હતો.

ગીરની જંગલ સફારીમાં સિંહણનાં દર્શન

ગિરનાર ઉપરાંત દિલજીત દોસાંઝે સાસણગીરની જંગલ સફારીનો પણ આનંદ માણ્યો હતો. તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર જંગલ સફારીના ફોટા અને વીડિયો શેર કર્યા હતા. સફારી દરમિયાન તેઓ ખાસ વસ્ત્રોમાં જોવા મળ્યા હતા. ફ્રોઝન પ્રિન્ટવાળા કપડાં, બ્રાઉન રંગની યુટિલિટી વેસ્ટ અને હાથમાં દૂરબીન સાથે તેઓ જંગલની પ્રાકૃતિક સુંદરતા નિહાળતા જોવા મળ્યા હતા. આ સફારી દરમિયાન જંગલના રસ્તા પરથી પસાર થતી એક સિંહણ પણ દિલજીતના કેમેરામાં કેદ થઈ હતી. જંગલમાં વન્યજીવનને નજીકથી નિહાળવાનો તેમનો ઉત્સાહ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે.

સૌરાષ્ટ્રની સંસ્કૃતિએ જીત્યું દિલ

ઉલ્લેખનીય છે કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન એશિયાઈ સિંહોના કુદરતી નિવાસસ્થાન તરીકે વિશ્વભરમાં જાણીતું છે. અહીંની સમૃદ્ધ જૈવવિવિધતા અને કુદરતી સૌંદર્ય પ્રવાસીઓને હંમેશાં આકર્ષે છે. દિલજીત દોસાંઝની આ સૌરાષ્ટ્ર મુલાકાત માત્ર પ્રવાસ પૂરતી સીમિત રહી નથી, પરંતુ તેમણે અહીંના ભોજન, સંગીત, ધાર્મિક આસ્થા અને કુદરતી સૌંદર્યનો પણ અનુભવ કર્યો છે. તેમના સોશિયલ મીડિયા પર શેર થયેલા વીડિયો જોઈને કહી શકાય કે કાઠિયાવાડની મહેમાનગતિએ આ પંજાબી સ્ટારનું દિલ જીતી લીધું છે.

ફાફડા-જલેબી, ખમણ અને પાત્રા સહિતની વાનગીઓનો નાસ્તો

20 નવેમ્બરની સવારે દિલજીતે ITC નર્મદા હોટેલમાં ગુજરાતી નાસ્તાની મજા માણી હતી. તેમણે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં નાસ્તાની થાળીનો વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં દિલજીત ગુજરાતી અંદાજમાં કહેતા સંભળાય છે, 'અરે એ દેખો, યે દેખો હમારા બ્રેક ફાસ્ટ તો દેખો, ક્યા કેહ રહે હો યાર.. અમદાવાદ, કેમ છો, ફુલ મજામાં... કાલે મળીએ છીએ..'તેમની થાળીમાં ફાફડા-જલેબી, સેવ ખમણી, ખમણ, ઢોકળા અને હાંડવાના ટુકડા જોવા મળ્યા હતા. આ ઉપરાંત વઘારેલા પાત્રા, કઢી, ગાજરનું કચુંબર અને તળેલા મરચાં પણ પીરસવામાં આવ્યાં હતાં. થાળીમાં દાડમ અને કોથમીરથી સજાવેલી વાનગીઓ પણ હતી. સાથે એક ગ્લાસ લીલું જ્યુસ પણ જોવા મળ્યું હતું. પંજાબી સુપરસ્ટારને ગુજરાતી નાસ્તો પસંદ આવ્યો હોય તેવું તેમના વીડિયો પરથી જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચોઃ વડનગરને નવી આધ્યાત્મિક ઓળખ મળશે, શંકરાચાર્ય સ્વામીજીએ CMને કહ્યું- `હાટકેશ્વર મહાદેવ મંદિરને ગુજરાતની કાશી બનાવો'

આદિત્ય ગઢવી અને દિલજીત દોસાંઝેનો વીડિયો વાયરલ

તેમજ દિલજીત દોસાંઝે ગાયક કલાકાર આદિત્ય ગઢવી સાથે પણ તેઓએ મુલાકાત કરી હતી. તેમજ તેઓએ ચા ની મઝા માણી હતી. તો બંને ગાયક કલાકારો દ્વારા ગુજરાતી તેમજ પંજાબી ભાષામાં એકબીજા સાથે વાત કરી હતી. જેમાં આદિત્ય ગઢવીએ પંજાબી ભાષામાં કહ્યું કે પંજાબી આ ગયા ઓય... તો દિલજીત દોસાંઝે એના જવાબમાં કહ્યું કે ગુજરાતી આવે છે... આ વીડિયો સોશિયલ મીડિયામાં રોકેટગતિએ વાયરલ થયો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Diljit Dosanjh Gujarat visit Diljit Dosanjh Girnar visit Diljit Dosanjh Junagadh

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ