ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રક્તરંજિત રાજકોટ: માત્ર 90 મિનિટમાં ડબલ મર્ડરથી ખળભળાટ, પત્નીની હત્યા બાદ પતિ ફરાર
Last Updated: 11:21 PM, 20 November 2026
ADVERTISEMENT
રંગીલા રાજકોટમાં એક જ સાંજે માત્ર દોઢ કલાકના અંતરમાં હત્યાની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવતાં સમગ્ર શહેરમાં ભારે સનસનાટી મચી ગઈ છે. સાંજે 6:30 થી રાત્રે 8:00 વાગ્યાના સમયગાળા દરમિયાન બનેલા આ બંને બનાવોમાં છરીના ઘા ઝીંકીને બે વ્યક્તિઓના જીવ લેવામાં આવ્યા છે. આ ઘટનાઓને પગલે બી ડિવિઝન પોલીસ, ગાંધીગ્રામ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો દોડતી થઈ ગઈ છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
પ્રથમ બનાવ મોરબી રોડ પર આવેલા વેલનાથપરા શેરી નંબર-1 સ્થિત સ્કાય રેસિડેન્સીમાં સાંજે 6:30 વાગ્યાની આસપાસ બન્યો હતો. બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ ગોવિંદ ચૌહાણના જણાવ્યા અનુસાર, મૃતક શારદાબેન અને તેમના પતિ પ્રવીણ પરસોડા વચ્ચે આડા સંબંધોની શંકાને લઈને અવારનવાર ઘરકંકાસ થતો હતો.
ADVERTISEMENT
6 વાગે આવી મારા સાસુને સાડીથી ઢસેડી અંદર લઈ ગયા અને અમને ધમકી આપી એટલે હું મારી દીકરીને લઈ બાર જતી રહી હતી પછી શું થયું મને ખબર નથી.

ADVERTISEMENT
પહેલી ઘટનાની શાહી હજુ સુકાઈ ન હતી ત્યાં રાત્રે 8:00 વાગ્યે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના એસ.કે. ચોક નજીક બીજી હત્યાનો બનાવ બન્યો હતો. ગાંધીગ્રામ શેરી નંબર-12માં રહેતા અને છૂટક ડ્રાઇવિંગ તેમજ ટિફિન સર્વિસ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા 34 વર્ષીય મનીષ નરેન્દ્રભાઈ પરમાર મઢુલી પાન પાસે બેઠા હતા. આ દરમિયાન કોઈ અગમ્ય કારણોસર ગની મેમણ નામના શખ્સ સાથે મનીષને બોલાચાલી થઈ હતી. ઉશ્કેરાયેલા ગની મેમણે પોતાના ઘરે જઈને છરી લાવી મનીષ પરમાર પર જીવલેણ હુમલો કરી દીધો હતો. ગંભીર રીતે ઘવાયેલા મનીષને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર મળે તે પહેલા જ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મનીષના અકાળે અવસાનથી તેમના બે દીકરી અને એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે, જેના કારણે પરિવારમાં ઘેરો શોક વ્યાપી ગયો છે.
ADVERTISEMENT

જી આર ચૌહાણ, PI બી ડિવિઝન રાજકોટ
ADVERTISEMENT
વેલનાથપરા શેરી નંબર 1માં આવેલ સ્કાઈ રેસિડેન્સીમાં મર્ડરનો બનાવ બનેલો છે. ઘરકંકાશથી ઉશ્કેરાઈ પતિએ પત્નીના ગળા પર ચપ્પુના ઘા મારી મર્ડર કર્યું. હત્યાને અંજામ આપી આરોપી અહીંથી નાસી છૂટ્યો છે અને તેના ગામ બાજુ ગયો હોવાની બાતમી મળી છે. તેને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચોઃ અમદાવાદના સરદારનગરમાં દારૂ પાર્ટી મામલે 4 લોકો સામે ગુનો દાખલ, ભાજપના ધારાસભ્યએ આપ્યો ખુલાસો
હાલ બંને ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને ઇન્ક્વેસ્ટ પંચનામું સહિતની કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી છે. ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની અલગ-અલગ ટીમો બનાવીને બંને ફરાર આરોપીઓ પ્રવીણ પરસોડા અને ગની મેમણને દબોચી લેવા માટે ઠેર-ઠેર દરોડા પાડવામાં આવી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ