ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના સરદારનગરમાં દારૂ પાર્ટી મામલે 4 લોકો સામે ગુનો દાખલ, ભાજપના ધારાસભ્યએ આપ્યો ખુલાસો

અમદાવાદ / અમદાવાદના સરદારનગરમાં દારૂ પાર્ટી મામલે 4 લોકો સામે ગુનો દાખલ, ભાજપના ધારાસભ્યએ આપ્યો ખુલાસો

Published By: Vishal Khamar
Reported By: Anita Patani

Last Updated: 07:10 PM, 20 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના સરદારનગરમાં શિવ બંગલોઝ ખાતે દારૂની મહેફિલનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ 4 વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો. ધીરજ કુમાર પરમારની અટકાયત.

ADVERTISEMENT

અમદાવાદના સરદારનગર વિસ્તારમાં દારૂબંધીના કાયદાના ઉલ્લંઘનનો કિસ્સો સામે આવ્યો છે. નંદીગ્રામ સોસાયટી પાસે આવેલા શિવ બંગ્લોઝમાં વાસ્તુ પૂજનના પ્રસંગ બાદ યોજાયેલી કથિત દારૂની મહેફિલના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. વીડિયોમાં યુવક-યુવતીઓ દારૂની બોટલો સાથે પાર્ટી કરતા અને નાચતા જોવા મળી રહ્યા છે. આ મામલે સરદારનગર પોલીસે મકાનમાલિક સહિત અનેક લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

વાસ્તુ પૂજનમાં ભાજપના નેતાઓએ આપી હતી હાજરી

મળતી માહિતી મુજબ, 15 નવેમ્બરના રોજ શિવ બંગ્લોઝમાં મકાનમાલિક ધીરજ પરમારના ઘરે વાસ્તુ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગમાં નરોડાના ભાજપના ધારાસભ્ય ડો. પાયલ કુકરાણી અને સરદારનગર વોર્ડના ભાજપના કોર્પોરેટર કમલેશ પટેલ સહિતના નેતાઓએ બપોરના સમયે હાજરી આપી હતી. જોકે, રાત્રિના સમયે યોજાયેલી કથિત દારૂની પાર્ટીના વીડિયો વાયરલ થતાં સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે.

બોટલ સાથે મહિલાના ડાન્સનો વીડિયો પણ વાયરલ

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં મોટી પવાલીમાં બરફ અને લીંબુ નાખ્યા બાદ દારૂની બોટલો ખાલી કરવામાં આવતી જોવા મળે છે. ત્યારબાદ તેમાં અન્ય કોલ્ડ્રિંક્સ ભેળવીને પાર્ટી માટે પીણું તૈયાર કરવામાં આવ્યું હતું. વીડિયોમાં યુવક-યુવતીઓ ચિયર્સ કરીને દારૂ પીતા પણ જોવા મળે છે. આ ઉપરાંત, એક મહિલાનો હાથમાં બિયરની બોટલ લઈને 'તેરે પ્યાર મેં દિલ ચાહતા હે બસ ભીગે...' ગીત પર ડાન્સ કરતો વીડિયો પણ વાયરલ થયો છે. પાર્ટીની તૈયારીથી લઈને દારૂ પીવા સુધીના દૃશ્યો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યા હતા.

મહારાષ્ટ્રથી આવેલા સગા-સંબંધીઓએ વીડિયો બનાવ્યાનો પોલીસનો દાવો

એફ ડિવિઝનનાં ACP રીના રાઠવાએ જણાવ્યું હતું કે, શિવ બંગ્લોઝમાં ધીરજ પરમારના ઘરે 15 નવેમ્બરે વાસ્તુ પૂજનનો કાર્યક્રમ હતો. આ પ્રસંગે મહારાષ્ટ્રથી તેમના સગા-સંબંધીઓ અને મિત્રવર્તુળના લોકો આવ્યા હતા. વાયરલ વીડિયોમાં દેખાતા તમામ લોકોની ઓળખ અને તેમની ભૂમિકા અંગે તપાસ ચાલી રહી છે. દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોણે લાવ્યો હતો અને કોઈની પાસે દારૂ પીવાની કાયદેસરની પરમિટ હતી કે નહીં તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે.

'મકાનમાલિકે દારૂ પાર્ટીનું આયોજન કર્યું નહોતું'

પોલીસના જણાવ્યા અનુસાર, તપાસ દરમિયાન ધીરજકુમાર પરમારના ઘરેથી દારૂની બોટલો કે આવી કોઈ વસ્તુ મળી આવી નથી. મકાનમાલિકની પ્રાથમિક પૂછપરછમાં તેમણે વાસ્તુ પૂજન માટે મહેમાનોને આમંત્રણ આપ્યું હોવાનું સ્વીકાર્યું હતું, પરંતુ દારૂની પાર્ટીનું આયોજન પોતે કર્યું ન હોવાનું જણાવ્યું હતું.

પોલીસે વીડિયોમાં દેખાતી દારૂની બોટલોવાળા શોકેસની પણ તપાસ કરી હતી, પરંતુ સ્થળ પરથી આવી કોઈ વસ્તુ મળી આવી નહોતી. પોલીસના જણાવ્યા મુજબ, વીડિયો મહારાષ્ટ્રથી આવેલા સગા-સંબંધીઓએ પોતાના Instagram અને WhatsApp સ્ટેટસ પર મૂક્યા હતા.

ધારાસભ્ય પાયલ કુકરાણીએ શું કહ્યું?

આ મામલે ભાજપનાં ધારાસભ્ય ડો. પાયલ કુકરાણીએ જણાવ્યું હતું કે, વાયરલ વીડિયો તેમના ધ્યાન પર આવતાં જ તેમણે સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર, DCP અને પોલીસ કમિશનરને જાણ કરી હતી અને તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, સરદારનગર વોર્ડના બક્ષીપંચ મોરચાના પ્રમુખે તેમને વાસ્તુ પૂજન માટે આમંત્રણ આપ્યું હતું. પરિવાર એક્સ આર્મીમેનનો હોવાથી અને ધાર્મિક પ્રસંગ હોવાથી તેઓ બપોરના સમયે કાર્યક્રમમાં હાજરી આપવા ગયાં હતાં. રાત્રે યોજાયેલી કથિત દારૂની પાર્ટી અંગે તેમને કોઈ જાણ નહોતી.

સરદારનગર માં દારૂ પાર્ટી મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી એ પ્રતિક્રિયા

સરદારનગર માં દારૂ પાર્ટી મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી એ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ગુજરાત માં ભાજપ ની ભ્રષ્ટ શાસન અને હપ્તા ખોરી ને કારણે દારૂ વેચાય છે ..દૂધ ના મળે પણ તમને દારૂ મળી રહે છે ..ગૃહ વિભાગ ભ્રષ્ટાચાર નું એપી સેન્ટર બન્યું છે ..રાજકોટ અને હવે અમદાવાદ ના સરદારનગર માં દારૂ પાર્ટી ..જે સરકાર દાવા કરે છે કે ચામડબંધી ને છોડીશું નહીં ત્યાં જ પોલીસ રક્ષણ નીચે દારૂ ના ધંધા ચાલે છે ..ગૃહ વિભાગ હપ્તા રાજ માંથી બહાર આવી યુવાધન ને બચાવે ..દારૂ ક્યાં થી આવ્યો તેનો જવાબ આપવો જોઈએ ગૃહ વિભાગે

મકાનમાલિક સહિત અનેક લોકો સામે ગુનો નોંધાયો

વાયરલ વીડિયો મામલે સરદારનગર પોલીસે મકાનમાલિક ધીરજ પરમાર, મુંબઈમાં રહેતા પલ્કેશ પરમાર, ફાલ્ગુની પરમાર અને દારૂ ભેળવીને વારાફરતી પીતા જોવા મળેલા અન્ય લોકો સામે દારૂ પીવા તથા વીડિયો વાયરલ કરવાના મામલે ગુનો નોંધ્યો છે.

આ પણ વાંચોઃ દિલજીતની એક ઝલક માટે ચાહકો આતુર, કાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભવ્ય કોન્સર્ટ, અડધી રાત સુધી ચાલુ રહેશે મેટ્રો

હાલ પોલીસ વીડિયોનું વિશ્લેષણ કરી રહી છે અને તેમાં દેખાતા તમામ લોકોની ઓળખ, દારૂનો સ્ત્રોત તથા પરમિટ સંબંધિત વિગતો મેળવવાની દિશામાં તપાસ કરી રહી છે. આ ઘટનાને પગલે અમદાવાદમાં દારૂબંધીના કાયદાના અમલ અને પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sardar Nagar liquor party Ahmedabad prohibition case Ahmedabad liquor party case

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ