ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / તુલસીના છોડ પાછળ છુપાયેલું છે મોટું રહસ્ય, કેવી રીતે વૃંદાના શ્રાપથી બન્યા ભગવાન વિષ્ણુ શાલિગ્રામ?

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / તુલસીના છોડ પાછળ છુપાયેલું છે મોટું રહસ્ય, કેવી રીતે વૃંદાના શ્રાપથી બન્યા ભગવાન વિષ્ણુ શાલિગ્રામ?

Last Updated: 11:10 PM, 20 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ભગવાન વિષ્ણુની પૂજામાં તુલસીનાં પાનનું વિશેષ સ્થાન છે પરંતુ તેની પાછળ છુપાયેલી વૃંદા અને જલંધરની પૌરાણિક કથા ખૂબ જ રસપ્રદ છે. જેમાં એક શ્રાપે ભગવાન વિષ્ણુને પથ્થર બનવાની માન્યતા વિષે જાણીએ.

1/7

photoStories-logo

1. તુલસીની કથા

હિંદુ ધર્મમાં તુલસીના છોડને ખુબ પવિત્ર માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુની પૂજા તુલસી વગર અધૂરી રહે છે એવી માન્યતા છે. ઘરમાં તુલસીની પૂજા કરવાથી માંડીને શાલિગ્રામ સાથે તુલસી વિવાહ કરાવવા સુધીની બધી પરંપરાઓ પાછળ એક ખાસ પૌરાણિક કથા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. મુનિનું રૂપ

માન્યતા અનુસાર પહેલાં તુલસી છોડ નહોતી પણ વૃંદા નામની એક પતિવ્રતા સ્ત્રી હતી. તેમના સતીત્વની શક્તિ એટલી પ્રભાવશાળી હતી કે દેવતાઓ પણ તેમના પતિ રાક્ષસ જલંધરને હરાવી શકતા નહોતા. વૃંદાનો જન્મ રાક્ષસ કાલનેમિના ઘરે થયો હતો અને તેમનું લગ્ન દૈત્યરાજ જલંધર સાથે થયું. તેમના સતીત્વને કારણે જલંધરને એવી શક્તિ મળી હતી કે દેવતાઓ યુદ્ધમાં તેને હરાવી શકતા નહોતા. જલંધર સતત દેવતાઓને પડકાર આપતો રહેતો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. ભગવાન શિવ સાથે યુદ્ધ

એક વખત જલંધર માતા પાર્વતીને પામવાની ઇચ્છાથી ભગવાન શિવ સાથે યુદ્ધ કરવા કૈલાશ પહોંચ્યો. માતા પાર્વતીએ ભગવાન વિષ્ણુની મદદ માંગી. જલંધરને હરાવવા માટે તેના પત્નીના સતીત્વને તોડવું જરૂરી હતું. તેથી ભગવાન વિષ્ણુએ મુનિનું રૂપ ધારણ કરીને વૃંદા પાસે પહોંચ્યા.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. સતીત્વ ભંગ

તેમની માયાથી વૃંદાને એવો વિશ્વાસ બેસાડ્યો કે તેમના પતિ જલંધરનું મૃત્યુ થઈ ગયું છે. પછી તેમને જલંધરનું રૂપ ધારણ કર્યું. વૃંદા આ છળને ઓળખી ન શકી અને તેમનું સતીત્વ ભંગ થયું. તેની સાથે જલંધરની શક્તિ પણ સમાપ્ત થઈ અને ભગવાન શિવે તેનો વધ કર્યો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. શ્રીહરિને શાપ

જ્યારે વૃંદાને વિષ્ણુના છળની જાણ થઈ ત્યારે તેઓ ક્રોધે ભરાઈ ગયા અને શ્રીહરિને પથ્થર બની જવાનો શાપ આપ્યો. ત્યાર બાદ વૃંદાએ પોતાના પ્રાણ ત્યાગ કર્યા. એવી માન્યતા છે કે જ્યાં વૃંદા સતી થયા હતા ત્યાં તુલસીનો છોડ ઊગ્યો. ભગવાન વિષ્ણુએ વૃંદાને વરદાન આપ્યું કે તેઓ હંમેશા તુલસીના રૂપમાં તેમની સાથે રહેશે અને તેમની પૂજા તુલસી વગર પૂરૂ નહીં માનવામાં આવે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. આથી તુલસી ખુબ પ્રિય

આ જ કારણે ભગવાન વિષ્ણુને તુલસી ખુબ પ્રિય છે. તેમની પૂજામાં તુલસીનું પાન ચઢાવવાની પરંપરા છે. કાર્તિક મહિનામાં તુલસી પૂજા અને શાલિગ્રામ સાથે તુલસી વિવાહનું ખાસ મહત્ત્વ છે. માનવામાં આવે છે કે તુલસી વિવાહ કરાવવાથી સુખ-સમૃદ્ધિ આવે છે અને ભક્તોને વિષ્ણુનું આશીર્વાદ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Vrinda and Jalandhar Story Hindu Mythology Tulsi Vivah
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ