ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 10:48 PM, 20 November 2026
ADVERTISEMENT
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે નવી દિલ્હીના ઐતિહાસિક જુના કિલ્લામાં શાંઘાઈ સહકાર સંગઠનના પ્રથમ સભ્યતા સંવાદ મંચનું ઉદ્ઘાટન કર્યું. જેમાં ત્રણ દિવસીય આ કાર્યક્રમમાં સભ્યતાઓ વચ્ચે સંવાદ અને સાંસ્કૃતિક જોડાણને વિશ્વશાંતિ માટે ખુબ મહત્ત્વનું બતાવવામાં આવ્યું.
ADVERTISEMENT
પીએમ મોદીએ કહ્યું કે સામ્રાજ્યોએ દુનિયાના નકશા બદલ્યા છે પણ સભ્યતાઓ વચ્ચેના સંવાદે વિચારોને બદલ્યા અને સમૃદ્ધ બનાવ્યા છે. આથી આ મંચ માત્ર ઔપચારિક કાર્યક્રમ ન રહે પણ વિશ્વને દિશા આપનારું મંચ બને. વર્તમાન સમયમાં જ્યારે યુદ્ધ અને અશાંતિની વાતો વધુ થઈ રહી છે ત્યારે સાંસ્કૃતિક જોડાણ જ વૈશ્વિક શાંતિની સૌથી મજબૂત ગેરંટી છે.
તેમને ભારતની સાંસ્કૃતિક વિચારધારા ‘વસુધૈવ કુટુંબકમ’નો ઉલ્લેખ કરીને કહ્યું કે ભારતીય સંસ્કૃતિ આખી દુનિયાને એક પરિવાર તરીકે જોવાનું શીખવે છે. જેમાં વ્યક્તિગત કલ્યાણની ઇચ્છા વૈશ્વિક કલ્યાણની વ્યાપક આકાંક્ષા સાથે જોડાયેલી છે.
ADVERTISEMENT
આ કાર્યક્રમમાં પાકિસ્તાનના ફેડરલ મંત્રી મુસાદિક મસૂદ મલિક પણ હાજર રહ્યા હતા. મંચની રચના સંસ્કૃતિ અને વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવી છે અને તે 22 નવેમ્બર સુધી ચાલશે. આ પહેલ પીએમ મોદીએ 2025માં ચીનના તિયાનજિનમાં યોજાયેલા SCO સમિટમાં સૂચવી હતી જેને બિશ્કેક ઘોષણામાં સ્વીકારવામાં આવી હતી.
ADVERTISEMENT
જુના કિલ્લાને મહાભારત કાળ સુધીનો ઇતિહાસ ધરાવતું સ્થળ ગણાવીને પીએમે કહ્યું કે આ સ્થળ ભારતની સાંસ્કૃતિક વારસાનું જીવંત પ્રતીક છે. આ કાર્યક્રમમાં સંગીત, નૃત્ય અને સ્ટોરીટેલિંગ સાથે સભ્યતાઓ વચ્ચે વાતચીતનું સાંસ્કૃતિક પ્રસ્તુતિ પણ કરવામાં આવી. આગામી દિવસોમાં સંગીત, કલા, સ્થાપત્ય, ભાષા, સાહિત્ય અને તત્ત્વજ્ઞાન જેવા વિષયો પર ચર્ચા થશે. આ મંચ SCO દેશો વચ્ચે સાંસ્કૃતિક સહકારને મજબૂત બનાવશે અને વિશ્વને નજીક લાવવામાં મદદરૂપ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો