ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / Daily Horoscope / 4 મહિના બાદ જાગ્યા ભગવાન વિષ્ણુ, આ 4 રાશિઓના જીવનમાં આવશે સુખ-સમૃદ્ધિ, ખુલશે સફળતાના દ્વાર
6 ફોટો ગેલેરી
Last Updated: 10:22 PM, 20 November 2026
1/6
આજે દેવઉઠી એકાદશી છે. લગભગ ચાર મહિના સુધી યોગનિદ્રામાં રહેલા ભગવાન વિષ્ણુ આજે જાગૃત થવાના છે. દેવશયની એકાદશીથી દેવઉઠી એકાદશી સુધીનો આ સમય ચાતુર્માસ તરીકે ઓળખાય છે. જ્યોતિષીઓના મતે ભગવાન વિષ્ણુને ચાર રાશિઓ ખાસ પ્રિય છે. તેથી જ્યારે શ્રી હરિ જાગે છે ત્યારે આ રાશિઓને ખાસ લાભ મળે છે.
2/6
ભગવાન વિષ્ણુને આરાશિ ખૂબ પ્રિય છે. આ રાશિના સ્વામી શુક્ર છે. આજે વિષ્ણુની કૃપાથી વૃષભ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત થઈ શકે છે. લાંબા સમયથી અટકેલા કામોમાં ગતિ આવવાના સંકેત છે. નોકરી કરતા લોકોને કરિયરમાં આગળ વધવાના નવા અવસર મળી શકે છે. મનપસંદ નોકરીની શોધ કરનારાઓને સારા સમાચાર મળી શકે છે. વેપારીઓ માટે પણ આ સમય ફાયદાકારક રહેવાની સંભાવના છે.
ADVERTISEMENT
3/6
તમારા માટે પણ આ દિવસ શુભ રહી શકે છે. આ રાશિના સ્વામી ચંદ્ર છે. ભગવાન વિષ્ણુની કૃપાથી કાર્યક્ષેત્રમાં મહેનત અને પ્રતિભાની કદર થશે. નોકરી અને સામાજિક જીવનમાં માન-સન્માન વધી શકે છે. લાંબા સમયથી અટકેલા જરૂરી કામો પૂરા થવાથી માનસિક અને આર્થિક રાહત મળશે. જૂના કર્જમાંથી મુક્તિના યોગ છે. રોકાણમાંથી પણ સારો લાભ મળી શકે છે.
4/6
સૂર્યની રાશિ સિંહ પર પણ આજે વિષ્ણુની વિશેષ કૃપા રહી શકે છે. પૈસા સંબંધિત મુશ્કેલીઓ ઘટવાના સંકેત છે. નોકરીધારકોને પોતાની ક્ષમતા બતાવવાની અને વધુ સારું પ્રદર્શન કરવાની તકો મળશે. અચાનક ધનલાભ થઈ શકે છે. કામના અર્થે થતી મુસાફરીઓ ફાયદાકારક રહેશે. જૂના મિત્રો સાથે મુલાકાતથી મન પ્રસન્ન થશે. વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં સકારાત્મક ફેરફાર આવી શકે છે.
ADVERTISEMENT
5/6
શુક્રની બીજી રાશિ તુલા પણ ભગવાન વિષ્ણુને પ્રિય છે. દેવઉઠી એકાદશી તુલા રાશિના જાતકો માટે ખુશી અને પ્રગતિના નવા અવસર લાવી શકે છે. નોકરીમાં તમારા કામની પ્રશંસા થશે. પ્રમોશન અને પગારવૃદ્ધિના યોગ બની શકે છે. વિષ્ણુની કૃપાથી આત્મવિશ્વાસ અને નિર્ણય લેવાની ક્ષમતા વધશે, જેનો લાભ કરિયરમાં મળશે. મિલકત કે વાહન ખરીદવાની યોજના સફળ થઈ શકે છે. વેપારમાં નફો વધવાના અને આર્થિક સ્થિતિ મજબૂત થવાના સંકેત છે.
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ