ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / Apple બનાવી રહ્યું છે ખુદનો AI Agent, હવે તમારું MacBook આપમેળે કામ કરશે

photo-story

5 ફોટો ગેલેરી

ટેક / Apple બનાવી રહ્યું છે ખુદનો AI Agent, હવે તમારું MacBook આપમેળે કામ કરશે

Last Updated: 06:56 PM, 20 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Apple MacBook યુઝર્સ માટે મોટી ટેક્નોલોજીકલ અપડેટ આવી શકે છે. જેમાં કંપની એવું AI Agent તૈયાર કરી રહી છે, જે તમારા બદલે વેબસાઇટ ખોલવાથી લઈને કોડિંગ અને એપ્સ ઓપરેટ કરવાનાં કામ પણ કરી શકશે.

1/5

photoStories-logo

1. સ્માર્ટ AI એજન્ટ

એપલ હવે એક એવા સ્માર્ટ AI એજન્ટ પર કામ કરી રહી છે જે તમારા MacBookને પોતે જ ચલાવી શકે. જેમાં તમે કીબોર્ડ કે માઉસને હાથ પણ નહિ લગાડો અને છતાં કમ્પ્યુટર પર સર્ચ, કોડિંગ કે અન્ય કામો આપમેળે થતા રહેશે. આ જ વિચારને રિયાલિટી બનાવવા માટે કંપની મથી પડી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. MacBook પર કરશે કામ

એક રિપોર્ટ અનુસાર એપલે તાજેતરમાં એક સિનિયર એન્જિનિયરિંગ મેનેજરની જગ્યા માટે નોકરીની જાહેરાત કરી છે. આ પોઝિશન પર આવનાર વ્યક્તિનું મુખ્ય કામ એવા AI એજન્ટને તૈયાર કરવાનું હશે જે માનવીની જેમ જ ડિવાઇસનો ઉપયોગ કરી શકે. આ એજન્ટ વેબ બ્રાઉઝિંગથી માંડીને વિવિધ એપ્સમાં કામ કરવા, કમાન્ડ ચલાવવા, કોડ લખવા અને તેમાંની ભૂલો સુધારવા સુધીના કાર્યો સંભાળી શકશે. એકવાર કામ સમજાવી દો તો પછી તે જરૂર મુજબ યોગ્ય ટૂલ પસંદ કરીને પગલાંબદ્ધ કાર્યો પૂરા કરશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. ખુદ નક્કી કરશે

જેની ખાસ વાત એ છે કે આ AI એજન્ટ પોતે નક્કી કરશે કે કયા કામ માટે કયું ટૂલ વાપરવું. વેબસાઇટની જરૂર હોય તો બ્રાઉઝર ખોલશે, કોડિંગનું કામ હોય તો કમાન્ડ લાઇનનો ઉપયોગ કરશે. જેમાં યુઝર્સને દરેક સ્ટેપ પર પ્રોમ્પ્ટ આપવાની જરૂર નહીં પડે. આ બધી પ્રક્રિયા પ્રાઇવેસીને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. થર્ડ પાર્ટીના AI એજન્ટ્સ

બીજી બાજુ એપલ થર્ડ પાર્ટીના AI એજન્ટ્સ પ્રત્યે સાવધાની વાપરી રહી છે. આગામી macOS 27.3 અપડેટમાં એવા અલર્ટ આવી શકે છે જે યુઝર્સને થર્ડ પાર્ટીના એજન્ટને પૂરો કંટ્રોલ આપતા પહેલાં ચેતવણી આપશે. કંપનીએ ડેવલપર્સને પહેલેથી જ કહી દીધું છે કે આવી પરમિશન માટે યુઝર્સની મંજૂરી જરૂરી રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. પ્રારંભિક તબક્કામાં પ્રોજેક્ટ

હાલમાં આ પ્રોજેક્ટ પ્રારંભિક તબક્કામાં છે. Anthropic અને OpenAI જેવી કંપનીઓ પહેલેથી જ આ ક્ષેત્રમાં આગળ છે છતાં એપલ પણ હવે આ બજારમાં પ્રવેશ કરવા તૈયાર થઈ રહી છે. રિપોર્ટ અનુસાર કંપની આગામી વર્ષના અંત સુધીમાં આ સેવા લોન્ચ કરવાનું વિચારી રહી છે, પણ હજુ કોઈ ઓફિશિયલ તારીખ જાહેર થઈ નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Apple AI Agent AI Technology MacBook AI Features
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ