ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / ''જે એક્સાઈટમેન્ટ સાથે હું અમેરિકા આવી...'', એક ભારતીય મહિલાને કેમ USનો મોહ ઓછો થઇ ગયો?

NRI / ''જે એક્સાઈટમેન્ટ સાથે હું અમેરિકા આવી...'', એક ભારતીય મહિલાને કેમ USનો મોહ ઓછો થઇ ગયો?

Published By: Pravin Joshi

Last Updated: 06:09 PM, 23 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં 2 વર્ષ વિતાવ્યા બાદ બિટ્સ પિલાનીના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને માઈક્રોસોફ્ટના સોફ્ટવેર એન્જિનિયર આયુષી શ્રીવાસ્તવે વિદેશી જીવનના અનુભવો શેર

ADVERTISEMENT

વિદેશ જઈને સ્થાયી થવું, ડોલરમાં કમાણી કરવી અને ત્યાંની ઉચ્ચ ગુણવત્તાવાળી જીવનશૈલી જીવવી - એ લાખો ભારતીય યુવાનોનું સ્વપ્ન હોય છે. નવી નોકરી, સ્વચ્છ પર્યાવરણ, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વૈભવી જીવન શરૂઆતમાં ખૂબ જ આકર્ષક અને રોમાંચક લાગે છે. પરંતુ શું આ ચમક આજીવન કાયમ રહે છે? અમેરિકામાં કાર્યરત ભારતીય સોફ્ટવેર એન્જિનિયર આયુષી શ્રીવાસ્તવે સોશિયલ મીડિયા પર પોતાના અનુભવો શેર કરીને આ જ ગંભીર વિષય પર ચર્ચા જગાવી છે.

શરૂઆતનો રોમાંચ વિરુદ્ધ આજની વાસ્તવિકતા

બિટ્સ પિલાનીથી અભ્યાસ કરનાર અને હાલમાં માઈક્રોસોફ્ટ (Microsoft) માં સોફ્ટવેર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા 25 વર્ષીય આયુષી શ્રીવાસ્તવ આશરે 2 વર્ષ પહેલાં ભારે ઉત્સાહ સાથે યુએસ (US) ગયા હતા. તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરતાં તેમણે જણાવ્યું કે, શરૂઆતમાં જે બાબતો તેમને અત્યંત ખાસ અને અદ્ભુત લાગતી હતી, હવે તે તેમની રોજિંદી જિંદગીનો સામાન્ય હિસ્સો બની ગઈ છે.

અમેરિકાના સુંદર વોટરફ્રન્ટ અને કુદરતી નજારા બતાવતા તેમણે કહ્યું કે, ઊંચી ઇમારતો, સ્વચ્છ હવા અને પાણી, બરફ વર્ષા તેમજ વિવિધ ઋતુઓ જોયા પછી હવે આ બધું સામાન્ય લાગવા માંડ્યું છે. જિંદગીનું એક મોટું સ્વપ્ન પૂરું થયા પછી પણ જ્યારે તેની ચમક ઓછી થઈ જાય, ત્યારે આગળ વધવા માટે નવું પ્રેરણાબળ (Driving Force) ક્યાંથી શોધવું - એ સવાલ તેમણે યુવાનો સમક્ષ મૂક્યો છે.

મનોવિજ્ઞાનમાં આ સ્થિતિને શું કહેવાય?

આયુષીના વીડિયો પર પ્રતિક્રિયા આપતાં યુઝર્સે આ માનસિક પરિસ્થિતિને 'હેડોનિક એડેપ્ટેશન' (Hedonic Adaptation) તરીકે ઓળખાવી છે. અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશનના સંશોધન પત્ર અનુસાર, જીવનમાં ગમે તેટલો મોટો હકારાત્મક બદલાવ આવે કે મોટી સિદ્ધિ મળે, સમય જતાં વ્યક્તિનું ખુશીનું સ્તર પોતાના મૂળ સામાન્ય સ્તર પર પાછું આવી જાય છે. નવી નોકરી, મોટી સેલેરી, નવું ઘર કે મોંઘી કાર શરૂઆતમાં ભારે આનંદ આપે છે, પરંતુ જ્યારે તે દિનચર્યાનો ભાગ બને છે ત્યારે તેનું આકર્ષણ ઘટી જાય છે.

વધુ વાંચો : બૂમાબૂમ કરતાં ગળું દબાવી હત્યા કરી, દુષ્કર્મ આચરી લાશ ઝાડીમાં ફેંકી, ગાંધીધામમાં મહિલાની લાશનો ભેદ ઉકેલાયો

માત્ર વિદેશ નહિ, દરેક ક્ષેત્રે લાગુ પડે છે આ નિયમ

માનસિક આરોગ્ય નિષ્ણાતોના મતે, આ સ્થિતિ માત્ર યુએસ કે વિદેશ જનારા લોકો પૂરતી સીમિત નથી. કોઈપણ ક્ષેત્રમાં મોટું લક્ષ્ય પ્રાપ્ત કર્યા પછી જ્યારે તેનું 'નવાપણું' પૂરું થઈ જાય છે, ત્યારે મન કુદરતી રીતે જ એક નવા લક્ષ્ય કે પડકારની શોધ કરવા માંડે છે. આયુષીની આ સોશિયલ મીડિયા પોસ્ટ હાલમાં એનઆરઆઈ (NRI) સમુદાય અને ગ્લોબલ પ્રોફેસનલ્સ વચ્ચે ભારે ચર્ચાનો વિષય બની છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Microsoft Engineer US Video NRILife USA

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ