ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બૂમાબૂમ કરતાં ગળું દબાવી હત્યા કરી, દુષ્કર્મ આચરી લાશ ઝાડીમાં ફેંકી, ગાંધીધામમાં મહિલાની લાશનો ભેદ ઉકેલાયો

ક્રાઈમ / બૂમાબૂમ કરતાં ગળું દબાવી હત્યા કરી, દુષ્કર્મ આચરી લાશ ઝાડીમાં ફેંકી, ગાંધીધામમાં મહિલાની લાશનો ભેદ ઉકેલાયો

Published By: Hiralal Parmar
Reported By: Alpesh Goswami

Last Updated: 07:02 PM, 22 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીધામમાં મળેલી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો ગયો છે. પોલીસે મૂળ ઓડિશાની એક શખ્સની ધરપકડ કરી છે.

ADVERTISEMENT

ગાંધીધામના મચ્છુનગર રેલવે ફાટક પાસે મહિલાની હત્યા અને દુષ્કર્મના ચકચારી કેસનો ભેદ પૂર્વ કચ્છ પોલીસે ઉકેલી દીધો છે.બાવળની ઝાડીમાંથી 19 સપ્ટેમ્બરે 45 વર્ષીય મહિલાની લાશ મળી આવી હતી. રેપ વિથ મર્ડર કેસમાં એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.

મેડિકલ તપાસમાં શું સામે આવ્યું?

મચ્છુનગર રેલવે ફાટક પાસે મહિલાની લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી મહિલાની હત્યા ગળું દબાવીને કરવામાં આવી હોવાનું મેડિકલ તપાસમાં સામે આવ્યું હતું....સાથેજ મહિલા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનું પીએમ રિપોર્ટમાં ખુલાસો થયો હતો. બી, ડિવિઝન પોલીસ , LCB, SOG અને FSLની ટીમો તપાસમાં જોડાઈ હતી.તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી એક રૂમાલ અને ચંપલ મળી આવ્યા હતા.

CCTVથી ઝડપાયો આરોપી

આ કડીઓને આધારે આસપાસના CCTV ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. બનાવના આશરે એક કલાક પહેલાં માથા પર એ જ પ્રકારનો રૂમાલ બાંધેલો એક શખ્સ CCTVમાં દેખાયો હતો..CCTV ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે પોલીસે ઈન્દિરાનગર રેલવે પાટા પાસેથી શંકાસ્પદ ઈસમને ઝડપી પાડ્યો હતો.પૂછપરછમાં આરોપીની ઓળખ ઓરિસ્સાના 23 વર્ષીય પ્રેમસિંગ પુરીબાગ તરીકે થઈ હતી.. આરોપીએ મહિલાની એકલતાનો લાભ લઈ તેને બળજબરીથી પકડી હતી...મહિલાએ બૂમાબૂમ કરતાં આરોપીએ તેનું ગળું દબાવી હત્યા કરી અને ત્યારબાદ દુષ્કર્મ આચરી લાશ ઝાડીમાં ફેંકી દીધી હતી. હાલ પોલીસે રેપ વિથ મર્ડરના ચકચારી કેસમાં આરોપીને ઝડપી પાડ્યો છે.

વધુ વાંચો : માલિકે ન આપ્યો 10 હજારનો પગાર, કર્મચારી 24 કરોડનો સામાન સળગાવીને ફરાર, પોલીસે કરી ધરપકડ

મૃતક મહિલા ઝૂલેખા ખાન મૂળ બિહારની વતની

મૃતક મહિલા ઝૂલેખા ખાન મૂળ બિહારની વતની છે અને ગાંધીધામના ઇન્દિરા નગરમાં રહીને ઋષિ સોયા કંપનીમાં મજૂરી કામ કરતી હતી.. નિત્યક્રમ મુજબ 19 સપ્ટેમ્બરના મહિલા સવારે 9 વાગે એકલી પગપાળા કંપનીમાં કામે જવા નીકળી હતી તે દરમિયાન આરોપીએ એકલતાનો લાભ લઈને મહિલા પર રેપ કરી હત્યા નિપજાવી આરોપી ફરાર થઇ ગયો હતો. પોલીસને ઘટના સ્થળે મળેલા આરોપીના ચંપલ અને રૂમાલ આધારે આરોપીની ઓળખ કરી ગણતરીના કલાકોમાં આરોપીને દબોચી લીધો છે ..હાલ પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Breaking News Latest Gujarat News Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ