ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કોમનવેલ્થ ગેમ્સ પહેલાં પ્રદૂષણના હોટસ્પોટની ઓળખ, સાબરમતી રિવરફ્રન્ટ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રદૂષણનાં કારણો અલગ

ગુજરાત / કોમનવેલ્થ ગેમ્સ પહેલાં પ્રદૂષણના હોટસ્પોટની ઓળખ, સાબરમતી રિવરફ્રન્ટ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રદૂષણનાં કારણો અલગ

Published By: Nidhi Panchal

Last Updated: 06:01 PM, 17 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2030ની કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ વચ્ચે અમદાવાદની હવાની ગુણવત્તાને લઈને ચિંતાજનક વિગતો સામે આવી છે. AMC અને IIT કાનપુરના અભ્યાસમાં સાબરમતી રિવરફ્રન્ટ તથા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિસ્તારમાં પ્રદૂષણનાં અલગ-અલગ મુખ્ય સ્રોતો ઓળખાયા છે.

ADVERTISEMENT

અમદાવાદમાં ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સના આયોજનની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે શહેરની હવાની ગુણવત્તાને લઈને ચિંતા ઊભી થઈ છે. શહેરમાં હવાના પ્રદૂષણનાં મુખ્ય સ્રોતો અને હોટસ્પોટ્સની ઓળખ કરવા માટે કરાયેલા અભ્યાસમાં સાબરમતી રિવરફ્રન્ટ અને મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પ્રદૂષણનાં અલગ-અલગ કારણો સામે આવ્યાં છે. રિવરફ્રન્ટ પર ધૂળ અને કોલસાના દહનથી થતું પ્રદૂષણ વધુ જોવા મળ્યું, જ્યારે સ્ટેડિયમ વિસ્તારમાં દરિયાઈ ઉત્સર્જન અને કચરો સળગાવવાની પ્રવૃત્તિનું પ્રમાણ વધુ નોંધાયું હતું.

Comman

આ અભ્યાસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)એ આઈઆઈટી-કાનપુરના સહયોગથી શરૂ કરેલી પહેલ અંતર્ગત કરવામાં આવ્યો છે. ‘સ્માર્ટ–વાયુ’ (સેન્સિંગ એન્ડ મોનિટરિંગ ફોર એર ક્વોલિટી યુઝિંગ રિયલ-ટાઈમ ટેક્નોલોજી) નામની આ પહેલનો હેતુ શહેરમાં હવાના પ્રદૂષણનાં હોટસ્પોટ્સ અને તેના સ્રોતોની ઓળખ કરવાનો છે.

૨૪થી ૨૮ એપ્રિલ દરમિયાન હવાના નમૂના લેવામાં આવ્યા

સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ૨૪થી ૨૮ એપ્રિલ દરમિયાન હવાના નમૂના લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ ૨૫ જૂનથી ૮ ઓગસ્ટ દરમિયાન ફરીથી નમૂના પરીક્ષણ હાથ ધરાયું હતું. અભ્યાસમાં સામે આવ્યું કે રિવરફ્રન્ટ ખાતે પ્રદૂષણના અંદાજિત સ્રોતોમાં ધૂળનો હિસ્સો ૩૬ ટકા હતો, જ્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે તે ૨૩ ટકા હતો. કોલસાના દહનથી થતા પ્રદૂષણનો હિસ્સો રિવરફ્રન્ટ પર ૨૪ ટકા હતો, જ્યારે સ્ટેડિયમ ખાતે માત્ર એક ટકા નોંધાયો હતો. તેનાથી વિપરીત, દરિયાઈ ઉત્સર્જન અને કચરો સળગાવવાની પ્રવૃત્તિનો સંયુક્ત હિસ્સો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ૩૮ ટકા હતો, જે રિવરફ્રન્ટ ખાતેના ૧૬ ટકાથી બમણા કરતાં પણ વધુ હતો. પાવર પ્લાન્ટ સંબંધિત સ્રોતોનો હિસ્સો સ્ટેડિયમ ખાતે ૨૦ ટકા નોંધાયો હતો.

પ્રદૂષણના સ્રોતોનું વિશ્લેષણ

  • અભ્યાસમાં પ્રદૂષણના વિવિધ સ્રોતોનો હિસ્સો નીચે મુજબ નોંધાયો હતો:
  • ધૂળ: રિવરફ્રન્ટ ખાતે ૩૬ ટકા અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ૨૩ ટકા.
  • કોલસાનું દહન: રિવરફ્રન્ટ ખાતે ૨૪ ટકા અને સ્ટેડિયમ ખાતે એક ટકા.
  • દરિયાઈ ઉત્સર્જન અને કચરો સળગાવવો: સ્ટેડિયમ ખાતે ૩૮ ટકા અને રિવરફ્રન્ટ ખાતે ૧૬ ટકા.
  • પાવર પ્લાન્ટ સંબંધિત સ્રોતો: સ્ટેડિયમ ખાતે ૨૦ ટકા.
  • ટ્રાફિક સંબંધિત કાર્બનિક એરોસોલ્સ: સ્ટેડિયમ ખાતે ૧૮ ટકા અને રિવરફ્રન્ટ ખાતે ૧૩ ટકા.

અભ્યાસમાં કાર્બનિક એરોસોલ્સના પ્રકારોમાં પણ તફાવત જોવા મળ્યો હતો. પ્રાદેશિક ઓક્સિડાઈઝ્ડ કાર્બનિક એરોસોલ્સનો હિસ્સો રિવરફ્રન્ટ ખાતે ૪૧ ટકા અને સ્ટેડિયમ ખાતે ૩૪ ટકા હતો, જ્યારે ઘન કચરાના દહનથી ઉત્પન્ન થતા ઓક્સિડાઈઝ્ડ કાર્બનિક એરોસોલ્સનો હિસ્સો અનુક્રમે ૨૮ ટકા અને ૧૦ ટકા હતો.

એરોસોલ્સનો હિસ્સો રિવરફ્રન્ટના ૧૩ ટકાની સરખામણીએ સ્ટેડિયમ ખાતે ૨૨ ટકા

બીજી તરફ શહેરી ઓક્સિડાઈઝ્ડ કાર્બનિક એરોસોલ્સનો હિસ્સો રિવરફ્રન્ટના ૧૩ ટકાની સરખામણીએ સ્ટેડિયમ ખાતે ૨૨ ટકા હતો. ટ્રાફિક સંબંધિત ઓક્સિડાઈઝ્ડ કાર્બનિક એરોસોલ્સનો હિસ્સો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ૧૮ ટકા હતો, જ્યારે રિવરફ્રન્ટ ખાતે તે ૧૩ ટકા હતો. ઘન કચરાના દહનથી ઉત્પન્ન થતા ઓક્સિડાઈઝ્ડ કાર્બનિક એરોસોલ્સનો હિસ્સો મોટેરા ખાતે ૧૬ ટકા અને રિવરફ્રન્ટ ખાતે પાંચ ટકા હતો. ઘન કચરાના દહનથી થતા પ્રદૂષણમાં તત્ત્વોના હિસ્સાની વાત કરીએ તો રિવરફ્રન્ટ ખાતે તે ૧૪ ટકા અને સ્ટેડિયમ ખાતે ૧૧ ટકા હતો. કચરો સળગાવવાથી થતા પ્રદૂષણમાં આ હિસ્સો બંને સ્થળોએ છ ટકા હતો.

આ પણ વાંચો : અમદાવાદ RTOમાં ટેકનિકલ ખામીથી ડ્રાઈવિંગ ટેસ્ટ અટવાયા, અરજદારોને ધક્કા

શહેરનાં ૧૦ સ્થળોએ કરાશે મોનિટરિંગ

અમદાવાદમાં હવાના પ્રદૂષણનું નિરીક્ષણ કરવા માટે કુલ ૧૦ સ્થળોની પસંદગી કરવામાં આવી છે, તેમાં સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, નારોલ સ્થિત ગુજરાત પોલીસ અકાદમી, કરાઈ, સંસ્કારધામ, વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ, પીરાણા એએમસી કોમ્યુનિટી સર્વિસ સેન્ટર, રાખિયાલ એએમસી હેલ્થ ઓફિસ, વટવા જીઆઈડીસી ચાંદખેડા કોમ્પ્લેક્સ, બોપલ અર્બન હેલ્થ સેન્ટર અને થલતેજ એએમસી વોર્ડ ઓફિસનો સમાવેશ થાય છે

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Air Pollution Commonwealth Games 2030 Sabarmati Riverfront

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ