ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / જો નદી કે તળાવે ન જઈ શકો તો આ સરળ વિધિથી ઘરમાં જ આપો માં દુર્ગાને વિદાય

photo-story

6 ફોટો ગેલેરી

દુર્ગા વિસર્જન 2026 / જો નદી કે તળાવે ન જઈ શકો તો આ સરળ વિધિથી ઘરમાં જ આપો માં દુર્ગાને વિદાય

Last Updated: 05:17 PM, 17 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શારદીય નવરાત્રિના અંતે 20 ઓક્ટોબર 2026 ના રોજ મા દુર્ગાનું વિસજ્જન કરવામાં આવશે, જો નદી કે તળાવે ન જઈ શકો તો ઘરે રહીને જ આ સરળ વિધિથી માતાજીને વિદાય આપી શકાય છે.

1/6

photoStories-logo

1. જો નદી કે તળાવે ન જઈ શકો તો આ સરળ વિધિથી ઘરમાં જ આપો માં દુર્ગાને વિદાય

શારદીય નવરાત્રિના નવ દિવસો દરમિયાન ભક્તો દ્વારા મા દુર્ગાના નવેય સ્વરૂપોની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ દિવસોમાં શ્રદ્ધાળુઓ માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે વ્રત રાખે છે અને સંપૂર્ણ વિધિ-વિધાન સાથે પૂજા કરે છે. નવરાત્રિના આખરી દિવસ એટલે કે દશમી તિથિના રોજ મા દુર્ગાને ભક્તિભાવપૂર્વક વિદાય આપવામાં આવે છે, જેને દુર્ગા વિસજ્જન તરીકે ઓળખવામાં આવે છે. આ પવિત્ર દિવસે ભક્તો માતાજીને આગામી વર્ષે ફરી પધારવા માટે પ્રાર્થના કરે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિની કામના કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. કઈ પૂજા વિધિ કરવી જોઈએ?

જો કે, અનેક લોકો માટે નદી કે તળાવ પર જઈને મા દુર્ગાની પ્રતિમાનું વિસર્જન કરવું શક્ય બનતું નથી. આવી સ્થિતિમાં પ્રશ્ન એ થાય છે કે શું ઘરે રહીને જ મા દુર્ગાને વિદાય આપી શકાય છે અને તેના માટે કઈ પૂજા વિધિ અપનાવવી જોઈએ? ધાર્મિક શાસ્ત્રો મુજબ ઘરમાં પણ સંપૂર્ણ વિધિ-વિધાન સાથે વિસજ્જનની પ્રક્રિયા પૂરી કરી શકાય છે. જો તમે પણ નદી કે તળાવમાં વિસર્જન ન કરી શકો, તો કેટલાક સરળ ચરણોનું પાલન કરીને ઘરે જ મા દુર્ગાને વિદાય આપી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. દુર્ગા વિસર્જન 2026 ક્યારે થશે?

વર્ષ 2026માં દુર્ગા વિસર્જન મંગળવાર, 20 ઓક્ટોબરના રોજ કરવામાં આવશે. આ દિવસે દશમી તિથિ અને વિજયાદશમીનું વિશેષ મહત્વ રહેલું છે. પંચાંગ અનુસાર, વિસર્જન માટેનું શુભ મુહૂર્ત બપોરે 1:14 વાગ્યાથી લઈને 3:30 વાગ્યા સુધીનું રહેશે. આ શુભ મુહૂર્તની કુલ અવધિ 2 કલાક અને 16 મિનિટની છે. દશમી તિથિ શરૂ: 20 ઓક્ટોબરના રોજ બપોરે 12:50 વાગ્યે, દશમી તિથિ સમાપ્ત: 21 ઓક્ટોબરના રોજ બપોરે 2:11 વાગ્યે. આ વખતે દુર્ગા વિસર્જન પર 'રવિ યોગ'નો વિશેષ અને અત્યંત શુભ સંયોગ બની રહ્યો છે. આ જ નિશ્ચિત સમયગાળા દરમિયાન મહાઆરતી, સિંદૂર ખેલા અને વિસર્જન સાથે જોડાયેલા તમામ ધાર્મિક કર્મકાંડો પૂર્ણ કરવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ઘરે મા દુર્ગાનું વિસર્જન કેવી રીતે કરવું?

ઘરે માતા દુર્ગાનું વિસર્જન વિધિ-વિધાન પૂર્વક અને ખૂબ જ સરળ રીતે થઈ શકે છે. જો તમે નદી કે તળાવમાં મૂર્તિ પ્રવાહિત નથી કરી શકતા, તો ઘરમાં જ આ સરળ પદ્ધતિથી વિસર્જન કરો. દશમી તિથિના દિવસે સવારે સ્નાન કર્યા પછી મા દુર્ગાની ચોકી સામે દીવો અને ધૂપ પ્રજ્વલિત કરો.માતાજીને ફૂલ, ચોખા, સિંદૂર, લાલ ચુંદડી અને ફળ-મિઠાઈઓનો ભોગ ધરો. તમે હલવો, પૂરી, ખીર વગેરેનો ભોગ પણ અર્પણ કરી શકો છો. આ પછી હાથમાં થોડા ચોખા અને ફૂલ લઈને માતાજી પાસે વિસજ્જન માટે અને આવતા વર્ષે ફરી પધારવા માટે પ્રાર્થના કરો.મા દુર્ગાની આરતી કરો. વિસજ્જન કરતા પહેલા હાથમાં પુષ્પ અને અક્ષત લઈને આ વિશેષ મંત્રનો પાઠ કરો: ગच्छ गच्छ सुरश्रेष्ठे स्वस्थानं परमेश्वरि. पूजाराधनकाले च पुनरागमनाय च॥ મંત્ર જાપ કર્યા પછી કલશ કે ઘટને પોતાની જગ્યાથી થોડો-સૂ હલાવી દો અથવા કિનારી તરફ સરકાવી દો. તેને વિસજ્જનનું પ્રતીક માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. માટીની મૂર્તિનું વિસર્જન

જો તમે માટીની નાની મૂર્તિ સ્થાપિત કરી છે, તો તેને ઘરે જ એક મોટા વાસણમાં અથવા બાલ્ટીમાં શુદ્ધ પાણી ભરીને હળવેથી વિસર્જન કરી દો. જ્યારે મૂર્તિ પાણીમાં સંપૂર્ણપણે ઓગળી જાય, ત્યારે તે પવિત્ર પાણીને કોઈ કુંડામાં અથવા છોડની માટીમાં રેડી દો. જો તમે મૂર્તિને ઓગાળવા ન માંગતા હોવ અથવા ફોટો (તસવીર) સ્થાપિત કર્યો હોય, તો તે તસવીરને યથાવત તમારા પૂજા સ્થાન પર પણ રાખી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. દુર્ગા વિસર્જન પછી શું કરવું?

કલશ ઉપર રાખેલા નાળિયેરને હટાવી લો અને તેને પ્રસાદ તરીકે પરિવારના તમામ સભ્યોમાં વહેંચી દો.કલશમાં બચેલા પવિત્ર પાણીને આંબાના પાન અથવા ફૂલોની મદદથી સમગ્ર ઘરમાં અને તમામ ઓરડાઓમાં છાંટો. આનાથી ઘરમાં સકારાત્મક ઊર્જા જળવાઈ રહે છે. કલશની અંદર રાખેલા સિક્કાને બહાર કાઢીને તમારી તિજોરી કે પર્સમાં મૂકી દો. બાકીની સુપારી, લવિંગ કે અન્ય પૂજન સામગ્રીને કોઈ કુંડા કે વૃક્ષની આસપાસ વિસર્જન કરી દો. જે જ્વારા (જવ) ઉગાડવામાં આવ્યા હતા, તેમને કોઈ મંદિરમાં અથવા પીપળ કે વડના વૃક્ષ પાસે આદરપૂર્વક મૂકી આવો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

MaaDurga Navratri2026 DurgaVisarjan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ