ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરામાં ગરબાના મેદાનમાં આયુષ બનીને રઝાકે લીધી એન્ટ્રી, એજન્સીનું કારસ્તાન આવ્યું સામે

પર્વમાં પાપ / વડોદરામાં ગરબાના મેદાનમાં આયુષ બનીને રઝાકે લીધી એન્ટ્રી, એજન્સીનું કારસ્તાન આવ્યું સામે

Published By: Hiralal Parmar
Reported By: Manu Chavda

Last Updated: 12:23 PM, 17 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં યુનાઈટેડ-વેના ગરબાના બોયઝ ઝોન ચેકિંગ એજન્સીનું કારસ્તાન સામે આવ્યું છે.

ADVERTISEMENT

વડોદરાના વિશ્વપ્રસિદ્ધ 'યુનાઇટેડ વે' ગરબા ગ્રાઉન્ડમાં નવરાત્રિ મહોત્સવ દરમિયાન એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ક વિધર્મી યુવકે હિંદુ બનીને પ્રવેશ લીધો હોવાનો આરોપ થયા છે.

રઝાક નામના વિધર્મીએ આયુષ બનીને ગરબામાં આવ્યો હતો. આ બાબતની ચોક્કસ બાતમી મળતાં જ બજરંગ દળના સહ-સંયોજક સાઈકુમાર પિલ્લાઈ પોતાના કાર્યકર્તાઓ સાથે યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડ ખાતે પહોંચી ગયા હતા. સ્કેનિંગ વિભાગમાં શંકાસ્પદ હાલતમાં કામ કરી રહેલા યુવકની ચકાસણી કરતાં તેના પાસ/કાર્ડ પર હિન્દુ નામ દર્શાવેલું હોવાનું સામે આવ્યું હતું. બજરંગ દળના કાર્યકરોએ યુવકને પકડી પાડ્યો હતો.

વિધર્મી યુવકને પોલીસ હવાલે કરાયો

બજરંગ દળે આ યુવકને પકડીને તુરંત સ્થળ પર તૈનાત પોલીસને હવાલે કર્યો હતો. ખોટી ઓળખ આપીને ગરબા ગ્રાઉન્ડના સંવેદનશીલ એવા સ્કેનિંગ વિભાગમાં પ્રવેશ મેળવવા પાછળ યુવકનો શું હેતુ હતો તે અંગે પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. પોલીસે યુવકની અટકાયત કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વાંચો : VIDEO : માતાજીની ઉપાસના કરવાવાળાને મહિષાસુરોથી કેમ ડર લાગે છે ? કાજલ હિંદુસ્તાનીએ આદિત્ય ગઢવી પર કર્યો પલટવાર

અમદાવાદમાં ગરબામાં મહિલા સાથે બાઉન્સરે કરી છેડતી

અમદાવાદમાં ગરબામાં એક મહિલા સાથે બાઉન્સર દ્વારા છેડતી કરવામાં આવી હોવાની ફરિયાદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળને મળી હતી. ત્યારબાદ VHP અને બજરંગદળના કાર્યકરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસ કરતાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. ત્યારબાદ આદિત્ય ગઢવીએ સ્ટેજ ઉપર થી જાહેરાત કરી હતી કે આમાં મારો અને મારી ટીમનો કોઈ જ પ્રકારનો વાંક નથી જે થયું છે તે બેક સ્ટેજ ઉપરથી થયું છે ત્યારે સમગ્ર ઘટનામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો ત્યારે આ જ મુદ્દે બજરંગ દળના પ્રમુખ જ્વલિત મહેતાએ VTV સાથેની ખાસ વાતચીતમાં નિવેદન આપ્યું હતું કે રંગ મોરલા ગરબામાં એક મહિલાની છેડતી થયાની ફરિયાદ મળતા જ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના આગેવાનો ગરબાના સ્થળે પહોંચી ગયા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

navratri 2026 NEWS navratri navratri 2026

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ