ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / કોમનવેલ્થ ગેમ્સ-2030 પહેલાં અમદાવાદની કનેક્ટિવિટી બદલાશે, 4 બસ પોર્ટ અને 4 મલ્ટિમોડલ હબ બનાવવાની તૈયારી
Last Updated: 02:30 PM, 14 October 2026
ADVERTISEMENT
કોમનવેલ્થ ગેમ્સ-૨૦૩૦ની તૈયારીઓ વચ્ચે ગુજરાત સરકારે અમદાવાદની કનેક્ટિવિટી વધારવા-સુધારવા માટે શહેરની આસપાસ ચાર બસ પોર્ટ અને ચાર મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ વિકસાવવાની યોજના બનાવી છે. આ નેટવર્કથી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સાથે અમદાવાદનું જોડાણ વધુ મજબૂત બનશે, સાથે જ આંતરશહેરી અને આંતરરાજ્ય મુસાફરીને વધુ કાર્યક્ષમ બનાવવાનો હેતુ છે.
ADVERTISEMENT

આ પ્રોજેક્ટ જાહેર-ખાનગી ભાગીદારી (પીપીપી)ના ધોરણે વિકસાવવાની દરખાસ્ત છે, જોકે સ્થળ પર સર્વેક્ષણ, મુસાફરોની માગનું મૂલ્યાંકન, વિવિધ પરિવહન સેવાઓનું સંકલન, પર્યાવરણ અને સામાજિક અસરનો અભ્યાસ, નાણાકીય સધ્ધરતાની ચકાસણી તથા ટેન્ડર દસ્તાવેજો તૈયાર કરવા સહિતની કામગીરી હજુ કરવાની બાકી છે.
ADVERTISEMENT
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર આ સંદર્ભે સરકારના ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી છે, તેમાં વિકાસ અને વ્યાપારી પાસાં સાથે સમગ્ર નેટવર્કના અમલીકરણની રૂપરેખા પણ રજૂ કરવામાં આવી છે, જોકે વધુ આયોજન અને જરૂરી મંજૂરીઓ બાદ જ આગળની કામગીરી હાથ ધરાશે.
ADVERTISEMENT
રાજ્યના શહેરી વિકાસ વિભાગ (યુડીડી) દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (એએમટીએસ) માટે તૈયાર કરાયેલી પ્રોજેક્ટ રજૂઆત અનુસાર ચાર બસ પોર્ટ અમિયાપુર, કણભા-ભુવાલડી, બાકરોલ (ધોલેરા એક્સપ્રેસ-વે પર) અને જેતલપુર ખાતે બનાવવાની દરખાસ્ત છે, જ્યારે ચાર મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ અચેર, હંસપુરા, અખબારનગર અને મેમનગર ખાતે વિકસાવવાનું આયોજન છે. આ સ્થળોની પસંદગી અમદાવાદના હાલના રોડ નેટવર્ક અને જાહેર પરિવહન વ્યવસ્થાને નવાં પરિવહન કેન્દ્રો સાથે સાંકળવાની વ્યાપક યોજનાના ભાગરૂપે કરવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
મેટ્રો, રસ્તા, બસ પોર્ટ અને મલ્ટિમોડલ હબને સંકલિત કરીને કોમનવેલ્થ ગેમ્સનાં આઠ સ્થળો સુધી પહોંચ સુલભ બનાવવાની યોજના છે, તેમાં એસવીપી સ્પોર્ટ્સ એન્ક્લેવ, કરાઈ સ્પોર્ટ્સ હબ, નારણપુરા સ્પોર્ટ્સ હબ, ગુજરાત યુનિવર્સિટી, ટ્રાન્સસ્ટેડિયા એકા એરેના, વિજય ભારતી એકેડેમી, આઇઆઇટી- ગાંધીનગર અને મહાત્મા મંદિર સંકુલનો સમાવેશ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.