ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2027 પહેલાં દિલ્હી કેપિટલ્સનો મોટો દાવ, યુવરાજ સિંહ બન્યો ટીમનો આસિસ્ટન્ટ અને બેટિંગ કોચ
Last Updated: 08:18 PM, 13 October 2026
ADVERTISEMENT
આઈપીએલ 2027 સીઝન પહેલાં દિલ્હી કેપિટલ્સે મોટો નિર્ણય લીધો છે. ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ હવે આ ફ્રેન્ચાઇઝી સાથે જોડાયા છે. તેઓ આસિસ્ટન્ટ કોચ અને બેટિંગ કોચની ભૂમિકામાં ટીમના ડ્રેસિંગ રૂમમાં નજર આવશે. ફ્રેન્ચાઇઝીએ મંગળવારે વીડિયો બહાર પાડીને આ જાહેરાત કરી છે.
ADVERTISEMENT
44 વર્ષીય યુવરાજે 2007 ના T20 વર્લ્ડ કપ અને 2011 ના વનડે વર્લ્ડ કપમાં ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે તેઓ પોતાના IPL કોચિંગ કરિયરની શરૂઆત દિલ્હી કેપિટલ્સ સાથે કરી રહ્યા છે. તાજેતરના વર્ષોમાં તેમને અનેક સ્થાપિત અને ઉભરતા ભારતીય ક્રિકેટરોને માર્ગદર્શન આપ્યું છે. દિલ્હી સાથે તેમનો જૂનો નાતો પણ છે. 2015માં તેઓ રેકોર્ડ 16 કરોડ રૂપિયામાં દિલ્હીમાં જોડાયો હતો અને તે સીઝનના બધા 14 મેચ રમ્યો હતો.
યુવરાજે કહ્યું કે હું દિલ્હી કેપિટલ્સ સાથે પોતાના જીવનનો નવો અધ્યાય શરૂ કરવા માટે ઉત્સાહિત છું. ફ્રેન્ચાઇઝી સાથે મારો જૂનો સંબંધ છે અને માલિકોને હું સારી રીતે ઓળખું છું. જે આને ખાસ બનાવે છે. સૌરવ ગાંગુલી અને બીજા કોચિંગ સ્ટાફ સાથે કામ કરવા માટે પણ હું આતુર છું.
ADVERTISEMENT
તેમના IPL કરિયરમાં યુવરાજે 132 મેચ રમીને 2750 રન બનાવ્યા અને 36 વિકેટ લીધી હતી. અભિષેક શર્મા અને શુભમન ગિલ જેવા ખેલાડીઓ સાથે તેમને નજીકથી કામ કર્યું છે. જેઓ આજે ભારતીય ટીમના મુખ્ય સ્તંભ બની ગયા છે. તેમનો અનુભવ દિલ્હી કેપિટલ્સ માટે સારું સાબિત થશે કેમ કે ટીમ હજુ પણ પોતાનું પહેલી IPL ટાઇટલ જીતવા માટે પ્રયાસશીલ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ