ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / અહીં 360 દિવસ સુધી બેંક લોકરમાં બંધ રહે છે માતા દુર્ગાની પ્રતિમા, 400 વર્ષ જૂની અનોખી પરંપરા વિશે જાણો

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / અહીં 360 દિવસ સુધી બેંક લોકરમાં બંધ રહે છે માતા દુર્ગાની પ્રતિમા, 400 વર્ષ જૂની અનોખી પરંપરા વિશે જાણો

Last Updated: 06:06 PM, 13 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

પશ્ચિમ બંગાળના જયપુર રાજબાડીમાં મા દુર્ગાની સોનાની મૂર્તિ વર્ષના મોટા ભાગે બેંક લોકરમાં સુરક્ષિત રહે છે. 400 વર્ષ જૂની આ અનોખી પરંપરા નવરાત્રિ દરમિયાન ખાસ આકર્ષણ બની રહે છે.

1/7

photoStories-logo

1. રાજબાડીની દુર્ગા પૂજા

પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લાના જયપુર રાજબાડીની દુર્ગા પૂજા પોતાની અનોખી પરંપરા અને સોનાની મૂર્તિને કારણે ખાસ ઓળખ ધરાવે છે. અહીં મા દુર્ગાની સોનાની પ્રતિમા વર્ષના લગભગ 360 દિવસ બેંક લોકરમાં સુરક્ષિત રાખવામાં આવે છે. દુર્ગા પૂજા વખતે ષષ્ઠીના દિવસે કડક પોલીસ સુરક્ષા વચ્ચે આ સોનાની મૂર્તિને લોકરમાંથી બહાર કાઢીને રાજબાડી લાવવામાં આવે છે. પૂજા પૂરી થયા બાદ દશમીના દિવસે ફરીથી પોલીસ સુરક્ષા સાથે તેને બેંક લોકરમાં મૂકી દેવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. સોનાની પ્રતિમા

આ પૂજાનું સૌથી મોટું આકર્ષણ મા દુર્ગાની સોનાની પ્રતિમા અને ચાંદીનું ચાલચિત્ર છે. મૂર્તિ દ્વિભુજ સ્વરૂપની છે. તેને જોવા માટે પુરુલિયા ઉપરાંત બીજા જિલ્લાઓ અને રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. 400 વર્ષ જૂની પરંપરા

આ પરંપરા લગભગ 400 વર્ષ જૂની છે. રાજપરિવાર અનુસાર રાજા જયસિંહના સમયથી અહીં ધાર્મિક પરંપરાઓની શરૂઆત થઈ હતી. પછીથી રાજા કાશીનાથ સિંહના સમયમાં પૂજા દરમિયાન મંદિરમાં આગ લાગી હતી. ત્યારબાદ રાજાએ મા દુર્ગાની સોનાની પ્રતિમા સ્થાપિત કરવાનો સંકલ્પ લીધો. એવી માન્યતા છે કે રાજા કાશીનાથ સિંહને સ્વપ્નમાં મા દુર્ગાએ સોનાની મૂર્તિ બનાવવાનું સંકેત આપ્યું હતું. ત્યારબાદ બનારસના કારીગરોને બોલાવીને સોનાની પ્રતિમા અને ચાંદીનું ચાલચિત્ર તૈયાર કરાવવામાં આવ્યું હતું, જેમાં મોટી માત્રામાં સોનું અને ચાંદી વપરાયું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ચોરીની ઘટના

એક વખત રાજબાડીમાં ચોરીની ઘટના બની હતી જેમાં ચોરોએ કીમતી વસ્તુઓ અને આભૂષણો લઈને ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ પોલીસની સલાહ પર પૂજાના દિવસો સિવાય આખું વર્ષ સોનાની મૂર્તિને બેંક લોકરમાં રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો. ત્યારથી આ પરંપરા ચાલુ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. પૂજા પેઢીઓથી ચાલે છે

આ પૂજા ઘણી પેઢીઓથી ચાલી આવે છે. શરૂઆતમાં માટીની મૂર્તિ અને પારંપરિક રીતે પૂજા થતી હતી. પછી સ્વપ્નના સંકેત બાદ સોનાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી. અગાઉ પૂજા ચાર દિવસની થતી હતી, પણ આ વખતે પાંચ દિવસ સુધી યોજવાની તૈયારી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. પહેલા પૂજા ભવ્ય રીતે થતી

અગાઉ પૂજા ખૂબ ભવ્ય રીતે થતી હતી. રાજબાડીમાં હાથી, ઘોડા અને મોટી સંખ્યામાં લોકો હાજર રહેતા. ચોરી પછી સુરક્ષા વ્યવસ્થા કડક બની. આજે પણ ષષ્ઠીથી પૂજા શરૂ થાય છે અને પોલીસની કડક નિગરાનીમાં આખી વ્યવસ્થા ચાલે છે. દૂર-દૂરથી લોકો આવીને સોનાની મૂર્તિ અને પૂજા જોવા આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Jaipur Rajbari bank locker Durga
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ