ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Dhanteras 2026: ધનતેરસની સાચી તારીખ કઈ? જાણો પૂજા અને ખરીદીના શુભ મુહૂર્ત

photo-story

5 ફોટો ગેલેરી

ધર્મ / Dhanteras 2026: ધનતેરસની સાચી તારીખ કઈ? જાણો પૂજા અને ખરીદીના શુભ મુહૂર્ત

Last Updated: 05:01 PM, 13 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વર્ષ 2026 માં ધનતેરસનો તહેવાર 6 નવેમ્બરના રોજ શુક્રવારે ઉજવવામાં આવશે. પંચાંગ મુજબ કાર્તિક કૃષ્ણ ત્રયોદશી તિથિ 6 નવેમ્બર ના રોજ સવારે 9:30 વાગ્યે શરૂ થશે.

1/5

photoStories-logo

1. Dhanteras 2026: ધનતેરસની સાચી તારીખ કઈ? જાણો પૂજા અને ખરીદીના શુભ મુહૂર્ત

હિન્દુ ધર્મમાં ધનતેરસના તહેવારનું અનન્ય અને વિશેષ મહત્ત્વ છે. દર વર્ષે કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ધનતેરસ અથવા 'ધનત્રયોદશી' ઉજવવામાં આવે છે. આ દિવસે આરોગ્યના દેવ ભગવાન ધનવંતરી, ધનના દેવતા કુબેર મહારાજ અને ધનધાન્યની દેવી માતા લક્ષ્મીજીની વિધિવત પૂજા કરવાની પરંપરા છે. માન્યતા અનુસાર, આ દિવસે શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચના કરવાથી તેમજ નવી વસ્તુઓની ખરીદી કરવાથી ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ધનતેરસ 2026: સાચી તારીખ અને શુભ મુહૂર્ત

વર્ષ 2026 ના પંચાંગ અનુસાર, કાર્તિક કૃષ્ણ ત્રયોદશી તિથિ 6 November ના રોજ સવારે 9:30 વાગ્યે શરૂ થશે અને આ તિથિનું સમાપન 7 November 2026 ના રોજ સવારે 11:45 વાગ્યે થશે. શાસ્ત્રોક્ત નિયમો અને પ્રદોષ કાળના આધારે ધનતેરસનો તહેવાર 6 November 2026, શુક્રવાર ના રોજ ઉજવવામાં આવશે. ખરીદીનું શુભ મુહૂર્ત: 6 November ના રોજ સવારે 9:30 વાગ્યાથી સાંજે 5:30 વાગ્યા સુધી. પૂજાનું આદર્શ મુહૂર્ત: 6 November ના રોજ સાંજે 6:18 વાગ્યાથી રાત્રે 8:10 વાગ્યા સુધી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. ધનતેરસ પર શું ખરીદવું માનવામાં આવે છે શુભ?

ધનતેરસના દિવસે ઘરમાં નવી વસ્તુઓ લાવવી અત્યંત મંગલકારી માનવામાં આવે છે. આ પવિત્ર દિવસે ખાસ કરીને સોનું, ચાંદી, તાંબા કે પીતળના નવા વાસણો, સાવરણી (ઝાડુ), આખું ધાણા, પીળી કૌડી અને લક્ષ્મી-ગણેશજીની મૂર્તિ અને તમે ઈલેક્ટ્રોનિક્સ, ગેજેટ્સ, વાહન કે ઘરની જરૂરિયાતનો અન્ય સમાન પણ ખરીદી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ધનતેરસ પૂજાની સરળ વિધિ

ધનતેરસના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરવું અને ઘર તેમજ પૂજા સ્થાનને સારી રીતે સ્વચ્છ કરવું. પૂજા સ્થાન પર એક ચોકી મૂકી તેના પર લાલ વસ્ત્ર પાથરીને ભગવાન ધનવંતરી અને કુબેર મહારાજની પ્રતિમા કે ચિત્ર સ્થાપિત કરો. તેમની સાથે માતા લક્ષ્મીજીની સંયુક્ત પૂજા પણ ઉત્તમ માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. પૂજન સામગ્રી અને આરતી

ભગવાન સમક્ષ ઘીનો દીવો પ્રગટાવો. ચોકી પર ઘઉંથી ભરેલી એક વાટકી મૂકો. ત્યારબાદ કુમકુમ, ચંદન અને અક્ષતથી તિલક કરો. દેવતાઓને તાજા ફળ, ફૂલ અને મિઠાઈ અર્પિત કરો. ત્યારબાદ મંત્રોનો જાપ કરી અંતમાં દીપકથી આરતી ઉતારો અને પરિવારની સુખ-સમૃદ્ધિ તથા સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Dhanteras DiwaliFestivities Dhanteras2026
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ