ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / જગદીશ વિશ્વકર્માનો AAP પર કટાક્ષ: ગુજરાતમાં ડિપોઝિટ જપ્ત થઈ, હવે પંજાબમાં પણ...

ગુજરાત / જગદીશ વિશ્વકર્માનો AAP પર કટાક્ષ: ગુજરાતમાં ડિપોઝિટ જપ્ત થઈ, હવે પંજાબમાં પણ...

Published By: Nidhi Panchal

Last Updated: 05:48 PM, 13 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામો બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ વિપક્ષી પક્ષો પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે આમ આદમી પાર્ટીના 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થવાનો ઉલ્લેખ કરીને દાવો કર્યો કે જનતાએ જૂઠાણાં અને ભ્રામક પ્રચારને બદલે વિકાસની રાજનીતિને પસંદ કરી છે.

ADVERTISEMENT

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મળેલી સફળતા બાદ ભારતીય જનતા પાર્ટીમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ, ચૂંટણીનાં પરિણામોને લઈને રાજકીય નિવેદનબાજી પણ તેજ બની છે. ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) સહિત વિવિધ નગરપાલિકાઓમાં ભાજપની જીતનો ઉલ્લેખ કરતાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ વિપક્ષી પક્ષો પર નિશાન સાધ્યું છે. તેમણે આમ આદમી પાર્ટી પર જૂઠાણાં ફેલાવવાનો આક્ષેપ કર્યો અને કહ્યું કે હવે જનતા જાણી ગઈ છે કે કોણ સાચું છે અને કોણ ખોટું. તેમણે એવો પણ દાવો કર્યો કે જનતાએ વિકાસને મત આપીને વિપક્ષી પક્ષોને જાકારો આપ્યો છે.

BJP

જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે આમ આદમી પાર્ટીના 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ છે. તેમણે આ પરિણામને ટાંકીને કહ્યું કે આમ આદમી પાર્ટી માત્ર જૂઠાણાં ફેલાવવાનું કામ કરી રહી છે અને પ્રજા હવે આ પ્રકારના ભ્રામક પ્રચારને સમજી ગઈ છે. તેમના મતે, આગામી દિવસોમાં પણ ભાજપ પ્રત્યે જનતાનો પ્રેમ અને વિશ્વાસ જળવાઈ રહેશે. તેમણે વધુમાં કટાક્ષ કરતાં કહ્યું કે અહીં તો ડિપોઝિટ ગુમાવી છે, પરંતુ પંજાબમાંથી પણ સરકાર જાય તો નવાઈની વાત નહીં હોય.

ગાંધીનગર, ઓખા અને થરાદમાં ભાજપની જીતનો ઉલ્લેખ

ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને સમર્થન આપવા બદલ ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે ગાંધીનગર મહાનગરપાલિકા, થરાદ અને ઓખા નગરપાલિકા સહિત રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જનતાએ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે.

11 વોર્ડની કુલ 44 બેઠકોમાંથી 38 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય

તેમણે ગાંધીનગર મહાનગરપાલિકાના પરિણામોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે 11 વોર્ડની કુલ 44 બેઠકોમાંથી 38 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. તેવી જ રીતે, ઓખા નગરપાલિકાની કુલ 36 બેઠકોમાંથી 33 બેઠકો પર ભાજપે જીત મેળવી છે. થરાદ નગરપાલિકામાં પણ ભાજપની જીતનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે 44 બેઠકોમાંથી 19 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજયી થયા છે. આ પરિણામોને જનતાના વિશ્વાસનું પ્રતીક ગણાવતાં તેમણે કહ્યું કે પ્રજાએ વિકાસની રાજનીતિને પસંદ કરી છે. તેમના મતે, ચૂંટણીનાં પરિણામો દર્શાવે છે કે લોકો હવે રાજકીય પક્ષોના દાવાઓ અને વાસ્તવિક કામગીરી વચ્ચેનો તફાવત સમજી રહ્યા છે.

વિપક્ષને અરીસો બતાવ્યો હોવાનો દાવો

સ્થાનિક સ્વરાજ્યની પેટાચૂંટણીઓ અંગે વાત કરતાં જગદીશ વિશ્વકર્માએ ખેરાલુ નગરપાલિકા, બાવળા નગરપાલિકા અને છોટા ઉદેપુર નગરપાલિકાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે વિપક્ષી પક્ષો પર કટાક્ષ કરતાં કહ્યું કે કેટલાક લોકો માત્ર ચૂંટણીના સમયે જ દેખાય છે અને ચૂંટણી પૂરી થયા બાદ જનતાની વચ્ચે જોવા મળતા નથી.

jagdish

તેમણે આવા લોકોને 'ચૂંટણી સમયે દેખાતા વરસાદના દેડકા' ગણાવીને કહ્યું કે ભાજપનો કાર્યકર્તા સતત પ્રજાની વચ્ચે રહેવા ટેવાયેલો છે. ભાજપના કાર્યકર્તાઓ લોકો સાથે જોડાયેલા રહીને તેમની સમસ્યાઓ સમજવાનો અને ઉકેલ લાવવાનો પ્રયાસ કરે છે, જ્યારે વિપક્ષી પક્ષો માત્ર ચૂંટણીના સમયે સક્રિય થતા હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. જગદીશ વિશ્વકર્માએ વધુમાં જણાવ્યું કે ગુજરાતની જનતાએ વિપક્ષી પક્ષોને તેમનું સ્થાન બતાવી દીધું છે. તેમણે આક્ષેપ કર્યો કે વિપક્ષનું કામ માત્ર જૂઠાણાં ફેલાવવાનું અને ભ્રામક પ્રચાર કરવાનું રહી ગયું છે. જોકે, ગુજરાતની જનતા આવા પ્રચારથી પ્રભાવિત થવાને બદલે વિકાસને પ્રાથમિકતા આપી રહી છે.

આ પણ વાંચો : સુરતના ધામદોડ ગામની કેનાલમાં ડૂબી યુવાનનું મોત, પંડવાઈ સુગર નજીકથી બસચાલકનો મૃતદેહ મળ્યો

'આગામી દિવસોમાં પણ ભાજપને જનતાનો પ્રેમ મળશે'

ભાજપના પ્રદેશ પ્રમુખે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી દિવસોમાં પણ જનતાનો ભાજપ પ્રત્યેનો પ્રેમ અને વિશ્વાસ યથાવત્ રહેશે. તેમણે કહ્યું કે પ્રજા હવે બધું જાણે છે અને એટલે જ તેણે વિકાસના મુદ્દે મતદાન કર્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jagdish Vishwakarma GMC Election AAP Deposit Forfeited

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ