ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / IPL 2027 પહેલા CSK એ લીધો મોટો નિર્ણય, વધુ એક દિગ્ગજ ખેલાડી ટીમમાંથી બહાર

સ્પોર્ટ્સ / IPL 2027 પહેલા CSK એ લીધો મોટો નિર્ણય, વધુ એક દિગ્ગજ ખેલાડી ટીમમાંથી બહાર

Published By: Pravin Joshi

Last Updated: 08:08 PM, 10 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2027 પહેલા 5 વખતની ચેમ્પિયન CSKએ પોતાના કોચિંગ સ્ટાફમાં વધુ એક મોટો ફેરબદલ કર્યો છે. ટીમ સ્ટીફન ફ્લેમિંગ અને એરિક સિમન્સ બાદ હવે બેટિંગ કોચ માઈકલ હસી સાથે પણ છેડો ફાડ્યો છે.

ADVERTISEMENT

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2027 ની આગામી સીઝન અગાઉ 5 વખતની ચેમ્પિયન ફ્રેન્ચાઈઝી ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ની કેમ્પમાં મોટા ફેરબદલોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગ અને બોલિંગ કોચ એરિક સિમન્સની વિદાય બાદ હવે ફ્રેન્ચાઈઝીએ પોતાના સપોર્ટ સ્ટાફના મજબૂત સ્તંભ ગણાતા બેટિંગ કોચ માઈકલ હસી (Michael Hussey) થી પણ અલગ થવાનો નિર્ણય કર્યો છે. 10 October ના રોજ ફ્રેન્ચાઈઝી દ્વારા લેવાયેલા આ મોટા નિર્ણય બાદ હવે સવાલ ઊભો થયો છે કે ચેન્નઈનો નવો બેટિંગ કોચ કોણ બનશે?

csk

ખેલાડીથી લઈને બેટિંગ કોચ સુધીની સફળ સફર

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ડાબોડી બેટ્સમેન માઈકલ હસીનો ચેન્નઈ સુપર કિંગ્સ સાથે દાયકા જૂનો સંબંધ રહ્યો છે. શરૂઆતમાં તેમણે એક પ્રભાવશાળી ઓપનર અને બેટ્સમેન તરીકે CSK ને અનેક યાદગાર મેચો જીતાડી હતી. ત્યારબાદ વર્ષ 2018 માં તેઓ ટીમના બેટિંગ કોચ તરીકે જોડાયા હતા અને સતત આ જવાબદારી સફળતાપૂર્વક નિભાવી રહ્યા હતા. જોકે, IPL 2027 અગાઉ કોચિંગ સેટઅપને સંપૂર્ણપણે ઓવરહોલ (નવા રંગરૂપમાં લાવવા) ના પ્લાન હેઠળ હસી સાથેનો કોન્ટ્રાક્ટ સમાપ્ત કરવામાં આવ્યો છે.

CSK નો નવો કોચિંગ સ્ટાફ: ઝહીર ખાન અને મોહિત શર્માની એન્ટ્રી

આ વર્ષે CSK પોતાના સપોર્ટ સ્ટાફમાં એક પછી એક મોટા ફેરબદલ કરી રહી છે. વર્ષોથી ટીમ સાથે જોડાયેલા સ્ટીફન ફ્લેમિંગના સ્થાને ભારતના પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાન ને મુખ્ય કોચ બનાવવામાં આવ્યા છે. એરિક સિમન્સની જગ્યાએ પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર મોહિત શર્મા ને બોલિંગ કોચની જવાબદારી સોંપાઈ છે. ફિલ્ડિંગ કોચ જેમ્સી ફોસ્ટરના ભવિષ્ય અંગે પણ હાલ અસમંજસની સ્થિતિ બનેલી છે.

વધુ વાંચો : અમદાવાદમાં જન્મેલા ન્યુઝીલેન્ડના આ ક્રિકેટરે પ્રોફેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું

શું હવે ઇંગ્લેન્ડની ટીમ સાથે જોડાશે માઈકલ હસી?

ક્રિકેટ જગતમાં ચર્ચા છે કે માઈકલ હસીની વિદાય પાછળ 'ઇંગ્લિશ કનેક્શન' પણ હોઈ શકે છે. સ્ટીફન ફ્લેમિંગ સાથે તેમના ગાઢ સંબંધો જાણીતા છે. એવી અટકળો ચાલી રહી છે કે હસી ટૂંક સમયમાં ઇંગ્લેન્ડની ટેસ્ટ ક્રિકેટ ટીમ સાથે નવા બેટિંગ કોચ તરીકે જોડાઈ શકે છે. નોંધનીય છે કે 2022 ના T20 વર્લ્ડ કપ દરમિયાન હસીએ કન્સલ્ટન્ટ તરીકે ઇંગ્લેન્ડને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને તેઓ 'ધી હન્ડ્રેડ' ટૂર્નામેન્ટમાં વેલ્શ ફાયર ટીમના હેડ કોચ તરીકે પણ કાર્યરત છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

MichaelHussey CSK IPL2027

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ