ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના ઓઢવમાં પાણીની ટાંકી પાસે જાહેરમાં છરી મારીને યુવકની હત્યા, ત્રણ સગીરોએ હત્યાને અંજામ આપ્યો
Last Updated: 12:26 PM, 10 October 2026
ADVERTISEMENT
અમદાવાદમાં ઓઢવમાં યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો છે. પાણીની ટાંકી પાસે 3 સગીરોએ અજીતકુમાર ઠાકોરની જાહેરમાં છરી મારીને હત્યા કરી નાખી હતી. યુવતીની છેડતીની બાબતે થયેલી ઝઘડાની અદાવત રાખીને સગીરોએ અજીત સાથે ફરીથી ઝઘડો શરૂ કર્યો હતો. આ દરમ્યાન સગીરોએ અજીત પર છરી વડે હુમલો કર્યો હતો. તેને આડેધડ છરીના ઘા મારીને હત્યા કરીને ફરાર થઇ ગયા હતા.
ADVERTISEMENT
ગાંધીનગરના બોરીસણા ગામે યુવકની હત્યા
ગાંધીનગરના બોરીસણામાં પ્રેમસંબંધના વહેમમાં 20 વર્ષીય યુવકની હત્યા કરી દેવાઈ હતી. રાકેશ ઠાકોરને જાહેરમાં છરીના ઘા ઝીંકી દેવામાં આવ્યાં હતા. રાકેશના ભાઈના ફોન પરથી શરૂ થયો ઝગડો થયો હતો. મોબાઈલ પરત માંગતા આરોપીઓ રાકેશ પર તૂટી પડ્યા હતા. મુખ્ય આરોપી સગીર સહિત કુલ 5 આરોપીઓને ઝડપી લેવાયા હતા.
ADVERTISEMENT
ગાંધીનગરમાં પતિએ કરી પત્નીની હત્યા
ગાંધીનગરમાં પતિએ પોતાની પ્રેમિકા સાથે મળીને પત્નીની ગળું દબાવી હત્યા કરી નાખી હતી. પોલીસે હવે બન્નેની ધરપકડ કરી લીધી છે. લાઇબ્રેરીમાં વાંચવા જતી વખતે રોહિત ઠાકોર સંગીતા નામની મહિલા સાથે પ્રેમ થયો હતો અને પછી બન્નેએ ભેગા મળીને સંગીતાની હત્યા કરી નાખી હતી.
ADVERTISEMENT
પ્રેમિકા સાથે મળીને પત્નીનો કાઢ્યો કાંટો
ADVERTISEMENT
વિરમગામના શિયાળ ગામની સંગીતાના લગ્ન ઓગણ ગામના રોહિત ઠાકોર સાથે થયાં હતાં. લગ્નજીવન દરમિયાન તેમને ચાર સંતાનોમાં ત્રણ દીકરી અને એક દીકરો છે. સૌથી મોટી દીકરીની ઉંમર 10 વર્ષ છે, જ્યારે સૌથી નાના દીકરાની ઉંમર માત્ર ત્રણ વર્ષની છે. રોહિત ગાંધીનગરના સેક્ટર-2માં આવેલી મોગલ લાઇબ્રેરીમાં વાંચવા જતો હતો ત્યારે તે વર્ષા પારગી નામની યુવતી સાથે પરિચયમાં આવ્યો હતો અને બન્ને પ્રેમમાં પડ્યાં હતા. પત્ની સંગીતાને આ વાતની જાણ થતાં તેણે પતિ સાથે ઝગડો કર્યો હતો જે પછી બન્નેએ ભેગા થઈને તેની હત્યા કરી નાખી હતી. પોલીસે બન્ને આરોપીઓ અટકાયત કરી લીધી છે અને વધુ પૂછતાછ હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.