ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ગાંધીનગરમાં પ્રેમિકા સાથે મળીને પત્નીની હત્યા કરનાર પતિની ધરપકડ, લાઈબ્રેરીમાં પ્રેમમાં પડતાં પત્નીનો કાઢ્યો કાંટો
Last Updated: 06:58 AM, 10 October 2026
ADVERTISEMENT
ગાંધીનગરમાં પતિએ પોતાની પ્રેમિકા સાથે મળીને પત્નીની ગળું દબાવી હત્યા કરી નાખી હતી. પોલીસે હવે બન્નેની ધરપકડ કરી લીધી છે. લાઇબ્રેરીમાં વાંચવા જતી વખતે રોહિત ઠાકોર સંગીતા નામની મહિલા સાથે પ્રેમ થયો હતો અને પછી બન્નેએ ભેગા મળીને સંગીતાની હત્યા કરી નાખી હતી.
ADVERTISEMENT
કોણ હતી સંગીતા?
વિરમગામના શિયાળ ગામની સંગીતાના લગ્ન ઓગણ ગામના રોહિત ઠાકોર સાથે થયાં હતાં. લગ્નજીવન દરમિયાન તેમને ચાર સંતાનોમાં ત્રણ દીકરી અને એક દીકરો છે. સૌથી મોટી દીકરીની ઉંમર 10 વર્ષ છે, જ્યારે સૌથી નાના દીકરાની ઉંમર માત્ર ત્રણ વર્ષની છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : ''શું આ પોલીસના બાપની પેઢી છે?'', પોસ્ટર વૉર વચ્ચે વિફર્યા સાંસદ ગેનીબેન ઠાકોર
લાઈબ્રેરીમાં વાંચવા જતાં પ્રેમમાં પડ્યો
ADVERTISEMENT
રોહિત ગાંધીનગરના સેક્ટર-2માં આવેલી મોગલ લાઇબ્રેરીમાં વાંચવા જતો હતો ત્યારે તે વર્ષા પારગી નામની યુવતી સાથે પરિચયમાં આવ્યો હતો અને બન્ને પ્રેમમાં પડ્યાં હતા. પત્ની સંગીતાને આ વાતની જાણ થતાં તેણે પતિ સાથે ઝગડો કર્યો હતો જે પછી બન્નેએ ભેગા થઈને તેની હત્યા કરી નાખી હતી. પોલીસે બન્ને આરોપીઓ અટકાયત કરી લીધી છે અને વધુ પૂછતાછ હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.