ન્યૂઝ અપડેટ્સ
6 ફોટો ગેલેરી
Last Updated: 11:51 PM, 9 October 2026
1/6
રિલિાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ટેલિકોમ અને ડિજિટલ સર્વિસ આર્મ 'જિઓ પ્લેટફોર્મ્સ લિમિટેડ' (Jio Platforms Limited) ભારતીય શેરબજારના ઈતિહાસનો સૌથી મોટો પબ્લિક ઈશ્યૂ (IPO) લાવવાની જોરશોરથી તૈયારી કરી રહી છે. મીડિયા અહેવાલો મુજબ, કંપની પોતાના IPO માટે પ્રતિ શેર ₹1,065 થી ₹1,119 નો પ્રાઈસ બેન્ડ નક્કી કરી શકે છે. આ મેગા IPO દ્વારા કંપની ₹10.3 લાખ કરોડ (આશરે $115 બિલિયન) સુધીનું માર્કેટ વેલ્યુએશન મેળવવાનો લક્ષ્યાંક રાખી રહી છે.
2/6
ADVERTISEMENT
3/6
એન્કર બુક ઓપનિંગ: 19 October, પબ્લિક સબસ્ક્રિપ્શન: 21 October થી શરૂ થઈને 23 October ના રોજ બંધ થશે. શેર લિસ્ટિંગ: 28 October ના રોજ શેરબજારમાં ટ્રેડિંગ શરૂ થવાની સંભાવના છે. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર આ અંગે હાલ ચર્ચાઓ ચાલી રહી છે અને માર્કેટ સ્થિતિ મુજબ પ્રાઈસ બેન્ડ, વેલ્યુએશન અને તારીખોમાં ફેરફાર શક્ય છે. રિલિાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.
4/6
જિઓએ June માં 27 કરોડ નવા શેરોના ઈશ્યૂ માટે ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટસ (DRHP) દાખલ કર્યું હતું, જે તેના પોસ્ટ-ઈશ્યૂ ઈક્વિટી કેપિટલના આશરે 2.93% બરાબર છે. અગાઉ કંપની આશરે ₹11 લાખ કરોડ ($130 બિલિયન થી $170 બિલિયન) સુધીના વેલ્યુએશનની અપેક્ષા રાખતી હતી. પરંતુ ભારતીય શેરબજારમાં તાજેતરમાં જોવા મળેલી વેચવાલીના કારણે કંપનીએ વેલ્યુએશનને રી-એડજસ્ટ કર્યું છે. બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલ અનુસાર જિઓનું વેલ્યુએશન $115 બિલિયન થી $118 બિલિયન અને દોલત કેપિટલ મુજબ $110 બિલિયન આંકવામાં આવ્યું છે.
ADVERTISEMENT
5/6
દેશના આ સૌથી મોટા શેર વેચાણને સફળ બનાવવા માટે જિઓએ 19 મોટા ઈન્વેસ્ટમેન્ટ બેંકોની નિમણૂક કરી છે. જેમાં કોટક મહિન્દ્રા કેપિટલ, મોર્ગન સ્ટેનલી, બેંક ઓફ અમેરિકા કોર્પ, એક્સિસ કેપિટલ, બીએનપી પારિબા અને સિટીગ્રુપ જેવા દિગ્ગજ નામો સામેલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ